નાસ્ત્રેદમસે વર્ષ 2022 ને લઈને કરેલ છે ભયાનક ભવિષ્યવાણી, વાંચીને તમારા રૂંવાડા પણ ઊભા થઈ જશે

આજકાલ જીવન ખૂબ જ એડવાન્સ થઈ ગયું છે. દરેક વ્યક્તિ ભવિષ્યમાં થનારી ઘટનાઓ અગાઉથી જાણવા માંગતું હોય છે. તમે આના પર આધારિત ઘણી ફિલ્મો પણ જોઈ હશે. ઘણા લોકો પોતાના ભવિષ્ય વિશે જાણવા માટે હથેળીની રેખા પણ બતાવે છે, જન્માક્ષર બનાવે છે, પરંતુ આજે અમે તમને જે કહેવા જઈ રહ્યા છીએ તે આખી દુનિયા માટે નોંધનીય ભવિષ્યવાણી છે. અને આ જન્માક્ષરના પિતા માઈકલ ધ નોસ્ટ્રાડેમસ છે.
ફ્રેન્ચ ભવિષ્યવેત્તા માઈકલ ડી નોસ્ટ્રાડેમસે પંદરસો પંચાવન માં એક પુસ્તક દ્વારા પૃથ્વી વિશે કેટલીક આગાહીઓ કરી હતી. નોસ્ટ્રાડેમસની ભવિષ્યવાણી વર્ષોવર્ષ સાચી પણ સાબિત થઈ રહી છે. લગભગ 550 વર્ષ પહેલાં નોસ્ટ્રાડેમસ દ્વારા લખાયેલ ભવિષ્ય વિશેના પુસ્તકમાં કુલ 6338 ભવિષ્યવાણીઓ કરવામાં આવેલી છે.
તમને જાણીને નવાઈ લાગશે કે આમાંની મોટાભાગની આગાહીઓ બિલકુલ સાચી સાબિત થઈ રહી છે. નોસ્ટ્રાડેમસના આ પુસ્તકમાં 2021માં ભયંકર મહામારી અને દુષ્કાળ જેવી તબાહી અંગેની આગાહી છે. 2021માં આખી દુનિયાને પોતાની ઝપેટમાં લેનાર કોરોના વાયરસની તબાહીને આ આગાહી સાથે જોડવામાં આવી રહી છે.
પ્રખ્યાત ફ્રેન્ચ જ્યોતિષી નોસ્ટ્રાડેમસે લગભગ 550 વર્ષ પહેલાં લેસ પ્રોફેટિસ નામનું એક પુસ્તક લખ્યું હતું. નોસ્ટ્રાડેમસ દ્વારા લખાયેલા આ પુસ્તકમાં પૃથ્વીના ભવિષ્ય વિશે કેટલીક આગાહીઓ કરવામાં આવી છે. છેલ્લા 550 વર્ષથી આ પુસ્તકમાં લખવામાં આવેલી 70 ટકા આગાહીઓ સાચી પડી રહી છે. 2021 માટે, તેણે રોગચાળા અને વિનાશ જેવી આગાહીઓ કરી હતી, જે કોરોના વાયરસના રૂપમાં વિશ્વને દેખાઈ હતી.
નોસ્ટ્રાડેમસના આ પુસ્તક અનુસાર, ત્યારે વિશ્વની પરેશાનીઓ હજી ઓછી થઈ નથી. હકીકતમાં, વર્ષ 2022 માટે પણ નોસ્ટ્રાડેમસે કેટલીક આશ્ચર્યજનક આગાહીઓ કરી છે. આવી જ કેટલીક આગાહીઓ અમે તમને જણાવી રહ્યા છીએ.
2022માં પૃથ્વીનો અંત આવશે
નોસ્ટ્રાડેમસે પોતાના પુસ્તકમાં લખ્યું છે કે 2022માં એક એસ્ટરોઇડ દુનિયાને ઘણું નુકસાન પહોંચાડશે. લઘુગ્રહમાંથી નીકળતો એક વિશાળ ખડક સમુદ્રમાં પડી જશે. આના કારણે ત્યાં ભીષણ મોજા આવશે અને મોટાભાગની દુનિયા આ મોજાની ઝપેટમાં આવી જશે. દરિયાનું પાણી વધવાથી ભારે નુકસાન થવાની ભીતિ પણ આ પુસ્તકમાં વ્યક્ત કરવામાં આવી છે.
નોસ્ટ્રાડેમસની આગાહી અનુસાર, આગામી વર્ષ 2022માં વિનાશક એટમ બોમ્બ વિસ્ફોટ થશે, તેના કારણે વાતાવરણમાં અચાનક ફેરફાર થશે. આ ક્લાઈમેટ ચેન્જની દુનિયાના ઘણા સ્થળો પર ખરાબ અસર થઈ શકે છે. બીજી ભવિષ્યવાણીમાં નોસ્ટ્રાડેમસે કહ્યું છે કે વર્ષ 2022માં ભયંકર તબાહી આવવાની છે. આ ભયાનક વિનાશ પછી પૃથ્વી પર શાંતિ છવાય જશે. આ શાંતિ પહેલાના 72 કલાક ખૂબ જ ભયાનક રહેવાના છે. આમાં આખું વિશ્વ અંધકારમય શહેર બની જશે.