ધરમપુરમાં રહેતી નિમિષા ના લગ્નના બે વર્ષમાં જ પતિનું નિધન થયું, ગર્ભવતી મહિલા દુ:ખના ડુંગર વચ્ચે પોલીસ કોન્સ્ટેબલ બની..

ધરમપુરમાં રહેતી નિમિષા ના લગ્નના બે વર્ષમાં જ પતિનું નિધન થયું, ગર્ભવતી મહિલા દુ:ખના ડુંગર વચ્ચે પોલીસ કોન્સ્ટેબલ બની..

ધરમપુરમાં ખટાણાં ગામમાં રહેતા વિનુભાઇ પટેલ મજુરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. વિનુભાઇને સંતાનમાં એક દીકરી નિમિષા અને દીકરો હતો. પિતાએ મજુરી કામ કરીને બંને સંતાનને પોતાની યથાશક્તિ મુજબ ભણાવવાનો પ્રયાસ કર્યો હતો.

ગામડાંની અન્ય બાળકોની જેમ નિમિષા પણ સ્વભાવે ખુબ શાંત અને શરમાળ પ્રકૃતિની હતી. જોકે, નિમિષા પહેલેથી જ ભણવામાં ખૂબ જ હોશિંયાર હતી. આથી બારમાં ધોરણમાં સારા ટકા મેળવીને શિક્ષકની નોકરી આસાનીથી મળી રહેશે એ આશાથી પીટીસી કોલેજમાં પ્રવેશ મેળવીને 2 વર્ષનો અભ્યાસ પૂર્ણ કર્યો.

માહિતી અનુસાર, નિમિષા પટેલ હાલમાં કપરાડા તાલુકાના નાનાપોંઢા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલની ફરજ બજાવી રહી છે. કેવા સંજોગમાં તે કોન્સ્ટેબલ બની એ જાણ‌વા જેવું છે. મજૂરી કામ કરતા પિતાની દીકરી નિમિષાએ પીટીસીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. 22 વર્ષની વયે બેન્કમાં નોકરી કરતા અજય સાથે તેના લગ્ન થયાં હતાં. લગ્નના બે વર્ષ બાદ નિમિષા સગર્ભા હતી ત્યારે જ બીમારીના કારણે તેના પતિનું અવસાન થયું હતું.

પતિના મૃત્યું બાદ સાસરીવાળા અને કુટુંબના લોકોએ મહેણાટોણા મારીને ત્રાસ આપવાનું શરૂ કર્યું. તે લોકોના ત્રાસથી કંટાળીને નિમિષા પિતાના ઘરે પરત આવી ગઈ. અહીં પુત્રના ઉછેરની સાથે કોલેજનો અભ્યાસ પૂરો કરીને પોલીસમાં ભરતી થવાનો નિર્ણય લીધો. કોલેજના છેલ્લા વર્ષમાં તે સારા ટકાવારી સાથે પાસ પણ થઇ ગઇ.

ગુજરાત સરકારમાં પોલીસ વિભાગમાં ભરતીની જાહેરાત આવતા તેમા એપ્લાય કર્યુ. લેખિત પરીક્ષા સારા માર્ક સાથે પાસ કર્યા બાદ ફિઝિકલી ટેસ્ટમાં પણ સારો દેખાવ કરીને તે પોલીસ વિભાગમાં પસંદગી પામી. નિમિષા કહે છે કે ઈરાદા મક્કમ હોય તો અવરોધો ટકી શકતા નથી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *