MBBS ડોક્ટરને ગાયનું છાણ ખાતા જોઈને ચોંકી જશો, શરીર માટે ગણાવ્યું અમૃત સમાન, કહ્યું હું વર્ષોથી..

MBBS ડોક્ટરને ગાયનું છાણ ખાતા જોઈને ચોંકી જશો, શરીર માટે ગણાવ્યું અમૃત સમાન, કહ્યું હું વર્ષોથી..

આપણા દેશમાં ગાયને પવિત્ર માનવામાં આવે છે. ધાર્મિક દૃષ્ટિકોણથી ગાયમાં અનેક દેવી-દેવતાઓ નિવાસ કરે છે. એટલા માટે આપણે ગાયની પૂજા અને સેવા કરવી જોઈએ. જો ધાર્મિક એંગલ દૂર કરવામાં આવે તો પણ ગાયમાંથી મળતું દૂધ અને તેમાંથી બનેલી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. દરેક વ્યક્તિ એ વાત સાથે સહમત છે કે ગાયનું દૂધ આરોગ્યપ્રદ છે. પણ તેના છાણ અને ગૌમૂત્રનું શું?

ઘણા લોકો કહે છે કે ગાયનું છાણ અને ગૌમૂત્ર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કેટલાક તેના વપરાશની ભલામણ પણ કરે છે. જો કે ઘણી વખત સોશિયલ મીડિયા પર આને લઈને ચર્ચા પણ શરૂ થઈ જાય છે. કેટલાક લોકો આ વસ્તુની મજાક ઉડાવે છે. તો કોઈ તેનાથી થતા ફાયદો થવાની વાત સાથે સહમત થતા હોય છે. હવે આ મામલે એક MBBS ડોક્ટરનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. નવાઈની વાત તો એ છે કે ડોક્ટર ગાયના છાણને કેમેરાની સામે ખાઈને પણ બતાવે છે અને તેના ફાયદા જણાવે છે.

MBBS ડૉક્ટરે ગાયનું છાણ ખાવાની સલાહ આપી

જો તમને કોઈ એવું કહે કે તમે ગાયનું છાણ ખાઈ લો તો કદાચ તમે આ વાત સાંભળીને હસવા લાગશો. ગૌમુત્ર નું સેવન કરતા તો આપણે ઘણા લોકોને જોયા હશે પરંતુ ગાયનું છાણ ખાતા હોય તેવા ખુબ જ ઓછા લોકોને જોયા હશે. જો કોઈ આવું કરે છે તો આપણે તેને અંધવિશ્વાસુ બોલીને તેની મજાક ઉડાડતા હોઈએ છીએ. આપણે વિચારીએ છીએ કે તેનામાં મગજ નહીં હોય અથવા તો તે વ્યક્તિ જરૂરથી અભણ હશે. પરંતુ આજે અમે તમને એક એવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવીશું, જેની પાસે એમબીબીએસની ડિગ્રી છે, પરંતુ તેમ છતાં પણ તે લોકોને છાણ ખાવાની સલાહ આપે છે.

ગાયનું છાણ ખાવાના ફાયદા

વાસ્તવમાં આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કરનાલમાં રહેતા MBBS ડોક્ટર મનોજ મિત્તલનો છે. વિડિયોમાં તે એક ગૌશાળાની અંદર ઉભો છે અને ગાયનું છાણ ખાવાના ફાયદા સમજાવે છે. આ દરમિયાન તે દર્શકોને ગાયનું છાણ ખાઈને પણ બતાવે છે.

ગાયના છાણના ફાયદા ગણાવતા તેમણે કહ્યું કે તેમાં વિટામિન B12 હોય છે. તે આપણને રેડિયેશનથી સુરક્ષિત રાખે છે. મોબાઈલ, ફ્રીજ, એસી જેવી વસ્તુઓનો રોજ ઉપયોગ કરવાથી આપણે રેડિયેશનના સંપર્કમાં આવીએ છીએ. આ કિરણોત્સર્ગ તમને કેન્સર થવાનું જોખમ પણ બનાવે છે. તેથી જો તમે ગાયનું છાણ ખાઓ તો આ ખતરો ઓછો થઈ જાય છે.

ડોક્ટર મિત્તલે જણાવ્યું કે તેઓ ઘણા વર્ષોથી જમીન પર સૂઈ રહ્યા છે. તેઓ ક્યારેય પંખા કે એસીનો ઉપયોગ કરતા નથી. તેમનું કહેવું છે કે ગાયના છાણમાં 28 ટકા ઓક્સિજન હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

નોર્મલ ડિલિવરી માટે ખાવું જોઈએ છાણ

ડો.મિત્તલે ગાયનું છાણ ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ગર્ભવતી મહિલાઓએ નોર્મલ ડિલિવરી માટે ગાયના છાણનો રસ પીવો જોઈએ. તેમના મતે ગાયનું છાણ શરીરના અનેક રોગોને મટાડે છે.

તમને જણાવી દઈએ કે ડોક્ટર મિત્તલ કરનાલ ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ છે અને તેમની પોતાની હોસ્પિટલ પણ છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *