આ ૧૩ વર્ષનો છોકરો બની ગયો 100 કરોડની કંપનીનો માલિક, એક આઈડીયાથી નાની ઉંમરમાં બની ગયો કરોડપતિ, જાણો તેની સફળતાનું રહસ્ય

આ ૧૩ વર્ષનો છોકરો બની ગયો 100 કરોડની કંપનીનો માલિક, એક આઈડીયાથી નાની ઉંમરમાં બની ગયો કરોડપતિ, જાણો તેની સફળતાનું રહસ્ય

ધોરણમાં 8માં અભ્યાસ કરતો અને મુંબઈમાં રહેતો તિલક મહેતા એકવાર એના મામાના ઘરે ગયો હતો. મામાના ઘરેથી પાછો આવ્યો પણ સાથે લઈ ગયો હતો કેટલાક અભ્યાસના પુસ્તકો જે મામાના ઘરે જ ભૂલી ગયો.

બીજા દિવસે તેમણે મામાને ફોન કર્યો અને કહ્યું કે મારા ભૂલાઈ ગયેલા પુસ્તક મને આજે ને આજે કુરિયર દ્વારા મળી શકે. મામાએ જવાબ આપ્યો કે બેટા કદાચ આજ ને આજ તો ન મળી શકે. કદાચ આવતીકાલે મળે અને કુરિયરનો ખર્ચ તારા પુસ્તકોની કિંમત કરતા પણ વધી જાય એવું પણ બને.

આ વાત સાંભળ્યા બાદ તિલક મનમાં વિચારવા લાગ્યો. સામાન્ય માણસને પોસાય એવા દરથી એ જ દિવસે કુરિયર ના પહોંચાડી શકાય. આ દિશામાં વિચારતા તેને મુંબઈના ડબ્બાવાલા યાદ આવ્યાં. રોજ 2 લાખથી વધુ લોકોને ડબ્બા પહોંચાડવાનું કામ કરતા ડબ્બાવાલા ભાઈઓની સેવાનો લાભ લેવામાં આવે તો ઓછા ખર્ચે પણ એ જ દિવસે લોકોને કુરિયર પહોંચાડી શકાય.

તિલકે બધી ગણતરીઓ કરી અને 13 વર્ષની ઉંમરના છોકરાને કુરિયર સેવાનો એક મોટો બિઝનેસ દેખાણો. તિલક મુંબઇ ડબ્બાવાલા એસોશિયેશનના પ્રમુખ શ્રી સુભાષ તાલેકરને મળ્યો અને પોતાની વાત જણાવી. સુભાષ તાલેકરને પણ લાગ્યું કે તિલકની સાથે જોડાવાથી ડબ્બાવાલા ભાઈઓને થોડી વધુ કમાણી થશે.

તિલકે બેંકમાં નોકરી કરતા એના કાકા ઘનશ્યામભાઈને પોતાનો આઈડિયા જણાવ્યો. ઘનશ્યામભાઈ તો નાણા સાથે કામ કરનારા બેંકર હતા એમને પણ તિલકના વિચારમાં મોટો બિઝનેશ દેખાયો. તિલકની કંપની સાથે કામ કરવા માટે એને બેંકની નોકરી છોડી દીધી અને 13 વર્ષના આ નાના ટાબરીયાએ ‘પેપર્સ એન્ડ પાર્સલ્સ’ નામની કંપની શરૂ કરી.

તિલક સોમથી શનિ સ્કુલ જાય છે અને રવિવાર તથા રજાના દિવસોમાં એની કંપની સંભાળે છે. ડબ્બાવાલા ભાઈઓને તાલીમ આપવી અને એમના રૂટ નક્કી કરવા જેવી ઘણી મહત્વની કામગીરી આ તિલક સાંભળી રહ્યો છે. અત્યાર સુધીમાં 300 જેટલા ડબ્બાવાલા એમની સાથે જોડાયેલા છે અને રોજ 1200 જેટલી ઓફિસમાં કુરિયર પહોંચાડે છે. તેની કંપનીએ આવનારા 2 વર્ષમાં 100 કરોડની આવકનું ટાર્ગેટ રાખ્યો છે.

એની ઉંમરના અને એનાથી પણ મોટા હજુ મોબાઈલ પર ગેમ રમવામાંથી નવરા નથી થતા. ભણેલા ગણેલા નોકરી નથી મળતી એવી ફરિયાદો કરે છે. ત્યારે આ 13 વર્ષનો કિશોર પોતાના વિચારોને અમલમાં મૂકીને એક કંપનીનો માલિક બની ગયો છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *