જાણી લો સ્વાદિષ્ટ લીલી કોથમીર-નાળિયેરની ચટણી બનાવવાની રીતે

ચટણી એક એવી વાનગી છે. જે ખોરાક નો સ્વાદને વધારે છે. મોટાભાગની ચટણી લીલા ધાણાથી બનાવવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું લીલી ધાણા અને નાળિયેરની ચટણી જે દક્ષિણ ભારતીય વાનગીઓનો એક ભાગ છે અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોઈ છે.
સામગ્રી
- 2 કપ ધાણા ના પાન
- 1 કપ નાળિયેર (બારીક કટીંગ કરેલું)
- 2 લીલા મરચા
- 1/2 ઇંચ આદુ (કટીંગ કરેલું)
- 2 ચમચી શેકેલી ચણાની દાળ
- 1 ચમચી લીંબુનો રસ
- 1 ચમચી ખાંડ
- 1/2 ચમચી રાઈ
- 3/4 ચમચી અડદની દાળ
- 8-10 કરી પાંદડા
- 1 ચપટી હિંગ
- સ્વાદ પ્રમાણે મીઠું
- તેલ જરૂર પ્રમાણે
બનાવવાની રીત
- સૌથી પહેલા, મિક્સર માં લીલા ધાણા, નાળિયેર, ચણાની દાળ, આદુ, લીલા મરચા, ખાંડ, લીંબુનો રસ, મીઠું અને 1/2 કપ પાણી ઉમેરીને પેસ્ટ બનાવો.
- ચટણી ને વાસણમાં કાઢી લો.
- એક કડાઈમાં તેલ મધ્યમ તાપ પર ગરમ કરો.
- તેમાં અડદની દાળ, રાઈ, મીઠા લીમડાના પાન અને હિંગ નાંખો અને તેને થોડું ફ્રાય કરો.
- ટેમ્પરિંગ શેક્યા પછી તેને ચટણીની ઉપર પર નાખો.
- તમારી કોથમીર-નાળિયેરની ચટણી તૈયાર છે.
- તેને તમી ડોસા, ઇડલી વગેરે સાથે પીરસો શકો છો.