ઉર્વશી રૌતેલાનો જોવા મળ્યો ટ્રેડિશનલ લુક, મહેંદી સમારોહમાં પહેરી 58 લાખની સાડી, તસવીરો પરથી દૂર નહીં થાય નજર

ઉર્વશી રૌતેલાનો જોવા મળ્યો ટ્રેડિશનલ લુક, મહેંદી સમારોહમાં પહેરી 58 લાખની સાડી, તસવીરો પરથી દૂર નહીં થાય નજર

ઉર્વશી રૌતેલા પોતાની ખુબસુરતી માટે હંમેશા સમાચારોમાં રહે છે. આ સાથે સાથે તે બોલિવૂડમાં લૂક, આઉટફિટ્સ, મેકઅપની અને ફોટોશૂટ માટે પણ જાણીતી છે. ઉર્વશી રૌતેલા હંમેશા ફેશનને મહત્વ આપે છે. હાલમાં જ ઉર્વશી રૌતેલા સદીના પ્રખ્યાત મેગાસ્ટાર મનોજ કુમારની પૌત્રી મુસ્કાનના મહેંદી સમારોહમાં જોવા મળી હતી. જ્યાંથી અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

હાલમાં ઉર્વશીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે લાલ રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ તસવીરોમાં ઉર્વશીનો ટ્રેડિશનલ લૂક જોવા મળી રહ્યો છે. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહી છે. ઉર્વશી અભિનેતાથી રાજકારણી બનેલા મનોજ કુમારની પૌત્રી મુસ્કન ગોસ્વામીના લગ્ન પહેલાના સમારોહમાં ભાગ લીધો હતો.

મનોજ કુમારે બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાની અભિનય અને કુશળતાથી દરેકના દિલ પર રાજ કર્યું છે. મેગાસ્ટાર મનોજ કુમારે બોલીવુડમાં ભારત, ક્રાંતિ, પૂરબ અને પશ્ચિમ સહિતની ઘણી મહાન ફિલ્મો આપી છે. હાલમાં જ મનોજ કુમારે તેની પૌત્રી મુસ્કાનના લગ્નના મહેંદી ફંક્શનમાં ઘણા મહેમાનોને આમંત્રણ આપ્યું હતું. જ્યાં ઉર્વશી રૌતેલા પણ પહોંચી હતી.

આ મહેંદી સમારોહમાં ઉર્વશી રૌતેલાએ એક અલગ જ અંદાજ બતાવ્યો હતો. જ્યાં અભિનેત્રી આ ખાસ પ્રસંગે સ્લીવલેસ બ્લાઉઝવાળી પાટોલા લાલ સાડીમાં જોવા મળી હતી. આ સાડી ખરેખર ગુજરાતમાંથી ખાસ મંગાવવામાં આવી હતી. તેણે આ સાડી સાથે ગોલ્ડન નેકપીસ, કડા મંગ અને ટીક્કા પહેરી હતી. જે તેના પર પરફેક્ટ શૂટ થતું હતું. તમને જણાવી દઈએ કે મહેંદી ફંક્શનમાં ઉર્વશી જે સાડી પહેરી હતી. તેની કિંમત 58 લાખ રૂપિયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે આ તસવીરો શેર કરતી વખતે ઉર્વશીએ લખ્યું કે, ‘આ ફક્ત મહેંદી જ નથી, તમારા પ્રેમનો રંગ લાગ્યો છે, હવે આ રંગ જીવનભર ન ગુમાવવો જોઈએ, હું આ માટે પ્રાર્થના કરીશ.’

બીજી તસવીર શેર કરતાં તેણે લખ્યું કે, ‘મહેંદીનો રંગ મારા હાથમાં આવો થઈ ગયો છે, જેવી રીતે તારો પ્રેમ મારા શ્વાસમાં આવી ગયા છે.’  તમને જણાવી દઈએ કે તેના ચાહકો ઉર્વશીની આ તસવીરો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. છેલ્લે, જો આપણે ઉર્વશીના આગામી પ્રોજેક્ટ વિશે વાત કરીએ તો ઉર્વશી રૌતેલા તમિલ ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે.

તેણીની પ્રથમ તમિળ ડેબ્યૂ મોટા બજેટની ‘સઈ ફાઈ’ ફિલ્મ છે. જેમાં તે માઇક્રોબાયોલોજિસ્ટ અને આઈઆઈટીયનની ભૂમિકામાં જોવા મળશે. સાથે સાથે ‘બ્લેક રોઝ’ અને ‘થિરુટુ પાયલ -2’ માં પણ તે આગામી સમયમાં જોવા મળશે. આ સિવાય તે હિન્દી વેબ સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’ ની બાયોપિકમાં છે. તેમાં તે અવિનાશ મિશ્રાની પત્નીની ભૂમિકા નિભાવતી જોવા મળશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *