મુકેશ અંબાણી પાસે એટલા પૈસા હોવા છતાં પણ તેનું જમવાનું મેનુ છે આટલું સરળ, થાળીમાં પીરસાય છે માત્ર આટલી જ વાનગીઓ..

મુકેશ અંબાણી પાસે એટલા પૈસા હોવા છતાં પણ તેનું જમવાનું મેનુ છે આટલું સરળ, થાળીમાં પીરસાય છે માત્ર આટલી જ વાનગીઓ..

ભારત દેશના સોથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ કંપનીના મેનેજીંગ ડીરેક્ટર મુકેશભાઈ અંબાણી નો જન્મ ૧૯ એપ્રિલ ૧૯૫૭ માં એક ભારતીય અબજોપતિ ધીરુભાઈ અંબાણી અને કોકીલાબેન અંબાણી ના ઘરે થતો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી થોડાક દિવસો પહેલા જ વિશ્વના 10 અમીર વ્યક્તિઓમાં મુકેશ અંબાણીનું નામ સામેલ થયું છે. તમને જણાવી દઈએ કે, મુકેશ અંબાણી અને તેમનો પરિવાર પૂરી રીતે ગુજરાતી છે. એટલા માટે અંબાણી પરિવારના દરેક સભ્ય ખાવાનો શોખ ધરાવે છે.

એટલું જ નહી, એક ઇન્ટરવ્યુ દરમિયાન નીતા અંબાણીએ એવું પણ કહ્યું હતું કે, તેમની દીકરી ઈશા અંબાણી તેમના કરતા પણ સારું ભોજન બનાવે છે. જો કે, નીતા અંબાણી રિલાયન્સ ગૃપમાં ઘણા સમયથી સક્રિય ભાગ ભજવી રહી હોવા છતાં પણ જયારે પણ સમય મળે છે ત્યારે તેઓ પોતાના પરિવારના સભ્યો માટે પોતાના હાથે ભોજન બનાવે છે. આજે અમે તમને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના મનપસંદ ભોજન વિષે જણાવીશું.

તમને એવું લાગતું હશે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી રોયલ લાઈફ જીવવાનું પસંદ કરતા હશે. તેઓ હંમેશા AC માં રહેવાનું પસંદ કરતા હશે. એટલું જ નહી, તેમના બધા કામ પણ તેમના વર્કર્સ કરતા હશે પરંતુ આવું નથી.

મુકેશ અંબાણી હંમેશા શાકાહારી ભોજન ખાવાનું પસંદ કરે છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીને ભારતીય ભોજન સેવન કરવું ખુબ જ પસંદ છે. એમાં પણ ખાસ કરીને દાળ- ભાત અને શાક- રોટલી ખાવાનું પસંદ કરે છે.

મુકેશ અંબાણી ખાવાનો ઘણો શોખ ધરાવે છે. તેમજ મુકેશ અંબાણીને પોતાની પત્ની નીતા અંબાણીના હાથે બનાવેલ ભોજન કરવાનું સૌથી વધારે પસંદ કરે છે. એટલા માટે મુકેશ અંબાણી અને અંબાણી પરિવાર મોટા ભાગે ઘરે ભોજન કરવાનું જ પસંદ કરે છે.

જો કે, મુકેશ અંબાણીના મનપસંદ ભોજનમાં મુંબઈમાં આવેલ મૈસુર કાફેના મસાલા ઢોસા અને આ રેસ્ટોરંટનું સાઉથ ઇન્ડીયન ભોજન ખાવાનું ખુબ જ પસંદ કરે છે. અંબાણી પરિવાર ફક્ત ભોજનનો જ શોખીન નથી. પરંતુ પોતાના ઘરે આવતા મહેમાનોની સ્વાગતા કરવામાં પણ કોઈ કસર બાકી રાખતા નથી.

એટલું જ નહી, મુકેશ અંબાણીએ પોતાની દીકરી ઈશા અંબાણીના લગ્ન પ્રસંગ નિમિત્તે ખાસ કરીને ગરીબો અને જરૂરિયાતમંદ વ્યક્તિઓ માટે ખાસ ભોજન સમારંભની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત આ ભોજન સમારંભમાં ભોજન કરવા આવેલ વ્યક્તિઓને મુકેશ અંબાણી, નીતા અંબાણી સહિત અંબાણી પરિવારના સભ્યોએ પોતે જ ભોજન પીરસ્યું હતું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *