ડોક્ટર ની એક ભૂલ અને ચાલ્યો ગયો ત્રણ વર્ષના લાડલા બાળકનો જીવ, માતા ના હૈયાફાટ રુદન થી ગુંજી ઊઠી હોસ્પિટલ..
સાડા ત્રણ વર્ષના બાળક નું ચુંબક ગળી જવાના કારણે મોત નીપજ્યું હતું. બાળક રમતી વખતે આકસ્મિક રીતે ચુંબક ગલી ગયો હતો. જે બાદ બાળકના પરિવારના લોકો તેને હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ ડોક્ટરોની બેદરકારીને લીધે બાળકનો જીવ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ ચુંબક છેલ્લા 11 દિવસ થી બાળકના પેટમાં પડેલું હતું. આ કિસ્સો મધ્યપ્રદેશના ઇન્દોર નો છે.

અહેવાલો અનુસાર, ઈન્દોરના સિલિકોન સિટીમાં આ બાળક રહેતો હતો. અહીં રહેતા સુનીલ તિવારીનો ત્રણ વર્ષનો દીકરો કબીર 30 જુલાઈએ રમતી વખતે આકસ્મિક રીતે ચુંબક ગળી ગયો હતો. જ્યારે પરિવારના સભ્યોને આના વિશે ખબર પડી ત્યારે તેઓ ખુબ પરેશાન થઈ ગયા. જલ્દી પરિવારના સભ્યો બાળકને હોસ્પિટલ લઈ ગયા. જ્યાં બાળકનો એક્સ-રે કરવામાં આવ્યો હતો.

એક્સ-રે માં બાળકના પેટમાં ચુંબક દેખાયું હતું. ત્યારબાદ ઘરના લોકો બાળકને તેના પેટમાંથી ચુંબક કાઢવા માટે અરિહંત હોસ્પિટલ લઈ ગયા હતા. હોસ્પિટલ મેનેજમેન્ટે એન્ડોસ્કોપીમાંથી મેગ્નેટ કાઢવાનું કહ્યું. પરંતુ તે દિવસે એનેસ્થેસિયાના નિષ્ણાતના અભાવે તેને બીજા દિવસે આવવાનું કહેવામાં આવ્યું હતું. જયારે બીજા દિવસે જ્યારે બાળકના પેટમાંથી ચુંબક કાઢવા લાગ્યા ત્યારે બાળકનું મૃત્યુ થયું.


કબીરના પિતા સુનીલ તિવારીએ જણાવ્યું કે ચુંબક ગળી ગયા પછી કબીરને ઉધરસ અને તાવ આવ્યો હતો. તો ડોક્ટરોએ કહ્યું કે જયારે સારું થઈ જશે પછી તેના શરીરમાંથી ચુંબક દૂર કરવામાં આવશે. આ પછી, મંગળવાર બાળકની એન્ડોસ્કોપી કરવામાં આવી અને તે પછી તેને બેભાન કરવા માટે એનેસ્થેસિયા આપવામાં આવ્યું.

ડોક્ટરોએ બાળકના પેટમાંથી એક ચુંબક પણ બતાવ્યું અને કહ્યું કે બાળક અડધા કલાકમાં ચેતના પાછી મેળવી લેશે. પરંતુ લગભગ અઢી કલાક બાદ ડોક્ટરોએ જણાવ્યું કે બાળકનું મોત થયું છે. પરિવારે આરોપ લગાવ્યો કે બાળકનું મોત એનેસ્થેસિયાના ઓવરડોઝને કારણે થયું છે. પરિવાર માટે આ સમગ્ર ઘટના માટે હોસ્પિટલ મેનેજમેન્ટ અને ડો.સોનલ નિવસરકર જવાબદાર ગણાવ્યા છે.

તે જ સમયે, બાળકના મૃત્યુ પછી પરિવારના સભ્યોએ તરત જ પોલીસને બોલાવી હતી. જે બાદ પોલીસે હોસ્પિટલ આવીને આ મામલાની તપાસ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે પરિવારના સભ્યોએ હોસ્પિટલ મેનેજમેન્ટ વિરુદ્ધ ચંદનનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

આ પછી બાળકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે MY હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. MY હોસ્પિટલમાં નિષ્ણાત ટીમના અભાવે બાળકનું પોસ્ટમોર્ટમ મંગળવારે કરવામાં આવશે અને રિપોર્ટ આવ્યા પછી પોલીસ આગળની કાર્યવાહી કરશે.