શાકભાજી વેચતા ફેરિયાએ આ દીકરીને એક કચરાના ડબ્બા માથી ઉપાડીને મોટી કરી, 26 વર્ષ પછી દીકરી આ રીતે ચુકવી રહી છે અહેસાન..

શાકભાજી વેચતા ફેરિયાએ આ દીકરીને એક કચરાના ડબ્બા માથી ઉપાડીને મોટી કરી, 26 વર્ષ પછી દીકરી આ રીતે ચુકવી રહી છે અહેસાન..

ક્યારે કોઈ વ્યક્તિનું જીવન વળાંક લેવાનું શરૂ કરે આ વાતનો અંદાજો કોઈ પણ વ્યક્તિ લગાવી શકતો નથી. કેટલીક વાર જીવનમાં મુસીબતો આવે છે. તો ક્યારેક તે જ જીવન હવામાં ઉછાળવાનું શરૂ કરે છે કે વ્યક્તિને કંઈ પણ ખબર હોતી નથી. આજના સમયમાં માણસ બીજા માણસોની મદદ કરવા માટે પણ આગળ આવતો નથી.

જ્યારે પણ કોઈ વ્યક્તિને કોઈની જરૂર પડે છે. ત્યારે તે વ્યક્તિ તે સમયે પોતાના પગ પાછળ ખેંચે છે. પરંતુ આજે અમે તમને એક એવી સત્ય ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં એક ફેરિયાએ કચરાના ઢગલા પર પડેલા નાના માસુમ બાળકીને દત્તક લીધું અને પાછળથી આ છોકરીએ આ રીતે તેમનો ઋણ ચૂકવ્યો. તો ચાલો તમને આ ઘટના વિશે વિગતવાર જણાવીએ.

આ ઘટના આસામની છે. આસામમાં રહેતા સોબરન પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે શાકભાજીની લારી ચલાવતો હતો. એક દિવસ જ્યારે સોબરન શાકભાજીની લારી લઇને શેરીઓમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે તેણે ઝાડ પાસે એક બાળકીનો રડવાનો અવાજ સંભળાવ્યો. જ્યારે છોકરીનો રડવાનો અવાજ સાંભળીને સોબરાન ઝાડી પાસે જોયું, ત્યારે તેને કચરાના ઢગલામાં એક નાની બાળકી પડેલી જોઈ.

તે છોકરીને જોયા પછી સોબરાને તે બાળકીને તેના ખોળામાં લઇ લીધી. જયારે સોબરાને તે બાળકીને તેના ખોળામાં લીઘી તે સમયે સોબરાન 30 વર્ષનો હતો અને તેના લગ્ન પણ થયા ન હતા. પરણ્યા ન હોવા છતાં તે સંતાન મેળવીને તે ખૂબ જ ખુશ હતો. બાળકીને દત્તક લેતી વખતે સોબરાને જીવનમાં ક્યારેય લગ્ન ન કરવાનું નક્કી કર્યું હતું.

બાળકને દત્તક લીધા પછી સોબરાને તે બાળકીને ઉછેરી ને મોટી કરી. આ સાથે તેણે તે છોકરીનું નામ જ્યોતિ રાખ્યું. બાળકીની સારી સંભાળ રાખવા ઉપરાંત સોબરાને તે છોકરીનું શિક્ષણને લઈને કોઈ કસર છોડી નહીં. સારું શિક્ષણ આપવામાં આવતાં સોબરાન ની પુત્રી જ્યોતિએ તેના પિતાને કદી નિરાશ થવા દીધાં નહીં.

સોબરનની દીકરી જ્યોતિએ વર્ષ 2013 માં કમ્પ્યુટર સાયન્સમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું. અભ્યાસ પૂરો કર્યા પછી જ્યોતિએ તે જ વર્ષે આસામ જાહેર સેવા આયોગની પરીક્ષા પણ પાસ કરી લીધી. પરીક્ષામાં સફળ થયા પછી જ્યોતિએ સહાયક કમિશનરની પોસ્ટ પર તેની પ્રથમ પોસ્ટિંગ મેળવી.

જ્યોતિ દ્વારા પ્રાપ્ત સફળતા જોયા પછી સોબરન આજે કહે છે કે, તેણે આજથી 26 વર્ષ પહેલાં કચરાના ઢગલામાંથી એક હીરાને ઉપાડ્યો હતો. જે આજે તેના માટે વૃદ્ધાવસ્થાની લાકડી બની ગઈ છે. આજે જ્યોતિ તેના પિતા સોબરન સાથે રહે છે અને તેની દરેક ઈચ્છા પૂરી કરે છે. પોતાની દીકરીની સફળતા જોઈને સોબરન આજે ખૂબ જ ખુશ દેખાય છે. આ સાથે તે પોતાની જાતને ખૂબ ભાગ્યશાળી પણ માને છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *