મિલ્ખા સિંહ મૃત્યુ: મિલ્ખાસિંહે 91 વર્ષની વયે દુનિયાને કહી દીધું અલવિદા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યો શોક..

દેશના લિજેન્ડ સ્પ્રિન્ટર મિલ્ખા સિંહનું કોરોનાના લીધે નિધન થયું છે. તેઓ 91 વર્ષના હતા. માહિતી અનુસાર, 5 દિવસ અગાઉ તેમના પત્ની નિર્મલ કૌરનું પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સના કારણે નિધન થયું છે. મિલ્ખા સિંહની સારવાર ચંડીગઢમાં પીજીઆઈ હોસ્પિટલમાં ચાલી રહી હતી.
મિલ્ખા સિંહ ટ્રેક એન્ડ ફિલ્ડ સ્પ્રિન્ટર રહ્યા છે. પોતાની કરિયરમાં તેમણે ઘણા રેકોર્ડ બનાવ્યા અને અનેક ચંદ્રક જીત્યા હતા. મેલબર્નમાં 1956ના ઓલિમ્પિકમાં ભારતમાં પ્રતિનિધિત્વ કર્યુ હતું, રોમમાં 1960ના ઓલિમ્પિક અને ટોક્યોમાં 1964માં મિલ્ખા સિંહે પોતાના શાનદાર પ્રદર્શનથી ભારતના સૌથી મહાન ઓલિમ્પિયન તરીકે નામના મેળવી હતી.
મિલ્ખા સિંહ અને તેમના પત્ની 20 મે ના રોજ કોરોના અસર થઈ હતી. 24 મેના રોજ બંનેને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 30 મેના રોજ પરિવારના લોકોના આગ્રહથી તેમને ડિસ્ચાર્જ અપાવીને થોડા દિવસ અગાઉ જ ઘરે લાવવામાં આવ્યા હતા. ત્યારથી તેમનો ઘરે જ ઈલાજ ચાલી રહ્યો હતો. તેના થોડા દિવસ પછી તેમની તબિયત ફરીથી લથડી હતી સાથે સાથે તેમનું ઓક્સિજન લેવલ પણ ઘટવા લાગ્યું હતું. 3 જૂનના રોજ તેમને ફરીથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે નિર્મલ કૌરની સારવાર મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં ચાલી રહી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 4 જૂને મિલ્ખા સિંહ સાથે ફોન પર વાતચીત કરી હતી અને તેમની તબિયત વિશે પણ પૂછ્યું હતું. વડાપ્રધાને કહ્યું હતું કે મિલ્ખા ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનારા એથલીટોને આશીર્વાદ આપવા અને સ્પર્ધકોને પ્રેરિત કરવા માટે ટૂંક સમયમાં પરત આવશે.
મિલ્ખા સિંહના અવસાન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ સહિત બોલિવૂડના ઘણા મોટા સેલેબ્સે શ્રદ્ધાંજલિ આપી છે.
Warm and welcoming, you made our first meeting so so special. I have been inspired by your excellence, touched by your humility, influenced by your contribution to our country. Om Shanti #Milkha ji. Sending love and prayers to the family. #MilkhaSingh
— PRIYANKA (@priyankachopra) June 18, 2021
The Flying Sikh may no longer be with us in person but his presence will always be felt and his legacy will remain unmatched… An inspiration to me… an inspiration to millions. Rest in Peace Milkha Singh sir.
— Shah Rukh Khan (@iamsrk) June 18, 2021
Had the honour of meeting you Sir, you will always have a special place in all our hearts ! Whenever we need to be inspired, “bhaag milkhe bhaag,” will resound in our ears ! Om Shanti. 🙏🏼 https://t.co/UZC6chEQg8
— Raveena Tandon (@TandonRaveena) June 18, 2021
Incredibly sad to hear about the demise of #MilkhaSingh ji. The one character I forever regret not playing on-screen!
May you have a golden run in heaven, Flying Sikh. Om shanti, Sir 🙏🏻— Akshay Kumar (@akshaykumar) June 19, 2021
Flying Sikh is no more. You were one of your kind. Rest in peace our hero 🙏🏻#MilkhaSingh pic.twitter.com/HIFQkoJkNQ
— Surbhi Jyoti (@SurbhiJtweets) June 18, 2021
મિલ્ખા સિંહની પત્ની નિર્મલ કૌરનું પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન્સના કારણે નિધન થયું હતું. તેઓ 85 વર્ષના હતા. નિર્મલ ભારતીય મહિલા વોલીબોલ ટીમના કપ્તાન રહી ચૂક્યા હતા. આ સાથે જ તેઓ પંજાબ સરકારમાં સ્પોર્ટ્સ ડાયરેક્ટર ના પદ પર પણ રહ્યા હતા. મિલ્ખા સિંહના પરિવાર તરફથી જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવાયું હતું કે નિર્મલ કૌરનું નિધન 13 જૂનના રોજ સાંજે 4 વાગ્યે થયું હતું. ICUમાં દાખલ હોવાથી મિલ્ખા સિંહ પત્નીના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શક્યા નહોતા.
20 નવેમ્બર 1929ના રોજ ગોવિંદપુરા ના એક શિખ પરિવારમાં મિલ્ખા સિંહનો જન્મ થયો હતો. ત્યારબાદ ભારત આવીને સેનામાં જોડાયા પછી ક્રોસ કન્ટ્રી દોડમાં સામેલ થયા પછી મિલ્ખા સિંહ 400થી વધુ સૈનિકોમાં છઠ્ઠા નંબરે આવ્યા હતા.
1956માં મેલબર્નમાં આયોજિત ઓલિમ્પિક રમતોત્સવમાં તેમણે ભાગ લીધો હતો. તેમાં ખાસ દેખાવ કરી શક્યા નહોતા પણ આગળની સ્પર્ધાઓ માટે માર્ગ ખુલી ગયો હતો. 1958માં કટકમાં આયોજિત નેશનલ ગેમ્સમાં 200 અને 400 મીટરમાં અનેક રેકોર્ડ બનાવ્યા હતા. એ જ વર્ષે ટોક્યોમાં આયોજિત એશિયન રમતોત્સવમાં 200 મીટર, 400 મીટરની સ્પર્ધાઓ અને કોમનવેલ્થમાં 400 મીટરની રેસમાં સુવર્ણ ચંદ્રકો જીત્યા હતા. તેમની સફળતા જોઈને ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યા હતા.
આ ઉપરાંત મિલ્ખા સિંહ પાકિસ્તાનમાં આયોજિત એક દોડમાં સામેલ થવા ગયા હતા. તેમાં તેમણે ખુબ જ સારું પર્ફોમન્સ આપ્યું હતું. તેમના પ્રદર્શનને જોઈને પાકિસ્તાનના જનરલ અયૂબ ખાને તેમને ‘ધ ફ્લાઈંગ શિખ’ નામ આપ્યું હતું. 1960ના રોજ રોમમાં આયોજિત સમર ઓલિમ્પિકમાં મિલ્ખા સિંહ પાસેથી અનેક આશાઓ હતી. 400 મીટરની રેસમાં તેઓ 200 મીટર સુધી સૌથી આગળ હતા પણ તેના પછી તેમણે ઝડપ ઓછી કરી દીધી. તેમાં તેઓ રેસમાં પાછળ રહ્યા અને ચોથા ક્રમે આવ્યા હતા. 1964માં તેમણે એશિયન રમતોત્સવમાં 400 મીટર અને 4×400 રિલેમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
મિલ્ખા સિંહના જીવન પર આધારિત વર્ષ 2013માં બોલિવૂડની હિન્દી ફિલ્મ ભાગ મિલ્ખા ભાગ બની હતી. તેનું નિર્દેશન રાકેશ ઓમપ્રકાશ મેહરાએ કર્યુ હતું. એપ્રિલ 2014માં 61મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોમાં આ ફિલ્મને સર્વશ્રેષ્ઠ મનોરંજક ફિલ્મનો પુરસ્કાર મળ્યો હતો. તેના ઉપરાંત સર્વશ્રેષ્ઠ કોરિયોગ્રાફી માટે પણ ફિલ્મને પુરસ્કાર મળ્યો હતો.