રાજસ્થાનના એક રહસ્યમય મંદિરની કહાની, જ્યાં રાત્રે ભૂલથી પણ નથી રોકાતા લોકો, જાણો તેનું કારણ

દુનિયાભરમાં એવા ઘણાં મંદિરો છે. જેમાં પોતાનાં ઘણા રહસ્યો છે. કેટલાક મંદિર તેના આશ્ચર્યજનક બાંધકામ માટે પ્રખ્યાત છે. તો કેટલાક તેની વિચિત્ર ઘટનાઓને કારણે. ખાસ કરીને ભારતમાં આવા ઘણા રહસ્યમય મંદિરો છે. દેશના દરેક ખૂણામાં તમને કેટલાક મંદિરો મળશે.
આજે અમે તમને એવા એક મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જ્યાંથી સાંજના સમયે લોકો ભાગી જાય છે. કોઈ પણ વ્યક્તિ ભૂલથી પણ અહીં રાત્રે રોકાવા માંગતું નથી. આ પાછળનું કારણ એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ અહીં રાત્રે રોકાઈ જાય છે. તે પથ્થરનો થઈ જાય છે.
ખરેખર, અમે વાત કરી રહ્યા છીએ કિરાડુ મંદિર વિશે. જે રાજસ્થાનના બાડમેર જિલ્લામાં આવેલું છે. કિરાડુ મંદિરને રાજસ્થાનના ખજુરાહો તરીકે પણ ઓળખવામાં આવે છે. દક્ષિણ ભારતીય શૈલીમાં બનેલું આ મંદિર તેની સ્થાપત્ય માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. એવું કહેવામાં આવે છે કે આ સ્થળનું નામ ઇ.સ. પૂર્વે 1161 માં ‘કીરાટ કુપ’ હતું.
કિરાડુ એ પાંચ મંદિરોની શ્રેણી છે. જેમાંથી ફક્ત વિષ્ણુ મંદિર અને શિવ મંદિર (સોમેશ્વર મંદિર) સારી સ્થિતિમાં છે. જ્યારે બાકીના તૂટી ગયા છે. આ મંદિરો કોણે બનાવ્યા તે કોઈને ખબર નથી. પરંતુ મંદિરોની રચનાને જોતા, એવું અનુમાન કરવામાં આવે છે કે તે દક્ષિણના ગુર્જર-પ્રતિહાર રાજવંશ, સંગમ વંશ અથવા ગુપ્ત રાજવંશ દરમિયાન બનાવવામાં આવ્યા હશે.
એવું માનવામાં આવે છે કે ઘણા વર્ષો પહેલા સિદ્ધ સાધુ તેના કેટલાક શિષ્યો સાથે કિરાડુ આવ્યા હતા. એક દિવસ તે તેના શિષ્યોને છોડીને ક્યાંક ફરવા ગયો હતા. દરમિયાન એક શિષ્યની તબિયત લથડતી હતી. આ પછી બાકીના શિષ્યોએ ગામ લોકોની મદદ લીધી. પરંતુ કોઈએ તેમને મદદ કરી નહીં.
બાદમાં જ્યારે સિદ્ધ સાધુ ત્યાં આવ્યા. ત્યારે તેમને બધી વાતોની ખબર પડી. આના પર તે ગુસ્સે થયા અને તેણે ગામલોકોને શાપ આપ્યો કે સૂર્યાસ્ત પછી દરેક પથ્થરમાં ફેરવાશે.
એવી માન્યતા પણ છે કે એક મહિલાએ સાધુના શિષ્યોને મદદ કરી હતી. જેથી સંન્યાસીએ સ્ત્રીને સાંજ પહેલા ગામ છોડીને ચાલ્યા જવાનું કહ્યું હતું અને પાછા ન જોવાનું કહ્યું હતું, પરંતુ તે મહિલાએ સાંભળ્યું નહીં અને પાછળ જોવું શરૂ કર્યું અને તે પથ્થર બની ગઈ. તે મહિલાની મૂર્તિ પણ મંદિરથી થોડે દૂર સ્થાપિત થયેલ છે.