આ રીતે ઘરે જ બનાવો એકદમ સ્પાઈસી અને ચટપટી મકાઈ ની ભેળ

મોટાભાગના લોકોને ચટપટી વસ્તુ ખાવાનું ખૂબ જ પસંદ હોય છે અને આ માટે તેઓ જાતજાતની ભેળ અને ચાટ ખાતા હોય છે. બાળકોને પસંદગીનો નાસ્તો એટલે મકાઈ ની ભેળ. મકાઈ ની ભેળ સવાસ્થ્ય ખુબ સારી છે અને બનાવવી પણ ખુબ સરળ છે.
સામગ્રી
- 2 કપ બાફેલી મકાઈ
- 2 બાફેલા બટાટા, તેને છુંદી નાખો
- 1/2 કપ ડુંગળી (કટીંગ કરેલી)
- 1/2 કપ ટામેટાં (કટીંગકરેલા)
- 100 ગ્રામ સેવ
- 1/2 કપ ધાણા (કટીંગકરેલા)
- 2 ચમચી આમલીની ચટણી
- 1 ચમચી લીલી ચટણી
- 2 ચમચી લીંબુનો રસ
- સ્વાદ પ્રમાણે સાદો મીઠું
- સ્વાદ પ્રમાણે કાળું મીઠું
- 1/2 ચમચી ચાટ મસાલા
બનાવવાની રીત
- સૌથી પહેલા મકાઈના ડોડા ને બાફી દાણા કાઢી લો.
- ત્યાર પછી એક વાસણ માં મકાઈના દાણા નાખો.
- હવે તેમાં છુંદેલા બટાકા નાખો.
- ત્યાર પછી તેમાં સમારેલી ડુંગળી, ટામેટા, આમલીની ચટણી, લીલી ચટણી, ચાટ મસાલા, મીઠું, કાળું મીઠું અને લીંબુનો રસ નાખી બરાબર મિક્ષ કરી લો.
- હવે તેમાં કોથમીર નાંખો અને મિક્સ કરો.
- તમારી મકાઈ ની ભેલ તૈયાર છે.
- મકાઈ ની ભેલ પ્લેટ પર કા કાઢો અને તેના પર ચાટ મસાલા અને સેવ છાંટો.