વગર દવાએ આ સરળ ઉપચારથી એક દિવસમાં મળી જશે દરેક પ્રકારના તાવ અને કળતર માથી રાહત

વગર દવાએ આ સરળ ઉપચારથી એક દિવસમાં મળી જશે દરેક પ્રકારના તાવ અને કળતર માથી રાહત

આપણા દેશમાં મેલેરિયા એક પ્રકારનું કાયમી રોગ છે. આ રોગ નો દરેક માણસને અનુભવ થયો જ હશે. આપણા પ્રાચીન વૈજ્ઞાનિકો એ તાવને વિષમજ્વર તરીકે ઓળખાવ્યો છે. અંગ્રેજી વૈદક આ તાવને મેલેરિયા ફિવર તરીકે ઓળખાવે છે અને આ નામ આજે આખા દેશમાં પ્રસિદ્ધ બની ગયું છે.

વિષમજ્વર અર્થ ‘અસમાન ગતિવાળો તાવ’ કહી શકાય છે . અચોક્કસ સમયે આવે, ઘડીક વધુ, ઘડીક ઓછો એમ અસમાન ભાવે રહે છે. મેલેરિયાનો અર્થ દૂષિત વાયુ થાય છે. આ તાવ મોટે ભાગે અષાઢથી કાર્તિક સુધી વધારે હોય છે. એ સિવાયના સમયમાં એનું જોર સામાન્ય રહે છે.

ભેજવાળા, ગંદા સ્થળમાં રહેવાથી, ગંદુ પાણી પીવાથી, વરસાદના કીચડના અંગે એંઠવાડ કે એવા ગંદવાડને કારણે જે જીવાણુઓ ઉત્પન્ન થાય છે, તે જીવાણુઓ કરડવાથી, મચ્છરના ડંખ થી, શરદઋતુમાં અયોગ્ય આહાર વિહાર ખાવાથી, કબજિયાત , અપચો , નબળાઈ વગેરેથી મેલેરિયા થાય છે.

તાવ આવવાનો હોય તે પહેલાં આપણું શરીર તૂટે છે. કમરમાં દુ:ખાવો થાય છે. માથું દુ:ખે છે. આંખો બળવા માંડે છે. ટાઢ ચઢે છે. ઊલટી, કન્જ, તૃષા, રાતો પીળો પેશાબ, લમણાનો દુ:ખાવો વગેરે થાય છે. કોઈને ઝાડા પણ થઈ જાય છે. પરંતુ મોટે ભાગે કબજિયાત વિશેષ હોય છે. તાવનો વેગ અસહ્ય લાગે છે. ઘણા દર્દીઓ તો બૂમો પાડે છે. દાહ, શોષ અને બળતરા રહે છે. બરોળ નો ઉપદ્રવ પણ થાય છે.

લીમડાની અંતરછાલ, સંચળ અને અજમો સમાન ભાગે અને એ બધાના વજન જેટલા કટકા ના બારીક વસ્ત્રગાળ ચુર્ણને નીંબાદી ચુર્ણ કહે છે. ૧/૨ ચમચી જેટલું આ ચુર્ણ સવાર, બપોરે અને રાત્રે લેવું. મેલેરીયા મટી ગયા પછી ઝીણો તાવ ઘણા સમય સુધી રહ્યા કરતો હોય તો ૩ ગ્રામ કરીયાતાનો અને ૨ ગ્રામ સુંઠનો ભુકો એક કપ સારી રીતે ઉકાળેલા પાણીમાં નાખી અડધા કલાક સુધી ઢાંકી રાખવું. આ પછી ગાળીને આ પાણી પી જવું.

સવાર-સાંજ તાજું બનાવી આ પાણી પીવાથી પંદર-વીસ દિવસમાં ઝીણો તાવ મટી જાય છે. તુળસીનાં પાન, લાલ મરચાં–બંને બબ્બે તોલા. શુદ્ધ ગંધક ૪ તોલા, પિપ્પલી બીજ ૪ તોલા, કરિયાતું ૮ તોલા અને દ્રોણપુષ્પી (બો) ૮ તોલા બધાનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી લીંબુના રસમાં ઘૂંટી બોર જેવડી ગોળીઓ બનાવવી. દિવસમાં ત્રણવાર બબ્બે ગોળી પાણી સાથે તાવ આવ્યા પહેલાં આપવી.

ધતુરાનાં પાનને મેલેરિયાનાં ઉપચારમાં ઉપયોગ કરવામાં આવે છે. આ પાનને વાટી ગોડ સાથે મેળવી તેની નાની ગોળીઓ બનાવવામાં આવે છે. આ ગોળી ને તાવ ચઢતા પહેલા લેવામાં આવે છે. એક ગ્લાસ પાણીમાં 2 ચમચી આંબલીને ઉકાળો. ઉકાળેલા પાણીને ગાળીને પીવો. આ ઉપાય મેલેરિયાનાં કારણે થતા માથાનાં દુઃખાવામાંથી છુટકારો અપાવશે.

ચિરાયતાનો ઉકાળો મેલેરિયા સામે લડવા તથા તાવને ઓછો કરવામાં મદદ કરે છે. તેને બનાવવા માટે એક ગ્લાસ પાણીમાં 15 ગ્રામ ચિરાયતા, એક નાનું તજ અને થોડીક લવિંગ નાંખીને ઉકાળો. પછી આ પાણીને થોડું-થોડું કરીને સવાર-સાંજ પીવો.

૧ ચમચી જીરાનું ચુર્ણ ૧૦ ગ્રામ કારેલીના રસમાં મેળવીને પીવાથી મેલેરીયા મટે છે. મેલેરીયા હોય કે તેનાથી બરોળ અને લીવરની સમસ્યા વધી હોય અને પેટમાં પાણી ભેગું થતું હોય જલોદર થવા માંડ્યું હોય તો કારેલીનાં પાન છુંદી, રસ કાઢી, પહેલાં ૧૦ ગ્રામ અને પછી ૨૦-૨૦ ગ્રામ પીવાથી દર્દીને પુષ્કળ પેશાબ છુટે છે, એક -બે વાર ઝાડા થાય છે, ભૂખ લાગે છે, ખોરાકનું પાચન થાય છે અને લોહી વધે છે.

રોજ તુલસીનાં પાનનો રસ માં આનીભાર મરી નાખી પીવાથી મલેરિયા મટે છે. લાંબો વખત પીવાથી મલેરિયા મટી જશે અને શરીરમાં શક્તિ પણ આવશે. હરડે ૨ ભાગ, સિંધવ ૧ ભાગનું ચૂર્ણ તૈયાર કરવું અને મેલેરિયામાં ઝાડો સાફ લાવવાની જરૂર જણાય ત્યારે આ ચૂર્ણ ઉચિત પ્રમાણમાં લેવું.

કડુ કરિયાતું, કડવો લીમડો, કાળીજીરી, કડાછાલ, કલંભો, કડવી પાડળ, કાચકીનાં પાન – આ ક્વાથ મલેરિયામાં સારું કામ કરે છે. દ્રાક્ષ, લીમડાની અંતરછાલ, નાગરમોથ, ઇંદ્રજવ, ત્રિફળા – સમાન ભાગે લેવાં. તેનો વિધિસર ઉકાળો કરવો. આ તાવ માટે સારો ઉકાળો છે. અગથિયાનાં પાનનો રસ કાઢી તેનાં ટીપાં નાકમાં નાખવાથી આ તાવ અટકે છે.

તુલસી-મરીનો ઉકાળો ગરમ-ગરમ પીવાથી ઠંડી ઉતરી જાય છે. ઉકાળામાં ગોળ નાખવો અને ગેસ પરથી ઉતારીને લીંબુ નીચોવી પિવડાવવાથી મેલેરિયામાં ઘણો જ ફાયદો થાય છે. ૧ ચમચી મીઠું ગરમ પાણીમાં મેળવી દિવસમાં ત્રણ વાર પીવું તેથી તાવ ઉતરી જશે. તાવ ઉતર્યા પછી પણ ૨ દિવસ સુધી સવાર-સાંજ ગરમ પાણીમાં ચપટી મીઠું નાખી પીવું.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *