OPD થી લઈને લાખો રૂપિયાના ઓપરેશન થાય છે ફ્રિ માં, સામાન્ય વર્ગ માટે આ હોસ્પિટલ છે સ્વર્ગ સમાન,
આપણો દેશ સેવા અને સંસ્કૃતિનો દેશ કહેવામાં આવે છે. પ્રાચીન કાળથી સેવાનું અને દાનનું મહત્વ રહ્યું છે. છેક મહાભારત જેવા પ્રાચીન કાળથી આપણે ત્યાં સેવામાં વખાણાય છે. દાનવીર કર્ણ, રાજા હરિચંદ્ર જેવા રાજાઓથી પ્રાચીન આપણી સંસ્કૃતિમાં દાનનું મહત્વ સમજાવે છે.
આપણા દેશમાં એવી ઘણી સંસ્થાઓ ચાલે છે. મેં મફતમાં ગરીબોની સેવા કરે છે. જે લોકો કે જેમની પાસે જરૂરીયાત કરતા પણ ઓછા પૈસા હોય અને તેમના માથે મુસીબત આવે તો આવા લોકો ભાંગી પડે છે. જેને હાથ ધોવા સિવાય કાય વધતું નથી. ત્યારે આવી સસ્થાઓ આપણે ત્યાં ગરીબોના મસીહા બનીને બેઠી છે.
આવી જ એક ખુબ જ પ્રખ્યાત સંસ્થા ભાવનગરમાં આવેલી છે. આ હોસ્પિટલ ભાવનગર જીલ્લાના ઉમરાળા તાલુકાના ટીબા ગામ આવેલી છે. આ સંસ્થાનું નામ સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ છે. આ હોસ્પિટલ એક સેવા કાર્ય પ્રવૃતિના ભાગ રૂપે ચાલે છે. આ હોસ્પિટલ ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ છે.
તમને જણાવી દઈએ કે, આ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર માટે એકપણ રૂપિયો ખર્ચ કરવાનો નથી, સાથે આ હોસ્પિટલમાં સારવાર લેનાર દર્દીની સાથે આવનાર પરીવારના લોકોને રહેવાની અને જમવાની ઉત્તમ સગવડ આપવામાં આવે છે.
સ્વામી નીર્દોષાનંદ સરસ્વતી આ વિસ્તારમાં નિશુલ્ક સારવાર માટે હોસ્પિટલ બનાવવાનું સ્વપ્ન ધરાવતા હતા. તેથી તેમના શિષ્ય મનુબેન દ્વારા હોસ્પિટલના નિર્માણ માટે જમીન દાનમાં આપવામાં આવી હતી. ત્યારથી આ હોસ્પિટલનું નિર્માણ થયું છે. આ હોસ્પિટલ બનાવવાનો વિચાર 2005 ના રોજ સ્વામી નિર્દોષાનંદજીને શિવરાત્રીના રોગ ઢસા ખાતે આવ્યા ત્યારે આવ્યો હતો.
આ હોસ્પિટલનું નામ નિર્દોષાનંદ સરસ્વતી મહારાજના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ સંત આ વિસ્તારમાં જુદા જુદા આશ્રમમાં વિહાર કરતા અને જુદા જુદા આશ્રમમાં ફરતા હતા. તેમની ભાવના સેવા કરવાની હતી. જેથી આ સંતના આદેશથી આ હોસ્પિટલનો પાયો નંખાયો છે. આજે આ હોસ્પિટલ એટલી પ્રખ્યાત થઇ છે કે ત્યાં દરરોજના 700 થી 800 દર્દીઓને સારવાર આપવામાં આવે છે.
આ રીતે હોસ્પિટલ બનાવીને તેને ટ્રસ્ટને માનવસેવા માટે સોંપવામાં આવી હતી. આ હોસ્પિટલના સંચાલન માટે 8 વ્યક્તિઓનું ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે. તે સમયે આ હોસ્પિટલ બનાવવાનો ખર્ચ 5 કરોડ રૂપિયા થયો હતો. અત્યારે આ હોસ્પિટલમાં સેવાનો લાભ લેવા માટે દેશ ભરમાંથી દર્દીઓ આવે છે. આ હોસ્પિટલના સંચાલન માટે લગભગ દર મહીને 50 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.
આ હોસ્પિટલની નામના દેશમાં મીડિયા અને સોશિયલ મીડિયા દ્વારા તેમજ લોકોના અનુભવને લીધે આખા દેશમાં ફેલાયેલી છે.
આ હોસ્પીટલમાં એક ગૌશાળા પણ બનાવવામાં આવી છે. જે ગૌશાળામાં દેશી ગીર ગાયો રાખવામાં આવે છે અને તે ગૌમાતાનું દૂધ બીમાર દર્દીઓને પીવા માટે આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં સગર્ભા બહેનોને સુખડી તેમજ શીરો પણ આપવામાં આવે છે.
અહીં આવનાર તમામ દર્દીઓને વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં કોઈ કેશ કાઉન્ટર જ નથી. આ હોસ્પિટલમાં નાના, મોટા તદુપરાંત ગંભીર બીમારીઓના મોટા ઓપરેશનો પણ કોઇ પણ પ્રકારની ફી લીધા વિના કરી આપવામાં આવે છે. સાથે દવાઓ અને લેબોરેટરી પણ મફતમાં કરી દેવામાં આવે છે. આ હોસ્પીટલમાં દર્દીઓની તપાસ, નિદાન, સોનોગ્રાફી, એક્સ-રે, કાર્ડિયોગ્રામ, લેબોરેટરી અને તમામ પ્રકારની દવાઓ કોઇ પણ ચાર્જ લીધા વિના તદ્દન નિશુલ્ક આપવામાં આવે છે.
આ હોસ્પિટલમાં પ્રસૂતિ બાદ મહિલાને એક કીટ પણ અપાય છે. જેમાં ચોખ્ખું ઘી, ગોળ અને લોટ તેમજ શીરો કે રાબ બનાવવા માટે ગેસ અને વાસણ પણ હોય છે. આ સિવાય પ્રસુતાને રજા આપતી સમયે શુદ્ધ ઘી ની ઔષધિયુક્ત દોઢ કિલો સુખડીનું બોક્સ પણ આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં પ્રસુતિ વિભાગમાં નોર્મલ ડીલીવરી, સિઝેરિયનનું ઓપરેશન, ગર્ભાશય કોથળીનું ઓપરેશન, સ્ત્રી નસબંધીનું ઓપરેશન, ગર્ભાશયની ગાંઠ અને અંડપીંડની ગાંઠ સહિતના ઓપરેશન સુવિધા અને સેવા આપવામાં આવે છે.
24 કલાક ઈમરજન્સી સારવારમાં અધ્યતન લેબોરેટરી, ફીઝિયોથેરાપી, ફેકો મશીન, લેસર મશીન, નવજાત બાળકો માટે વોર્મર, ડિજિટલ એક્સ-રે, ફિટલ ડોપ્લર, ઓટો રીફેક્ટોમીટર, ડેન્ટલ એક્સ-રે, ટોનીમીટર, કલર ડોપ્લર, ઈકોકાર્ડિયોગ્રામ, TMT (ટ્રેડમિલ ટેસ્ટ), હાર્ટએટેક માટેની થ્રોમ્બોલિસિસ ડીફ્રિબ્રીલેશન, મોનિટરિંગ વગેરેની સુવિધા આપવામાં આવે છે.
આ ઉપરાંત આ નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં પ્રોસ્ટેટ, થાઈરોઈડ, એપેન્ડિક્સ, આંતરડા, મોતિયા, ઝામર, ઓર્થોપેડિક, મણકા, ફેફસા, નાક, કાન, ગળા, સીઝેરિયન, ગર્ભાશયની કોથળી, સારણગાંઠ, એપેન્ડીકસમ થાઈરોઈડ, ગર્ભાશય, સ્તન કેન્સર, નાક-કાન ગળાના ઓપરેશનો તથા સરકમસિઝન સર્જરી વિના મૂલ્યે કરી આપવામાં આવે છે. આ હોસ્પિટલમાં સારવાર સુવિધાઓ ઉપરાંત દર્દીઓને લાવવા-લઈ જવા માટે તદ્દન રાહતદરે એમ્બ્યુલન્સ સેવા પણ પૂરી પાડવામાં આવે છે. તેમજ ઉનાળામાં સમયમાં આજુબાજુના વિસ્તારના લોકોના આરોગ્યના રક્ષણ માટે છાશ કેંદ્ર અને શિયાળામાં ઉકાળા કેન્દ્ર ચલાવવામાં આવે છે.
આ હોસ્પિટલમાં ઈ.એન. ટી. યુરોલોજીસ્ટ, ફીઝીસીયન, રેડિયોલોજીસ્ટચેસ્ટ, પેથોલોજીસ્ટ, ઓર્થોપેડિક, પીડિયાટ્રીક, એનેસ્થેટીક, ઓપ્થાલ્મો, ફિઝીશિયન, આયુર્વેદીક, ઓડિયોમેટ્રી જેવા વિષયના ખ્યાતનામ અને સ્પેશીયાલીસ્ટ ડોક્ટર્સ સેવા આપે છે.
અહેવાલો અનુસાર, આ હોસ્પીટલમાં દરરોજના 1000 થી વધુ OPD થાય છે. દરરોજના 30 થી વધુ લોકોના ઓપરેશનો થાય છે. આ હોસ્પિટલમાં દર મહીને સરેરાશ 75 થી 80 જેટલી પ્રસૂતિ થાય છે. આ હોસ્પિટલમાં જાન્યુઆરી 2011 થી ઓકટોબર 2019 સુધીમાં સવા આઠ વર્ષમાં કુલ 1436378 દર્દીઓની નિદાન સારવાર વિનામૂલ્યે આપવામાં આવી છે.
અહીં બધા જ પ્રકારના 37450 ઓપરેશનો વિનામૂલ્યે કરવામાં આવ્યા છે. આ સાથે અન્ય વિભાગોમાં પણ કુલ 584751 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. 6517 પ્રસૂતિઓ તેમજ 7542 મોતિયા, ઝામર અને વેલના ઓપરેશન કરવામાં આવ્યા છે. આ જગ્યામાં આવેલું ગૃરુકૃપા અન્નક્ષેત્ર કુલ 2102789 ભોજનાર્થીઓનેને વિનામુલ્યે ભોજન આપવામાં આવ્યું છે. આવી વિના મૂલ્યે સેવા આપતી નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલ ખરેખર લોકોને આ બધી જ સેવાઓ આપીને વાસ્તવમાં માનવસેવા કરી રહી છે.
આ હોસ્પિટલમાં 2011 ખીમજીભાઈ દેવાની દર મહીને 5 લાખ રૂપિયા આપે છે. આ હોસ્પીટલમ 13 આજીવન દાતાઓ છે. જે દર મહીને 1 લાખ રૂપિયા આપે છે. આ હોસ્પિટલમાં 31 ઓક્ટોબર 2019 ના રોજ દાતાશ્રી ધનસુખ ભાઈ દેવાણીના ખર્ચે ભોજનાલયનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. જેનો ખર્ચ થયો હતો 4 કરોડ રૂપિયા થયો હતો. જેનો સમગ્ર ખર્ચ ધનસુખભાઈ દેવાણીએ ઉઠાવી લીધો હતો.
આ રીતે સંકટ સમય સહારો બનીને નિરંતર દર્દી દેવો ભવની ભાવના સાથે છેલ્લા એક દાયકાથી આ સ્વામી નિર્દોષાનંદ હોસ્પિટલ વિનામૂલ્યે લોકોની સારવાર કરી રહી છે. આ સાથે તે દર્દીના સંબંધીઓને પણ સહારો આપે છે. અમે આશા રાખીએ કે આ માહિતી અન્ય ગરીબ લોકો સુધી આપ પહોચાડશો કે જેથી નિસહાય થયેલા લોકોને સેવાનો યોગ્ય લાભ મળી શકે.
આ નંબર દ્વારા તમે હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો. (02843) 242444,(02843) 242044, 8758234744