MBBS ના ટોપર વિધાર્થીએ કરી આત્મહત્યા, સ્યુસાઇડ નોટ માં જણાવી પોતાની આપવીતી

MBBS ના ટોપર વિધાર્થીએ કરી આત્મહત્યા, સ્યુસાઇડ નોટ માં જણાવી પોતાની આપવીતી

ઘણા બધા વિદ્યાર્થીઓ મોટા થઈને ડૉક્ટર બનવાનું સ્વપ્ન જોવે છે. મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ રાત-દિવસ મહેનત કરે છે. તેમ છતાં, ઘણા લોકો ને એડમિશન નથી મળતું. આજે અમે તમને એવા વિદ્યાર્થી વિશે જણાવા જઈ રહ્યા છીએ જે એમબીબીએસનો અભ્યાસ કરતો હતો અને સાથે ક્લાસ નો ટોપર પણ હતો. પરંતુ તે વિદ્યાર્થીએ ફાંસી લગાવીને પોતાનું જીવન સમાપ્ત કર્યું હતું.

આ આશ્ચર્યજનક કિસ્સો હરિયાણાના હિસાર જિલ્લાનો છે. મહારાજા અગ્રસેન મેડિકલ કોલેજ અગ્રોહમાં એમબીબીએસ ના પહેલા વર્ષમાં અભ્યાસ કરતો આશિષ નામના વિદ્યાર્થીએ પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. તેણે સોમવારે આત્મહત્યા કરી હતી.

તેની પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. તે હોસ્ટેલમાં રહેતો હતો. તેના મોત ની ખબર ત્યારે પડી જયારે તેનો મિત્ર આશિષ ને મળવા આવ્યો હતો. આશિષ ના મિત્રેએ ખુબ જ દરવાજો ખટખટાવ્યો પણ આશિષે કોઈ પ્રતિક્રિયા આપી નહીં.

મિત્રને કંઇક અયોગ્ય બાબતની શંકા થઈ.તેથી તેણે પોલીસને ફોન કર્યો. ત્યાર બાદ જ્યારે પોલીસ ઘટના સ્થળે આવી અને દરવાજો ખોલ્યો ત્યારે આશિષ પંખા પર લટકતો જોવા મળ્યો હતો. આશિષ ની પાસેથી પોલીસને એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે.

આમાં તેમણે તેમના મૃત્યુનું કારણ લખ્યું હતું. તેણે સ્યુસાઇડ નોટમાં જણાવ્યું છે કે તે જિંદગીથી ખુબ જ દુખી હતો. તેમણે કહ્યું કે જિંદગી સે ક્યાં મતલબ, જિસકા કોઈ લક્ષ્ય ન હો. બસ જીયે જાવો, તેથી તેમણે દુનિયાને અલવિદા કહ્યું.

હાલમાં પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. આ દરમિયાન અન્ય વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે આશિષ છેલ્લા ઘણા દિવસોથી માનસિક તણાવમાં હતો. તે વધારે પડતી કોઈ સાથે વાતચીત પણ નહોતો કરતો.

આશિષ તેની બેચનો ટોપર વિદ્યાર્થી હતો. તે દરેક વસ્તુ બીજા લોકો કરતા પહેલા પૂરું કરી લેતો હતો. તેમને પેઇન્ટિંગ બનાવવાનો અને કવિતાઓ લખવાનો ખૂબ શોખ હતો. તે ફક્ત હોરર પેઇન્ટિંગ્સ બનાવતો હતો. આ સાથે, તેઓ દર્દ ભરી કવિતાઓ પણ લખતો હતો. તે દરેક વસ્તુ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો હતો. જ્યારે પણ તે દુખી થતો ત્યારે પેઇન્ટિંગ્સ અને કવિતાઓ લખીને પોતાનું દુખ વ્યક્ત કરતો.

admin