196 વર્ષ જૂની ભગવાન સ્વામિનારાયણની પાઘડી આ ભક્તના ઘરે છે, જેના દર્શન કરવા માટે લાગે છે લાંબી લાઈનો, પાઘડીના દર્શન કરવાથી ભક્તની દરેક મનોકામના થાય છે પુરી

સુરતમાં ભગવાન સ્વામિનારાયણે પહેરેલી પાઘડી ભક્તોના દર્શન કરવા માટે ખુલ્લી મુકવામાં આવી છે. જેના કારણે ભગવાનની પાઘડીના દર્શન કરવા માટે લાંબી લાઈનો જોવા મળી હતી. 1881 માં સુરત આવેલા સ્વામિનારાયણ ભગવાનને તે વખતે પારસી પરિવારને પોતાની પાઘડી અને શ્રીફળ આપ્યા હતા જે આજે પણ તેના ઘરે હાજર છે. તે પરિવાર તેનું જીવની જેમ જતન કરે છે.
જેમાં પાઘડી માટે અલગ રૂમ પણ બનાવામાં આવી છે અને લાકડાની પેટીમાં પાઘડીને નુકશાન ન પહોંચે તેરીતે સાચવામાં આવે છે. તે પરિવાર દર વર્ષે ભાઈ બીજના દિવસે પાઘડીના દર્શન કરવામાં માટે મૂકે છે.
ગયા વર્ષે કોરોના મહામારીના લીધે પાઘડીના દર્શન બંધ રાખવામાં આવ્યા હતા .આ પાઘડી ખરીદવા માટે દેશ અને વિદેશથી આવતા પરિવાર બ્લેન્ક ચેકની ઓફર પણ આવે છે. પરંતુ પારસી પરિવાર ભગવાનનું માથું તેમની જોડે હોવાથી તે પાઘડી કોઈને આપતા નથી અને લોકોને પ્રેમથી પાઘડીના દર્શન કરાવે છે.
તે પાઘડી 196 વર્ષ જૂની છે જે પાધડીનું મહત્વ છે તેનું અનેરું મહત્વ છે. આજે પારસી પરિવારમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરતા હોય છે. ભક્તોનું નવું વર્ષ સારું જાય તે માટે ભગવાનને પ્રાર્થના પણ કરે છે.
તે પાઘડી ભગવાન પહેરતા હતા જેને લઈને તે પાઘડીનું ખુબજ મહત્વ રહેલું છે. લોકો તેવું પણ કહી રહ્યા હતા કે આ પરિવારમાં ભગવાને એ એવું તો શું જોયું છે કે તેમને પાઘડી આપી દીધી તેને લઈને ખુબજ ચર્ચા થઈ રહી છે.