ફેંકી દેવામાં આવતા કાપડને એકત્ર કરીને આ મહિલા ગરીબ બાળકો માટે કપડા બનાવે છે અને આ કપડા તે આખા દેશમાં ગરીબ બાળકોને મોકલાવે છે

ઘણા એવા બાળકો છે કે જેમને ગરીબીના લીધે પહેરવા માટે પૂરતા કપડાં મળતા ન હોય, નાતો ખાવા માટે પૂરતું જમવાનું મળતું હોય, પણ ઘણા એવા લોકો પણ હોય છે કે જે પૈસા કરતા સમાજ સેવાને વધારે પ્રાધાન્ય આપે છે. આજે અમે તમને જે મહિલા વિષે જાણવાના છીએ જે ગરીબ લોકોને પહેરવા માટે કપડાં આપે છે. કપડાંની શું અહેમિયત છે. એ એવા જ લોકો જાણી શકે કે જેમની પાસે પહેરવા માટે કપડાં હોતા નથી.
ઋતુ સિંહ પોતાનું એક બુટિક ચલાવે છે અને બુટિકમાં સીવવામાં આવતા કપડાં પછી જે કાપડ વધતું હતું. તેને ફેંકી દેવામાં આવતું હતું. ઋતુના બુટિકમાં પણ મોટા પ્રમાણમાં કાપડ વધુતું હતું અને તેને ફેંકી દેવામાં આવતું હતું. ઋતુ એક દિવસ પોતાના ઘરે જઈ રહી હતી.
એ સમયે ઋતુએ જોયું કે ત્રણ બાળકો પણ તેમની પાસે પૂરતા પ્રમાણમાં કપડાં પણ નહતા. તેમની સ્થિતિ જોઈને ઋતુને ખુબ જ દયા આવી ગઈ અને તેને આ બાળકોને મદદ કરવાનું નક્કી કરી લીધું અને તેને બીજા દિવસે પોતાના બુટિકમાં વધતા કાપડમાંથી ગરીબ બાળકો માટે કપડાં બનાવવા લાગી અને તમને અલગ અલગ જગ્યાએ વેચીને ગરીબ બાળકોમાં ખુશીઓ વહેંચતી થઇ.
આજે ઋતુ ઘણા અનાથ આશ્રમમાં જઈને પણ કપડાં વેચે છે. જેનાથી ગરીબ અને નિરાધાર બાળકોને પહેરવા માટે કપડાં મળી રહે. આજે દરેક લોકો ઋતુના આ કામની ખુબ જ પ્રશંશા કરી રહ્યા છે. ઋતુ બીજા બુટિકોના વધતા કપડાંને પણ એકત્ર કરીને ગરીબ બાળકો માટે કપડાં સીવે છે.