ભાવનગરનો વધુ એક જવાન શહીદ થયો, પત્નીનું હૈયાફાટ રુદન, બે નાનકડા બાળકોએ ગુમાવી પિતાની છત્રછાયા..
ભાવનગરથી મોટા ખોખરા ગામના વતની વીર જવાન પરેશભાઈ નાથાણી નું ગઈકાલે આકસ્મિક રીતે હાર્ટ એટેક આવતા નિધન થયું હતું, આ જવાન જમ્મુનાં 68 આર્મડ રેજિમેન્ટમાં ફરજ બજાવતો હતો. થોડા દિવસો પહેલા જ એક મહિનાની રજા લઇ પરત ભાવનગરના મોટા ખોખરા ગામે પોતાના વતને આવ્યો હતો.

તે દરમિયાન આર્મી જવાનનું અવસાન થતાં આખા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું, વાણંદ સમાજનું ગૌરવ એવા પરેશભાઈ નાથાણી 17 વર્ષથી આર્મીમાં ફરજ બજાવતો હતો, માત્ર બે જ વર્ષ રિટાયરમેન્ટ ના બાકી રહ્યા હતા.

આર્મી મેન જમ્મુનાં કાલુચક રેજી મેન્ટમાં ફરજ બજાવી રહ્યા હતા પરિવારમાં એક દીકરો નમન ઉમર વર્ષ 8 અને એક દીકરી જીયા ઉંમર વર્ષ 4 તેમજ પરિવારમાં અન્ય સભ્યો એવા અવસાન થયેલ આર્મી જવાન ના મોટા ભાઈ પણ પાનાગઢ વેસ્ટ બેંગાલમાં દેશના સીમાડાની રક્ષા કરી રહ્યા છે.

આર્મી જવાન પરેશભાઈ નાથાણીના પાર્થિવ દેહને આજે મોટા ખોખરા ખાતે રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ યુવાનના અંતિમયાત્રામાં આખું ગામ જોડાયું હતું.

આર્મી જવાન ના અવસાનથી આખા ભાવનગરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પરંતુ ખુબ દુઃખની વાત એ છે કે માતૃભૂમિની રક્ષા કરતા આવા યુવાનના અંતિમ સંસ્કારમાં ભાવનગરના એક પણ રાજકીય વ્યક્તિ જોડાયા ન હતા.
