આ દીકરીને કન્યાદાનમાં મળેલા 75 લાખ રૂપિયા તેના સમાજની દીકરીઓના ભણતર માટે દાનમાં આપી દીધા અને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

લોકો એવા ઘણા શાહી લગ્નમાં ગયા હશે, જે લગ્નને જોઈને તમને નવાઈ લગતી હશે કેમ કે ત્યાં જોરદાર ખર્ચો કરેલો હોય છે. આજે આપણે એક એવા જ લગ્ન વિષે જાણીએ જ્યાં કન્યાએ તેને લગ્નમાં મળતા ભેટના પૈસા તેમના સમાજના છાત્રાલયને આપી દીધા હતા. આ કિસ્સો રાજસ્થાનના બાડમેર જિલ્લાનો છે અને અહીંયા આ દાખલો જોવા મળ્યો છે.
બાડમેર શહેરમાં કિશોર સિંહ કાનોડની દીકરી અંજલિ કંવરના લગ્ન યોજાયા હતા અને એ વખતે લગ્નમાં અંજલિને તેમના પિતાએ આપેલી ભેટની બધી જ રકમ તેમના સમાજની કન્યાઓને આપી હતી અને તેમના પિતા, વરરાજાએ પણ તેમને આ કરવા માટે કહ્યું હતું અને તરત જ આ મંજૂરી લઈને બીજી દીકરીઓને કામ આવે તેની માટે આ કામ કર્યું હતું.
આ દીકરીએ આ રકમ આપ્યા પહેલા પણ કિશોરસિંહ કાનોડએ હોસ્ટેલ માટે એક કરોડથી પણ વધારે રકમ દાનમાં આપી દીધી હતી. આ દીકરીને કન્યાદાનમાં આપેલી રકમ 75 લાખ રૂપિયા આપીને સમાજમાં મોટું ઉદાહરણ બેસાડ્યું છે.
#positivenews #barmer #girleducation pic.twitter.com/UPl9BqXKfE
— Tribhuwan Singh Rathore 🇮🇳 (@FortBarmer) November 24, 2021
આ પૈસાનો ઉપયોગ હોસ્ટેલ બનાવવા માટે કરવામાં આવ્યો છે. કિશોર સિંહે એવું જણાવ્યું હતું કે તેમની દીકરીની પહેલાથી જ એવી ઈચ્છા હતી કે આ રકમ છોકરીઓની માટે હોસ્ટેલ બનાવવા માટે થાય.
તેઓએ એવું વિચાર્યું હતું કે દીકરીઓ ભણી શકે અને તે આગળ પણ વધી શકે તેની માટે આ હિતનું કામ કર્યું હતું. આ દીકરીએ તેના સમાજના લોકો માટે આ સેવાનું કામ કરીને બીજા લોકો પણ આજે પ્રેરણા આપી રહ્યા છે.