બોલીવુડના આ સિતારાઓ અનાથ બાળકોને છત્રછાયા આપીને માણસાઈની મિસાલ બન્યા, મિથુન એ તો બનાવી ઘરની ચિરાગ

બોલીવુડના આ સિતારાઓ અનાથ બાળકોને છત્રછાયા આપીને માણસાઈની મિસાલ બન્યા, મિથુન એ તો બનાવી ઘરની ચિરાગ

તમને જાણવી દઈએ કે, બોલિવૂડ જગતના ઘણા સ્ટાર્સ એક સારો દાખલો બેસાડ્યો છે અને દુનિયા તેની પ્રશંસા કરતી થાકતી નથી. ફિલ્મના પડદા સિવાય ઘણી વાર તેઓ વાસ્તવિક જીવનમાં હીરો-હિરોઇનનું કામ કરે છે. તમને એવું લાગતું હશે કે આ સિતારાઓ ગૌરવ સાથે જીવન જીવે છે, તેથી તેઓ સામાન્ય જીવનની દરેક મુશ્કેલીઓ વિશે અજાણ હશે, પણ એવું નથી.

આજે, અમે તમને કેટલીક સેલિબ્રિટી વિશે જણાવીએ છીએ, જેમણે અનાથ બાળકોને દત્તક લઈને પોતાનું જીવન બદલી નાખ્યું છે.

અભિનેત્રી સુષ્મિતા સેન પડદા પર ઓછી જોવા મળે છે. ઓછી ફિલ્મો કરવા પર, તે કહે છે કે હું વધુ જીવન જીવું છું. સુષ્મિતાએ બે દીકરીઓને દત્તક લીધી છે. આજે આ બંને દીકરીઓ ખુબ મોટી થઈ ગઈ છે. આ ઉપરાંત, સુષ્મિતાને પોતાના અસલી માતા તરીકે મને છે. સુષ્મિતાએ જે રીતે આ બંને દીકરીઓની જવાબદારી લીધી છે, તે ખરેખર પ્રશંસાને પાત્ર છે.

કોઈને જીવન આપવા માટે કોઈ બધું દાવ પર લગાવી શકે છે. તે પણ જ્યારે તે વ્યક્તિ સાથે કોઈ પણ પ્રકારનો સબંધ ન હોય. રવિના ટંડન વિશે જાણીને તમે કહેશે કે હા કેટલાક લોકો આવા પણ હોય છે. હાલના સમયમાં દરેક લોકોના મનમાં ફક્ત પૈસા અને કારકીર્દિ નું મહત્વ હોય છે. જયારે રવિના ટંડને બે પુત્રીઓને દત્તક લીધી હતી.

અને તેઓને વધુ સારું જીવન આપવાનો સંકલ્પ પણ કર્યો હતો. તમને જણાવી દઈએ કે, રવિના ટંડન 21 વર્ષની હતી ત્યારે તેણે પૂજા અને છાયા નામની બે છોકરીઓને દત્તક લીધી હતી.

મિથુન ચક્રવર્તીને ચાર બાળકો છે. ત્રણ દીકરા અને એક દીકરી. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે, તેને નાની દીકરી દિશાની કચરાના ડમ્પ પર મળી હતી. મિથુને આ છોકરીને તેના બાળકોની જેમ પ્રેમ આપ્યો. દિશાનીએ પોતાનો અભ્યાસ ન્યૂયોર્કથી પૂરો કર્યો છે. અહેવાલો અનુસાર જાણવા મળ્યું છે કે, તે ટૂંક સમયમાં ફિલ્મોમાં જોવા મળશે.

સલમાનની બહેન અર્પિતા આજે એક જાણીતું નામ છે. પરંતુ સલમાનની પ્રિય અર્પિતા સલીમ ખાનની અસલી દીકરી નથી. સલીમ ખાને તેને દત્તક લીધી હતી. આજે અર્પિતા ખાન પરિવારની જિંદગી છે. સલમાનની બહેન અલવીરા પણ તેની સાથે ઓછી અને અર્પિતા વધારે દેખાઈ છે.

પ્રખ્યાત ડિરેક્ટર સુભાષ ઘાઇ નું નામ તો તમે સાંભળ્યું હશે. સુભાષ ઘાઇ એ મેઘના નામની એક બાળકીને દત્તક લીધી હતી. તેણે મેઘનાને ભણવા લંડનમોકલી હતી. મેઘના ના લગ્ન રાહુલ પુરી સાથે થયા છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *