સંતરામ મંદિરના સંત શ્રી ગુરુચરણ દાસજી મહારાજ દેવલોક પામતા તેમના અંતિમ દર્શન કરવા ભક્તોની ભારે ભીડ ઉમટી પડી, ભક્તોમાં શોકની લાગણી ફેલાઈ

સંતરામ મંદિરમાં તહેવાર દરમિયાન ભક્તોની ખુબ જ ભીડ જોવા મળતી હોય છે. જયારે સંતરામ મહારાજની જય બોલવામાં આવે છે ત્યારે જે વસ્તુની જરૂર હોય તે હાજર થઈ જય છે તેવી લોક માન્યતા છે.
આ મંદિરમાં બોળ ઉછામણી થાય છે જે બાળક બોલતા ના હોય તેમના માટે માનતા રાખવામાં આવે છે યથાશક્તિ મુજબ બોળની માનતા રાખવામાં આવતી હોય છે. સંતરામ મંદિરના સંત શ્રી ગુરુચરણ દાસજી મહારાજ તારીખ 29 ઓક્ટોમ્બર ના શુક્રવારે દેવલોક પામ્યા હતા.
જેમના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં આવ્યા હતા જયારે તેમને સંતરામ મંદિરમાં બપોરના બે વાગ્યાની આસપાસ સમાધિ આપવામાં આવી હતી. ગુરુચરણ દાસજી મહારાજ દેવલોક પામ્યા ના સમાચાર મળતાની સાથે સંતો અને ભક્તો દોડી આવ્યા હતા.
જયારે દરેક ભક્તોના દર્શન કર્યા પછી સમાધિ આપવામાં આવી હતી આ સમાચાર મળતાની સાથે જ અનેક ભક્તો અને સંતોમાં શોકની લાગણી ફેલાઈ હતી. તથા તેમની સમાધિમાં દરેક ભક્ત હાજર રહીને અંતિમ દર્શનનો લાભ લીધો હતો.
કારણ કે સંત ભગવાન જ કહેવાય છે. ગુરુચરણ દાસજી મહારાજને જય મહારાજના નાદ સાથે સમાધિ આપવામાં આવી હતી. ગુરુચરણ દાસજી મહારાજ દેવલોક પામતા હરિભક્તોના માથે આભ તૂટી પડ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો અને દરેક ભક્તો ખુબજ દુઃખી જોવા મળી રહ્યા હતા.