મળો વડોદરાની મહારાણી રાધિકા રાજે ને, સામાન્ય માણસની જેમ બસમાં કરતી હતી મુસાફરી અને નોકરી

જયારે રજવાડું હતું ત્યારે વાંકાનેરના રાજવી પરિવારની રાધિકા રાજે બરોડાના મહારાજા સાથે લગ્ન કર્યા હતા. રાધિકા રાજેના પિતા વાંકાનેરના રાજકુમાર ડોક્ટર રણજીતસિંહ હતા. રણજીતસિંહ જી આ રાજવી પરિવારના પહેલા વ્યક્તિ હતા જેમણે રાજવી પરિવારનો ખિતાબ છોડ્યો અને આઈએએસ અધિકારી બન્યા. રાધિકા રાજે કહ્યું, ‘1984 માં જ્યારે ભોપાલ ગેસ લીક થયો ત્યારે મારા પિતા ત્યાં કમિશનર હતા. તે સમયે હું 6 વર્ષની હતી. મારા પિતા નિર્ભયતાથી તેની ફરજ બજાવી રહ્યા હતા. તે રાતે મને ખબર પડી કે તમે આંગળી ઉપાડ્યા વિના વસ્તુઓ બરાબર થાય તેવી અપેક્ષા કરી શકતા નથી. આ ઘટના પછી, રાધિકા રાજે પરિવારજનો દિલ્હી રહેવા ગયા. મહારાણી રાધિકા રાજે તેમના જીવનને ખૂબ જ સરળ કહે છે. તે કહે છે, ‘હું ડીટીસી બસમાં સ્કૂલમાં ગઈ હતી અને મારી માતા તેમના બાળકોને આત્મનિર્ભર બનાવવા માંગતી હતી.’
તેણીએ કહ્યું કે, ‘અમે ખૂબ જ સરળ જીવન જીવતા હતા, જ્યારે હું ઉનાળાની રજામાં વાંકાનેર જતા ત્યારે મને ત્યાંના લોકો તરફથી મળેલ માન ખૂબ પસંદ હતું. તે શરૂઆતથી જ પોતાના પગ પર ઉભા રહેવા માંગતી હતી. ઇતિહાસમાં સ્નાતક થયા પછી તેને નોકરી મળી.
હકીકતમાં 20 વર્ષની ઉંમરે તેમને ઇન્ડિયન એક્સપ્રેસમાં લેખકની નોકરી મળી. આ સાથે તેણે માસ્ટર ડિગ્રી પણ કરી હતી. તે તેના પરિવારની પહેલી મહિલા હતી જે નોકરી માટે બહાર ગઈ હતી. તેના મોટાભાગના પિતરાઇ ભાઇઓએ 21 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા.
રાધિકા રાજે ત્રણ વર્ષ સુધી પત્રકાર તરીકે કામ કર્યું. આ પછી તેના માતાપિતાએ તેના માટે એક વર શોધી કાઢ્યો. રાધિકા રાજે કહે છે, ‘બરોડાના રાજકુમાર સમરજીત ના વિચારો બાકીના લોકોથી જુદા હતા. જ્યારે મેં તેને કહ્યું કે મારે આગળ ભણવું છે, ત્યારે તેણે મને આગળ ભણવા માટે પ્રોત્સાહન આપ્યું.’
રાધિકા રાજે કહ્યું કે લગ્ન કર્યા પછી અને બરોડાના લક્ષ્મીવિલાસ પેલેસ ગયા પછી તેમને તેમની સાચી ઓળખ મળી. ‘ બરોડા મહેલની દિવાલો પર રાજા રવિ વર્માનાં ચિત્રો હતા. મેં વિચાર્યું કે આ પેઇન્ટિંગ્સ દ્વારા પ્રેરિત જૂની વણાટની તકનીકોને ફરીથી નવી કરીએ. આ રીતે, હું સ્થાનિક વણકરને પણ મજબૂત બનાવી શકું. મેં મારી સાસુ-સસરા સાથે મળી કામ શરૂ કર્યું હતું જે ખૂબ જ સફળ રહ્યું હતું. મુંબઈમાં અમારું પહેલું પ્રદર્શન વેચાણ થઈ ગયું.’
તમને જણાવી દઈએ કે લોકડાઉન સમયે રાણી રાધિકા રાજે પણ એવા કારીગરોને મદદ કરી હતી જેમની કમાણીનું સાધન ખોવાયું હતું. તેણે કહ્યું હતું કે ‘મારી બહેન અને મેં ગામડાં જોયા અને સોશિયલ મીડિયા પર તેમની હાલત વિશે જણાવવાનું શરૂ કર્યું. આ પછી મોટી સંખ્યામાં લોકોએ મદદની ઓફર કરી. થોડા મહિનામાં અમે 700 થી વધુ પરિવારોને મદદ કરી શક્યા.’
તે જ સમયે રાધિકા રાજે છલ્લે કહ્યું, ‘કેટલીકવાર લોકો પોતાને માને છે કે રાણી હોવાનો અર્થ માત્ર તાજ પહેરવાનો છે. પરંતુ વાસ્તવિકતા આ ગ્લેમરથી ઘણી દૂર છે. મેં પરંપરાગત રૂઢિઓ તોડી અને મારી પોતાની મર્યાદા નક્કી કરી. લોકોએ મારી પાસેથી અપેક્ષા ન રાખી તે મેં કર્યું. મેં મારી દીકરીઓને આ વારસો આપ્યો છે કે જેથી તેઓ તેમની રીતે તેમની જિંદગી જીવી શકે અને કોઈ પણ બાબતે અફસોસ ન કરે.