ઘરમાં આ જગ્યા પર રાખી દો લાફીંગ બુધ્ધા ની મુર્તિ, પછી થશે પૈસા નો વરસાદ..

તમે ઘણીવાર લાફીંગ બુદ્ધા થી થતાં ઘરમાં ફાયદા વિષે તો સાંભળ્યું હશે. આજે આપણે આવાજ એજ ટોપીક પર ચર્ચા કરવાના છીએ. ક્યાં પ્રકારના અને કઈ જગ્યાએ લાફીંગ બુદ્ધા રાખવાથી શું શું લાભો થશે. લાફીંગ બુદ્ધાનું ખુબ જ મહત્વ છે કેમ કે તે આપણી દરેક મનોકામના પૂરી કરે છે. તેથી જ તો તેને ઘરમાં રાખવા તે ખુબ જ શુભ મનાય છે. સામાન્ય રીતે અલગ અલગ પ્રકારના અને અલગ અલગ કાળના લાફીંગ બુદ્ધા બજારમાં જોવા મળે છે. તો મિત્રો તેમાંથી ક્યાં પ્રકારના લાફીંગ બુદ્ધા ખરીદવા લાભદાયી છે તે જાણવું પણ ખુબ જ જરૂરી છે. જે અમે તમને આ આર્ટીકલ દ્વારા જણાવીશું.
આ જગ્યા પર રાખો લાફીંગ બૂદ્ધાને
જો લાફીંગ બુદ્ધાને રાખવા માટેની જગ્યાની વાત કરવામાં આવે તો તેને ઘર ના મુખ્ય દ્વાર પાસે રાખવા જોઈએ. એવી જગ્યાએ કે જ્યાં ઘરમાં આવનાર દરેક વ્યક્તિની નજર તેના પર પડે. લાફીંગ બુદ્ધાને અઢીથી ત્રણ ફૂટની ઊંચાઈ પર રાખવા જોઈએ. કોઈ ટેબલ પર તમે તેને રાખી શકો છો. ઘર અથવા ઓફીસ બંને જગ્યાએ રાખી શકો છો. ઘરમાં રાખવાથી સુખ સમૃદ્ધિ વધે છે. તેમજ આવકમાં પણ વધારો થાય છે. તે જ રીતે જો તમે ઓફિસમાં લાફીંગ બુદ્ધા રાખો તો તેનાથી તમારું ત્યાં માન સમ્માન વધી જાય છે.
ખરીદો આ પ્રકારના લાફીંગ બુદ્ધા
મિત્રો ગમે તેવી મુર્તિ રાખી દેવી પણ મૂર્ખાઈ ભર્યું કામ કહેવાઈ. તમારે એવાજ લાફીંગ બુદ્ધા રાખવાના છે જેના હાથમાં થેલો હોય અને થેલો પણ એટલો ભરેલો હોવો જોઈએ કે થેલાની વસ્તુ બહાર નીકળી ગયેલી દેખાવી જોઈએ. સામાન્ય રીતે લાફીંગ બુદ્ધાની મૂર્તિ માટીની બનેલી હોય છે પરંતુ ધાતુની બનેલી મૂર્તિ પણ રાખી શકો. પરંતુ તેનો પ્રભાવ અલગ હોય છે.
સાથે સાથે આ વાત નું પણ રાખો દ્યાન
જો તમે પણ લાફીંગ બુદ્ધાની મૂર્તિ ઓફિસે કે પછી ઘરે રાખવા માંગતા હોય તો એક વસ્તુ નું દ્યાન રહે કે તેની ઊંચાઈનું ખાસ ધ્યાન રાખવાનું છે. જેથી તે ક્યારેય મૂર્તિ ખંડિત ન થઇ જાય. અને જો મૂર્તિ પર ધૂળ લાગે તો તેને તરત સાફ કરી લેવી જોઈએ. મિત્રો તમે બધા ભગવાનની મૂર્તિની પૂજા કરી શકો છો પરંતુ તમારે ક્યારેય પણ લાફીંગ બુદ્ધાની પૂજા ન કરવી જોઈએ. હા રોજ તેને સાફ કરવી જોઈએ પરંતુ પૂજા ન કરવી જોઈએ.