જો તમારી પાસે સમય ઓછો છે તો ઝટપટ બનાવી લો સ્વાદિષ્ટ ‘લેમન રાઈસ’

જો તમારી પાસે સમય ઓછો છે તો ઝટપટ બનાવી લો સ્વાદિષ્ટ ‘લેમન રાઈસ’

ભાત પસંદ કરતા લોકો તેની અલગ અલગ વેરાયટી ખાવા માંગે છે. આવી સ્થિતિમાં લીંબુ રાઈસ અજમાવી શકાય. જાણો લેમન રાઈસ બનાવવાની સરળ રીત

સામગ્રી

  • 300 ગ્રામ ચોખા
  • 1/2 કપ મગફળી ના દાણા
  • બે આખા લાલ મરચા સુકાઈ ગયેલા
  • 1 ચમચી સફેદ અડદ ની દાળ
  • 1 ચમચી સરસવ ના દાણા
  • 1 ચમચી ચણાની દાળ
  • 1/2 ચમચી હળદર પાવડર
  • અડધી નાની ચમચી મેથીના દાણા
  • 3 ચમચી લીંબુનો રસ
  • 1 ચપટી હિંગ
  • 10-12 કરી પાંદડા
  • 1 ચમચી ટોપરા નું છીણ
  • 1 ચમચી કાજુ
  • એક ચમચી તેલ
  • થોડાક બારીક કાપેલા ધાણા
  • સ્વાદ માટે મીઠું

ri1

લેમન રાઈસ બનાવવાની રીત

  1. સૌથી પહેલા ચોખાને સારી રીતે ધોઈ લો અને 20 મિનિટ સુધી પાણી માં પલાળી રાખો.
  2. પાણી અને ચોખામાં મીઠું નાંખો અને તેને ઉકાળો. જ્યારે ચોખા બફાય જાય ત્યારે બાકીનું પાણી કાઢી નાખો.
  3. એક કડાઈમાં તેલ ગરમ કરો અને એક ચપટી હિંગ નાખો.
  4. હવે તેમાં લાલ મરચું, અડદની દાળ, ચણાની દાળ અને મેથી નાંખો. દાળ હળવા બ્રાઉન થાય ત્યાં સુધી બધા ઘટકોને મિક્સ કરો.
  5. તેમાં મગફળી ના દાણા અને સરસવ નાંખો. થોડી વાર પછી કરી ના પાન નાખો. તેમને લગભગ અડધા મિનિટ માટે ફ્રાય કરો.
  6. હવે આ સામગ્રીમાં બાફેલા ચોખા, મીઠું, લીંબુનો રસ અને હળદર પાવડર, કાજુ અને ધાણાના પાંદડા નાખીને સારી રીતે હલાવો.
  7. તમારા લેમન રાઈસ તૈયાર છે.
  8. હવે તેના ઉપર ટોપરા નું છીણ નાખો અને અને ગરમા ગરમ પીરસો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *