એક સમયે ઘરમાં ખાવાના ન હતા પૈસા, પછી આ રીતે ચમકી ભારતી સિંહની કિસ્મત, જાણો તેમના ફર્શથી અર્શ સુધી પહોંચવાની કહાની..

એક સમયે ઘરમાં ખાવાના ન હતા પૈસા, પછી આ રીતે ચમકી ભારતી સિંહની કિસ્મત, જાણો તેમના ફર્શથી અર્શ સુધી પહોંચવાની કહાની..

હાલમાં ભારતી સિંહ ગ્લેમરની દુનિયામાં કોમેડી ક્વીન તરીકે જાણીતી બની છે. ભારતીની સ્મિત અને કોસ્ટાર સાથેની કોમેડી, નોક જોક, દરેક વસ્તુના ચાહકો દીવાના છે. ટીવી શો હોસ્ટ કરવોહોય  કે કોમેડી શોનો હિસ્સો બનવું હોય ભારતી દરેકની પસંદ બની છે. ભારતી પાસે આજે લાખો ચાહકો છે. પરંતુ શું તમે જાણો છો કે અહીં પહોંચવા માટે તેમને હજારો મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.

ભારતીએ જ્યારે કોમેડીમાં પોતાની કારકિર્દી બનાવવાનું વિચાર્યું ત્યારે તેના પરિવાર પાસે કંઈ જ નહોતું. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે તેના પરિવાર પાસે બે વખત જમવા માટે રોટલા પણ નહોતા. પરંતુ તેના જીવનના એક પ્રસંગે તેમની દુનિયા બદલી નાખી.

આ પ્રસંગ ધ ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જનો હતો. જે ટીવીનો સૌથી અલગ શો હતો. આ શોએ ભારતીને નવી ઓળખ આપી અને તેના પરિવારની ખુશી પણ પરત આવી. અગાઉ તે ખૂબ જ ઉદાસીભર્યું જીવન જીવી રહી હતી. જેને યાદ કરતા આજે પણ ભારતીની આંખો નમ થાય છે.

આ શો પ્રેક્ષકોને એટલો પસંદ આવ્યો કે, સમય જતા ભારતીની લોકપ્રિયતા વધતી જ ગઈ. ત્યાર બાદ તેને કોમેડી સર્કસમાં કામ કરવાની તક મળી. ભારતીએ આ તકનો પૂરો લાભ લીધો.

આ પછી તે પરિવાર સાથે મુંબઇ આવી ગઈ અને એક પછી એક શો જોડાવા લાગી. દુનિયા તેના પંચ પર હસી પડી અને તેને હાસ્ય રાણીનો તાજ મળ્યો. આજે ભારતી દરેક જગ્યાએ નાના પડદે પ્રભુત્વ ધરાવે છે. તે રિયાલિટી શો હોસ્ટ કરે છે.ઘણા કોમેડી શોનો એક ભાગ છે. આ ઉપરાંત તે ફિલ્મોમાં પણ દેખાઇ છે.

તમને જાણીને ખુશી થશે કે ભારતી, જે એક સમયે આખા પરિવાર સાથે એક રૂમમાં રહેતી હતી. તે આજે કરોડો રૂપિયાના મકાનની માલકિન છે. આટલું જ નહીં ભારતી પાસે ઘણાં મોંઘા વાહનો પણ છે. પરંતુ સફળતાની ઉચાઈએ પહોંચ્યા બાદ પણ ભારતી તેના જૂના સમયને ક્યારેય ભૂલી નથી. આજે ભલે તે અર્શ પર બેઠી હોય છતાં તેના પગ ફર્શ પર જ છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *