જાણો મેગી કેવી રીતે ઘરે-ઘરે પહોંચી, જાણો કોને કરી બે મિનિટમાં તૈયાર થનારી મેગીની શોધ, ખુબ દિલચસ્પ છે તેમની કહાની

જાણો મેગી કેવી રીતે ઘરે-ઘરે પહોંચી, જાણો કોને કરી બે મિનિટમાં તૈયાર થનારી મેગીની શોધ, ખુબ દિલચસ્પ છે તેમની કહાની

મેગીએ 1983માં ભારતમાં પગ મૂક્યો હતો. આજે મેગીને ભારતમાં આવ્યાને 38 વર્ષ થઈ ગયા છે. તે સમયે કંપનીએ મોટી દાવ રમી હતી, કારણ કે તેમને શંકા હતી કે આ પ્રોડક્ટ ભારતમાં ચાલશે. પરંતુ મેગી આવતાની સાથે જ તેણે માર્કેટમાં ધૂમ મચાવી દીધી.

બધાને તે ગમવા લાગી. ભારતમાં તેના આગમનના થોડા વર્ષો બાદ જ મેગીનો માર્કેટમાં 75% હિસ્સો હતો. એટલે કે આખી દુનિયામાં મેગી ખાનારા 100માંથી 75 લોકો માત્ર ભારતના જ હતા. ચાલો જાણીએ કે મેગી ઘરે-ઘરે કેવી રીતે પહોંચી, કોણે તેની શોધ કરી.

અહેવાલો અનુસાર, જ્યારે જુલિયસ માઇકલ જોહાન્સ મેગીએ 1860માં ફૂડ પ્રોડક્ટની શરૂઆત કરી ત્યારે તેણે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે તેની બ્રાન્ડ દુનિયામાં નામ કમાશે. ભારતમાં ગામડાઓથી માંડીને શહેરો સુધી દરેક જણ મેગીના શોખીન છે. આ પ્રોડક્ટ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં લોકપ્રિય છે. આવો જાણીએ 2 મિનિટની મેગી બનવાની કહાની.

મેગીની શોધ કરનાર જુલિયસ મેગીનો જન્મ 9 ઓક્ટોબર 1846ના રોજ થયો હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ મેગીએ પિતાના બિઝનેસમાં હાથ અજમાવ્યો. 1869 માં, તેમણે તેમના પિતાની લોટ મિલમાં કામ કરવાનું શરૂ કર્યું. તે સમયે મિલિંગ ઉદ્યોગમાં ભારે ઘટાડો થયો હતો અને તેમનું કામ અટકી ગયું હતું. જે પછી મેગીએ બીજો કોઈ ધંધો કરવાનું વિચાર્યું. જે બાદ તેણે ફિઝિશિયન ફ્રિડોલીન સ્કૂલર સાથે હાથ મિલાવ્યા અને બંનેએ 1884માં લોટનું કામ શરૂ કર્યું. પરંતુ તે ખરાબ રીતે નિષ્ફળ ગયું.

નેસ્લેની વેબસાઈટ અનુસાર, 1886માં તેણે તૈયાર સૂપ બનાવવાનું શરૂ કર્યું. આ મેગી સૂપ લેગ્યુમ મિલ્સમાંથી બનાવવામાં આવ્યું હતું, જેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ હતું. પાછળથી, જુલિયસ મેગીએ 1897 માં ‘મેગી જીએમબીએચ’ નામથી કંપનીની નોંધણી કરી અને પછી મેગીના ઘણા ઉત્પાદનો બજારમાં લૉન્ચ કરવામાં આવ્યા. 1947માં નેસ્લેએ મેગી અને તેની ફોર્મ્યુલા ખરીદી.

પછી નેસ્લેએ મેગીનો પ્રચાર કર્યો અને ઘણી જાહેરાતો કરી. જેમાં કહેવામાં આવ્યું હતું કે આ એક પોષણયુક્ત ખોરાક છે જે ખૂબ જ વ્યસ્ત લોકો માટે શ્રેષ્ઠ છે કારણ કે તે 2 મિનિટમાં તૈયાર થઈ જાય છે. ત્યારથી લઈને આજ સુધી મેગી ઘરમાં ખૂબ ફેમસ છે. જો કે મેગી પર પણ અધવચ્ચે જ પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, પરંતુ ફરી એકવાર મેગી પરત આવી અને આજ સુધી મેગીની સ્ટાઈલ અકબંધ છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *