કિંજલ દવે પોતાના જન્મ દિવસે આ ઉમદા કાર્ય કરીને જીતી લીધું ગુજરાતીઓનું દિલ, આજ કારણે ગુજરાતની સૌથી લોકપ્રિય ગાયિકા છે કિંજલ

કિંજલ દવે પોતાના જન્મ દિવસે આ ઉમદા કાર્ય કરીને જીતી લીધું ગુજરાતીઓનું દિલ, આજ કારણે ગુજરાતની સૌથી લોકપ્રિય ગાયિકા છે કિંજલ

ગુજરાતની પ્રખ્યાત ગાયિકા કિંજલ દવેએ થોડા દિવસ પહેલા જ પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો, જે નિમિત્તે ખુબ જ શાનદાર પાર્ટીનું પણ આયોજન રાખવામાં આવ્યું હતું, આ પાર્ટીની અંદર ઘણા બધા મહેમાનો પણ હાજર રહ્યા હતા, અને કિંજલ દવેના પિતાએ તેને ખાસ સરપ્રાઈઝ પણ આપી હતી.

કિંજલ દવે તેના જન્મ દિવસે ખુબ જ ખુશ જોવા મળી હતી. તેની આ ખુશી તેને પોતાના સોશિયલ મીડિયામાં શેર કરેલા ફોટોમાં સ્પષ્ટ દેખાઈ આવતી હતી, કિંજલે તેના જન્મ દિવસની ઢગલાબંધ તસવીરો શેર કરી હતી. જેમાં તે તેના પરિવાર અને નજીકના મિત્રો સાથે આનંદ માણતી જોવા મળી રહી હતી.

કિંજલના જન્મ દિવસે ખાસ કેક પણ લાવવામાં આવી હતી, આ ઉપરાંત તેનો ભાવિ પતિ પવન જોશી પણ તેની સાથે જોવા મળ્યો હતો. કિંજલે પવન જોશી સાથે કપલ ડાન્સ પણ કર્યો હતો. જેની તસવીરો પણ સામે આવી હતી. જેને ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી હતી.

ત્યારે હાલ કિંજલે તેના જન્મ દિવસે એક ખુબ જ શાનદાર કામ પણ કર્યું છે તેનો એક વીડિયો તેને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે. આ વીડિયોને જોઈને કિંજલના આ કામ માટે તેના ચાહકો પણ તેની ખુબ જ પ્રસંશા કરી રહ્યા છે. કિંજલ દવેએ તેના જન્મ દિવસે માતૃમંદિર સિંગરવાની મુલાકાત લીધી. કિંજલ દવે દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોની અંદર તે માતૃમંદિરમાં પહોંચી ત્યાં રહેલા મંદિરમાં હાથ જોડી પ્રાર્થના કરતી અને ત્યારબાદ ત્યાં રહેતી મહિલાઓના ચરણસ્પર્શ કરીને તેમના આશીર્વાદ લઈને તમેને ભેટ આપતી જોવા મળી રહી છે.

કિંજલે આ વીડિયો શેર કરવાની સાથે ખુબ જ શાનદાર કેપશન પણ લખ્યું છે, તેને લખ્યું છે કે, ‘મારા જન્મદિવસ નિમિત્તે માતૃમંદિર સિંગરવાની મુલાકાત લીધી હતી તેની કેટલીક યાદગાર ક્ષણો, હું અને મારો પરિવાર અમારા સારા-ખોટા પ્રસંગે હંમેશાં આ માતાઓને મળવા જતા હોઈએ છીએ તેમને મળીને અમારા હૈયે ટાઢક થાય એવી લાગણી અનુભવાય છે, બસ એમનો પ્રેમ અને આશીર્વાદ મારા પર આમ જ વરસતા રહે એવી માં ને અરજી.’

કિંજલ દવે અને તેનો પરિવાર હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ આગળ રહેતો જોવા મળે છે. કોરોના કાળમાં પણ કિંજલ અને તેના પરિવારના લોકોએ મદદ કરી હતી. કિંજલનો આ ગુણ જ તેને ગુજરાતની લોકપ્રિય ગાયિકામાં સુમાર કરે છે. તેના ગીતોથી તો ચાહકો પ્રભાવિત થાય છે, પરંતુ આવા સેવાકીય કાર્યોથી પણ લોકોને તેના ઉપર ગર્વ છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *