1 દિવસમાં વ્યક્તિએ કેટલું ચાલવું જોઈએ, જાણો 5 વર્ષથી 60 વર્ષના વ્યક્તિએ દરરોજ કેટલા પગલાં ચાલવું જોઈએ..

ચાલવું આપણાં આખા શરીર માટે સારું છે. ફક્ત 30 મિનિટનું વોકિંગ આપણાં હૃદયને હેલ્ધી બનાવવાની સાથે સાથે સ્નાયુઓમાં મજબુતી પણ જાળવી રાખે છે. તેનાથી હૃદયની બીમારી, ડાયાબીટીસ, ઓસ્ટીયોપોરોસિસ અને અમુક કેન્સર જેવા ખતરાને ઓછું પણ કરે છે. જો તમે દરરોજ વોકિંગ કરો છો તો તમને અન્ય વ્યાયામની જરૂરિયાત નહીં પડશે. અમુક આંકડા બતાવે છે કે મહિલાઓણી સરખામણીમાં પુરુષ વધારે ચાલે છે.
તમને યાદ હશે કે જ્યારે તમે બાળક હતા તો તમારા સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કોઈ મુશ્કેલીઓ ન હતી. તેનું એક કારણ એ પણ છે કે બાળકો આખો દિવસ એક્ટિવ રહે છે. જ્યારે મોટા થયા બાદ ટાઈમ ઓછો હોય છે એવું બહાનું બનાવીને લોકો ચાલવાથી દુર ભાગે છે. આપણા રોજિંદા કામોમાં ચાલવું, દાદર ચઢવા, કોઈ રમત રમવી, સ્વિમિંગ કે સાયકલિંગ કરવી ઘણી બાબતો સામેલ કરીને તમે વધારે સ્વસ્થ રહી શકો છો. ચાલો આપણે ચાલવાના ફાયદા વિષે થોડું વધારે વિસ્તારથી જણાવીએ.
કઈ ઉંમર માં કેટલું ચાલવું જોઈએ
ચાલવું દરેક ઉંમર માટે લાભદાયક છે. 5 વર્ષથી લઈને 60 વર્ષના વ્યક્તિએ જાણવું સૌથી જરૂરી છે કે કઈ ઉંમરમાં મહિલા, પુરુષ અને બાળકોએ કેટલું ચાલવું જોઈએ.
5 થી 18 વર્ષ સુધી
જો તમારી ઉંમર 5 વર્ષથી 18 વર્ષની વચ્ચે છે, તો તમારે 16,000 પગલાં ચાલવા જોઈએ. વળી છોકરીઓ 13,000 સુધીના પગલાં ચાલી શકે છે.
19 થી 40 વર્ષ સુધી
જો તમારી ઉંમર 19 થી 40 વર્ષની વચ્ચે છે, તો આ ઉંમરમાં પુરુષ અને મહિલાઓએ એક દિવસમાં 13,000 થી વધારે પગલાં ચાલવું જોઈએ.
૪૦ વર્ષની ઉપર
વાત જો 40 વર્ષ પછીનાં લોકોની કરીએ તો તેમના માટે 12,000 પગલાં આદર્શ માનવામાં આવે છે.
50 વર્ષ સુધી
જો તમારી ઉંમર 50 વર્ષની પાર છે તો તમારે દરરોજ 9,000 થી 10,000 સુધીના પગલાં ચાલવું જોઈએ.
60 વર્ષથી વધારે
જો તમારી ઉંમર 60 વર્ષની પાસે છે તો તેવામાં તમારે સ્વસ્થ રહેવા માટે દરરોજ 7,000 થી 8,000 પગલાં ચાલવું જોઈએ. અહીં તમે આ વાતનો ખ્યાલ રાખો કે ઉંમરના એક તબક્કે આવ્યા બાદ તમે માત્ર એટલું જ ચાલો જેટલો તમને થાક ન લાગે.
જાણો ચાલવાના ફાયદા
ચાલવું કે દોડવું બંને જ શરીર માટે ફાયદાકારક છે. તેનાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. જેનાથી હ્રદય સાથે જોડાયેલી ઘણી બીમારી અને બ્લડ પ્રેશર પણ કંટ્રોલમાં રહે છે. તે સિવાય સ્ટ્રોક, ડાયાબિટીસ, ડિપ્રેશન, સ્થુળતા, કેન્સર જેવી સમસ્યા થતી નથી. ઉંમર કોઈ પણ હોય દરેક ઉંમરમાં ફિટ રહેવા માટે બીમારીથી છુટકારો ત્યારે જ મળશે જ્યારે તમે વોક કરશો.
કેલરી બર્ન કરવામાં સહાયક
શરીરની કેલરી બર્નની માત્રા તમારા ચાલવાની રીત, અંતર તથા વજન જેવા કારણો પર નિર્ભર કરે છે. પરંતુ શરીરની નકામી ચરબીને ઘટાડવાની સરળ રીત છે.
માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે
જો તમે રોજ બરાબર અડધો કલાક વોક કરો છો તો તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે, જેના કારણે તમારો મુડ પણ સારો રહે છે.
તમારા હૃદયનાં સ્વાસ્થ્ય માટે જરૂરી
શોધથી ખબર પડે છે કે પ્રતિ દિવસ 30 મિનિટનું વોક દર અઠવાડીયે 5 દિવસ સુધી કરવાથી તમારું હૃદય સ્વસ્થ રહે છે.
સુગર કન્ટ્રોલ થાય છે
પ્રતિ દિવસ અડધો કલાક વોક કરવાથી તમારૂ સુગર લેવલ ઓછું થાય છે.
પ્રતિરક્ષા પ્રણાલી મજબુત થાય છે
નિયમિત રૂપથી તમે કોઈ પણ પ્રકારના સંક્રમણથી બચો છો અને તમારી ઇમ્યુનીટી વધે છે.
ચાલવાની રીત કેવી હોય
5 વર્ષથી 60 વર્ષ સુધી ઉંમરમાં ઘણા બદલાવ થાય છે. ઉભા રહેવાથી લઈને વોક કરવા સુધીમાં ઘણા મોટા બદલાવ હોય છે. પછી તે બાળક હોય, મહિલા હોય કે પુરુષ હોય. આજે અમે તમને ચાલવાને લઈને અમુક એવી ટિપ્સ બતાવીશું જે દરેક ઉંમરમાં કામ આવશે.
ઉભા રહેવાની રીત
વોક કરતા સમયે તમારે ઊભા રહેવાની પોઝીશન પર પણ ધ્યાન આપવા પડશે. વાંકા ઉભા થવાથી પીઠમાં તકલીફ વધી શકે છે. એટલા માટે સૌથી પહેલા સ્ટ્રેટ ઉભા રહેવાની કોશિશ કરો.
હાથની પોઝિશન પણ જરૂરી
જ્યારે પણ વોક કરો તમારા હાથને ખુલ્લા છોડી દો. હાથ બાંધીને ચાલવાથી તમને વોક કરવાના ફાયદા મળશે નહીં અને ખભામાં મુશ્કેલી પણ શરૂ થઈ શકે છે.
લક્ષ્ય નક્કી કરો
ઉંમર કોઈ પણ હોય જ્યારે પણ તમે વોક કરો ત્યારે તમારું લક્ષ્ય જરૂર નિર્ધારિત કરો. દરરોજ 25 થી 30 મિનિટનું વોક સ્વાસ્થયપ્રદ રહેશે. જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ એનર્જી લેવલ પણ ઓછું થવા લાગે છે. એક સ્વસ્થ શરીરનાં ઉંમરના દૃષ્ટિકોણથી ચાલવું જરૂરી છે. વાત કોઈ 5 વર્ષના બાળકને કરીએ કે 60 વર્ષની વૃધ્ધની. તેમના દ્વારા ચલાવવામાં આવેલા પગલાંઓથી સ્નાયુઓમાં તણાવ ઓછો થાય છે. વોક તમારું જીવન વધારી શકાય છે શકે છે. એટલા માટે વોક કરવાથી હંમેશા નીરોગી અને સ્વસ્થ રહેવાય છે.