કારખાનામાં કામ કરતા વ્યક્તિને નવ લાખના હીરાથી ભરેલી એક બેગ મળી, ચાર જ દિવસમાં આ બેગને પાછી તેમના મૂળ માલિક સુધી પહોંચાડીને ઇમાનદારીનું ઉત્તમ ઉદાહરણ..

આપણી આસપાસ એવા ઘણા લોકો રહે છે જે હંમેશા માટે એકબીજાની મદદ કરતા રહે છે, ઘણા એવા પણ લોકો હોય છે જે પ્રામાણિક અને ઈમાનદાર હોય છે. આવા ઘણા ઇમાનદારીના ઉદાહરણો આપણને જોવા પણ ઘણી વખતે મળતા હોય છે. આજે આપણે એક એવા જ વ્યક્તિ વિષે જાણીએ જે ગરીબ છે અને તે મજૂરી કામ કરીને તેના પરિવારનું ગુજરાન ચલાવે છે તેને જ રસ્તા પરથી એક બેગ મળી હતી અને તેમાં નવ લાખના હીરા હતા.
આ કિસ્સો રાજેશ રાઠોડ નામના વ્યક્તિનો છે, જે સુરતમાં રહે છે અને તેને એક દિવસે રસ્તાની બાજુમાંથી એક હીરાનું પેકેટ મળ્યું હતું. જેમાં નવ લાખની કિંમતના હીરાનું પેકેટ મળ્યું હતું. એ સમયે તેમનો પરિવાર ઘણી આર્થિક સમસ્યામાંથી પસાર થઇ રહ્યો હતો. તેને એક સમયે એવો વિચાર પણ આવી ગયો હતો કે તે તેની બધી જ સમસ્યાઓનું નિરાકરણ લાવી શકશે.
પણ થોડા સમય પછી તેનો વિચાર બદલાયો અને ખાલી ચાર દિવસમાં આ પેકેટને તેના માલિક સુધી પહોચાડ્યું. રાજેશ કતારગામમાં એક હીરાના કંપનીમાં કામ કરે છે અને તેનો પગાર દસ હજાર હતો તેનાથી ઘટીને છ હજાર થઇ ગયો હતો. એ જ વખતે તેને પરિવારનું ગુજરાન ચલાવવા માટે પણ ઘણી મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.
જે વખતે તેને આ બેગ મળ્યું એ વખતે તે બેગની જાણ પોલીસને કરી અને તેનો નંબર પોલીસને આપીને ઘરે આવ્યો હતો. એ વખતે ચાર જ દિવસ તે પેકેટ તેમની પાસે રાખ્યું હતું અને ફોન આવતાની સાથે જ તે પેકેટને સાચા માલિક સુધી પહોચાડ્યું હતું. આ જોઈને માલિક પણ ખુબ જ ખુશ થઇ ગયા હતા અને તેને યોગ્ય બદલો આપ્યો હતો.