રાજલ બારોટની બંને બહેનોના મામેરા આપણા ગુજરાતી ગાયક કલાકારોએ ભર્યા તો રાજલ બારોટ તેમના આંસુ રોકી ના શક્યા અને પોતાના પિતાને યાદ કરીને રડવા લાગ્યા.

જે દીકરીઓના માતા-પિતા તેમને નાનપણમાં જ છોડીને જતા રહ્યા હોય અને આ દીકરીઓને ભાઈ ના હોય તો ઘરની મોટી દીકરી જ તેનાથી નાના ભાઈ-બહેનની માટે પિતા અને માતાની ફરજ બજાવે છે. હાલમાં આવું જ એક ઉદાહરણ રાજલ બારોટે પૂરું પાડ્યું છે. હાલમાં રાજલ બારોટની બંને બહેનોના લગ્ન થયા છે.
આ લગ્નમાં આપણા ગુજરાતી બધા જ કલાકારોએ હાજરી આપી હતી અને ઘણા કલાકારોએ આ દીકરીઓના માં બનીને મામેરું પણ ભર્યું હતું. જેમાં ગમન સાંથલ, રાકેશ બારોટ, જીગ્નેશ કવિરાજ અને બીજા ઘણા જાણીતા કલાકારો પણ હતા તેઓએ DJ ના તાલે નાચતા નાચતા આવીને બંને દીકરીઓના મામેરા ભર્યા હતા અને આ જોઈને રાજલ બારોટની આંખમાં આંસુ આવું ગયા હતા.
રાજલ બારોટે તેમની બંને બહેનોના લગ્ન કરાવ્યા હતા અને તેમાં નવાઈની અને હ્રદયને કંપાવી દે તેવી વાત તો એ છે કે તેમની બંને બહેનોના કન્યાદાન કરીને રાજલ બારોટે પિતાની ફરજ નિભાવી હતી તો તેમની બંને બહેનો ત્યાં જ રડવા લાગી હતી.
તે સમયે ત્યાં હાજર બધા જ લોકોની આંખો ભીની હતી કેમ કે, એક દીકરી હોવા છતાં, તેની બંને બહેનોને નાનપણથી લઈને પરણાવીને કન્યાદાન કરીને સાસરે વરાવવા સુધીની જવાબદારી નિભાવીને બહેનોને માતા-પિતાની ખોટ નથી પડવા દીધી. આજે રાજલ બારોટ હવે એકલા થઇ ગયા તેમની બંને બહેનો પરણીને તેમના સાસરે ગઈ અને તેઓ એકલા પડી ગયા છે. તેઓએ બંને બહેનોને ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા સાસરે વિદાય આપી હતી.