જાણી લો પંજાબની પ્રખ્યાત દહીં ની લસ્સી બનાવવાની રીત

લસ્સી એ એક નરમ આરોગ્યપ્રદ પીણું છે. જે પંજાબમાં પ્રખ્યાત દહીં અને દૂધની મલાઈમાંથી બનાવવામાં આવે છે. શિયાળામાં ચા ના બદલે કોઈ પણ મહેમાનને આવકારવા માટે દહીંની સ્વદેશી લસ્સી ચોક્કસપણે આપી શકાઈ છે.
સામગ્રી
- 2 કપ દહીં
- ½ કપ ઠંડુ દૂધ
- દૂધ ની મલાઈ અથવા 2 થી 3 ચમચી ક્રીમ
- ખાંડ સ્વાદ પ્રમાણે
- બરફ ના ટુકડા
- લીલી એલચી
- પિસ્તા (નાના ટુકડા કરેલા)
દહીંની લસ્સી બનાવવાની સરળ રીત
સૌથી પહેલા બ્લેન્ડરમાં બે કપ દહીં નાખો. હવે આપણે અડધા ગ્લાસથી થોડું ઓછું પાણી લઈશું અને તેને દહીં સાથે બ્લેન્ડરમાં અંદર નાખશુ.
ત્યાર બાદ, અડધો ગ્લાસ દૂધ લો અને તેને પણ બ્લેન્ડરમાં દહીં અને પાણી સાથે મિક્સ કરો. હવે આપણે બ્લેન્ડરની મદદથી બધી વસ્તુ ને સારી રીતે મિશ્રણ કરીશું.
તમારી દહીંની લસ્સી તૈયાર છે. હવે આ લસ્સીને ગ્લાસ માં નાખશુ.
જો તમે ઈચ્છો છો, તો લસ્સી ને ઠંડી કરવા ફ્રિજમાં રાખો, અથવા બરફના ટુકડા ઉમેરીને તેને ઠંડી કરો. તેને સફેદ ઈલાયચી અને પિસ્તાના ટુકડાથી સુશોભન કરો.