ગામમાં મંદિર બનાવવા માટે પૈસા ઘટતા હતા, અચાનક એક દિવસ એક સંત ગામમાં આવ્યા અને ગામ લોકોને ૨૦ લાખ રૂપિયા ભેટ આપ્યા..

એક સંન્યાસીનું જીવન ખુબજ કઠિન હોય છે. મોહ માયા છોડીને પોતાનું જીવન જીવવું પડે છે. આજે અમે તમને એક એવા જ સંન્યાસી વિષે જણાવીશું કે જે ખુબજ ચમત્કારિક છે અને જરૂર પડે ત્યારે તે ગરીબ લોકોને સેવા કરતા રહે છે.
સમાજ સેવાનું કામ કરે છે. આ સંતનું નામ શ્રી સિયારામ બાબા છે. શ્રી સિયારામ બાબા અમુક અમુક સમયાંતરે તેમનું આજુ બાજુ રહેતા ગામની મુલાકત લેતા રહે છે. એવી જ રીતે દિવાળીના દિવસે જામ ગેટ ગામમાં પધરામણી માટે બોલાવવામાં આવ્યા હતા. ત્યાં તે ભક્તોને પ્રવચન આપી રહયા હતા. અચાનક તેમને એક ભક્તે તેમને કહ્યું કે બાબા અને અમારા ગામમાં શિવ પાર્વતીનું એક મંદિર બનાવવા માંગીએ છીએ એ માટે આખા ગામમાંથી ફાળો પણ ઉધરાવ્યો છે.
આખા ગામમાંથી ફાળો ઉધરાવ્યો છતાં મંદિર માટે થોડા પૈસા ખૂટી રહ્યા છે. તો બાબાએ તે ભક્તને પોતાની પાસે બોલાવ્યો અને પોતાની પાસે બોલાવીને ભક્તને કહ્યું કે પેલી બેગ પડી એ મારી પાસે લેતા આવો. તો મંદિરમાં એક બેગ પડી હતી. તે આ યુવક બાબાજી પાસે લઈને ગયો અને બાબાજીએ તે ભક્તને તે બેગ ખોલવા માટે કહ્યું.
તે ભક્તે બેગ ખોલી અને જોયું તો તે આખી બેગ પૈસાથી ભરેલી હતી અને ગામના લોકો દ્વારા તે પૈસાની ગણતરી કરવામાં આવી તો તે પુરા 20 લાખ રૂપિયા હતા. ગામ લોકો આ જોઈને ખુબજ આશ્ચર્યચકિત થઇ ગયા અને બાબાનો ખુબ જ આભાર માન્યો.