આ વ્યક્તિએ પોતાની રીક્ષાને બદલી નાખી આલીશાન ઘરમાં…આનંદ મહિંદ્રા એ ખુબ કર્યા વખાણ, જુઓ તસવીરો

આ વ્યક્તિએ પોતાની રીક્ષાને બદલી નાખી આલીશાન ઘરમાં…આનંદ મહિંદ્રા એ ખુબ કર્યા વખાણ, જુઓ તસવીરો

ભારતીયો કોઈ પણ સમસ્યા અથવા તો સમસ્યા હલ કરવા માટે નવા નવા જુગાડ શોધવામાં સૌથી આગળ હોવાનું મનાય છે. સમય સમય પર ઘણા ઉદાહરણો પણ જોવા મળે છે. તાજેતરમાં એક વ્યક્તિએ તેના ઓટો રીક્ષાને એક આલીશાન મકાનમાં ફેરવી દીધું છે. આશ્ચર્યજનક વાત એ છે કે, આ ઘરમાં બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ જોયા પછી મહિન્દ્રા અને મહિન્દ્રાના અધ્યક્ષ આનંદ મહિન્દ્રા પણ આ વ્યક્તિની કળાથી ખુબ જ પ્રભાવિત થયા હતા અને તેઓએ તેની સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેનારા આનંદ મહિન્દ્રાએ આ પોસ્ટ શેર કરી છે. જેમાં એક વ્યક્તિએ પોતાનો ઓટો રીક્ષાને આલીશાન ઘરમાં પરિવર્તિત કરી દીધી છે. ચેન્નાઇમાં રહેતા આ વ્યક્તિનું નામ અરુણ પ્રભુ છે અને તેણે પોતાનો ઓટો રીક્ષા એક એવા મકાનમાં પરિવર્તિત કર્યુ છે, જેમાં સામાન્ય ઘર જેવી બધી સુવિધાઓ હોય. આ ઘરમાં ખુબ જ જગ્યા છે. વેન્ટિલેશન પણ આપવામાં આવે છે, તેમાં બારી, દરવાજા, છત અને કપડાં સૂકવવા માટેની પણ સુવિધા ઉપલબ્ધ છે.

આ એક મોબાઇલ ઘર છે. આનંદ મહિન્દ્રાએ શેર કરેલી પોસ્ટમાં જણાવ્યું છે કે આનંદ પ્રભુ નામના આ વ્યક્તિએ માત્ર 1 લાખ રૂપિયાના ખર્ચે આ મકાન બનાવ્યું છે અને આ ઘર ગમે ત્યાં લઈ જઈ શકાય છે.

અરૂણે ઘરની છત પર સોલર પેનલ્સ પણ લાગવી છે અને કેટલીક બેટરી પણ મૂકી છે, જેથી આ મોબાઇલ ઘરમાં વીજળી પહોંચાડી શકાય, તે પણ વીજળીના જોડાણ લીધા વિના. અરુણ દ્વારા બનાવવામાં આવેલા આ મોબાઈલ ઘરમાં તમને સામાન્ય મકાનોમાં ઉપલબ્ધ દરેક સુવિધા મળશે. મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે, આ ઘરમાં પાણી સંગ્રહ કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે. જેથી પાણી પણ પૂરૂ પાડી શકાય.

સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા આનંદ મહિન્દ્રાએ લખ્યું છે કે, અરુણે આ ડેમોસ્ટ્રેશન દ્વારા ઓછી જગ્યામાં પોતાની શક્તિ બતાવી છે. જે કોરોના સમયગાળા પછી મુસાફરી કરવાના શોખીન લોકો માટે એક સારો વલણ સાબિત થઈ શકે છે. આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે, જો અરુણ બોલેરો પીકઅપ ઉપર કંઈક આવું કરી શકે, તો તેમને વધુ ખુશી થશે. આ ઉપરાંત, સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરતાં, તેમણે લોકોને પણ અરુણ સાથે જોડાવાની વાત કરી છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *