જાણી લો હાડકાનો દુખાવો-ઘસારો, કબજિયાત અને કિડનીના ગંભીર રોગનો 100% અસરકારક સરળ ઉપચાર

જાણી લો હાડકાનો દુખાવો-ઘસારો, કબજિયાત અને કિડનીના ગંભીર રોગનો 100% અસરકારક સરળ ઉપચાર

સરગવો અનેક ઔષધીય ગુણ થી ભરપૂર છે. સરગવાની છાલ, મુળ, ગુંદર, પાન, ફુલ, શીંગ, અને બીજ પણ ઔષધીય ગુણ ધરાવે છે. તમામ પ્રકારના સોજામાં સાટોડી જેમ સરગવો પણ દૂર કરે છે. સરગવો મધુર, તીખો, કડવો, આહારનું પાચન કરનાર, મળને સરકાવનાર, તુરો, ઉષ્ણ, રુચીકર, ભુખ લગાડનાર, પચવામાં હલકો, આમ, ગુમડા, બરોળ, સોજો, ખંજવાળ, મેદરોગ, અપચી, હૃદય માટે હિતકર, ચાંદા, કૃમી તથા નેત્ર રોગ માં ઉપયોગી છે.

જો શરીરમાં નબળાઈ, થાક કે ચિડીયાપણું બની રહેતુ હોય તો સરગવા ના પાંદડા, જડ, તેની છાલ, સીંગો ને ભેગા કરી તેને તડકામાં સુકવી દો અને પછી તેનું ચૂર્ણ બનાવી રોજ સવારે અને સાંજે એક એક ચમચી ચૂર્ણ પાણી સાથે ફાકી ની જેમ લઇ શકાય છે. આ ચુર્ણ ઉત્તમ ગણાય છે.

સરગવામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, વિટામિન-એ, સી અને બી ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. એક અભ્યાસ અનુસાર તેમા દૂધની તુલનામાં 4 ગણુ કેલ્શિયમ અને બે ગણુ પ્રોટીન વધારે જોવા મળે છે. સરગવાના પાનનો પાવડર કેન્સર અને દિલના રોગીઓ માટે સારી દવાનું કામ કરે છે. બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ સરગવો કરી શકે છે.

સરગવામાં કેલ્શિયમ અને આયર્ન વધુ પ્રમાણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેના સેવનથી હાડકા મજબુત બને છે અને હાડકાનો ઘસારો અટકાવી શકાય છે. સરગવાના ઝાડનો રસ કાઢીને તેને ગોળ સાથે સેવન કરવાથી માથાના દુખાવામાં રાહત અનુભવાય છે. સરગવાનુ નિયમિત સેવન કરવાથી આંખો ની રોશનીમાં વધારો થાય છે. અને તેના પાંદડાનો રસ કાઢીને તેને આંખોમાં પણ લગાવી શકાય છે.

સરગવાનો પ્રયોગ પેટમાં અલ્સરની સારવાર માટે પણ કરવામાં આવે છે. તે પેટની દિવાલના પડની રિપેરીંગનું કામ કરવામાં ઉત્તમ છે. આ શરીરમાં ઉર્જાનુ સ્તર વધારે છે. સરગવાનાં કોમળ પાનનું શાક બનાવીને ખાવાથી પેટ હલકું રહે છે અને પેટ સાફ આવે છે. જે વ્યક્તિને કફ વધુ પડતો હોય અને દમ-શ્વાસના દર્દીએ દરરોજ સવાર-સાંજ સરગવાની છાલનો ઉકાળો પીવો જોઈએ.

હૃદયની તકલીફને લીધે યકૃત મોટું થયું હોય તો સરગવાનો ઉકાળો અથવા સરગવાની શીંગોનું સુપ બનાવી પીવાથી યકૃત અને હૃદય બંનેને લાભ થાય છે. કીડનીની પથરીમાં પણ સરગવાના મુળનો તાજો ઉકાળો પીવાથી લાભ થાય છે.

એક થી બે કીલો સરગવાની શીંગોના નાના નાના ટુકડા કરી થોડા ટુકડા દોઢ ગ્લાસ પાણીમાં ધીમા તાપે અડધું પાણી બાકી રહે ત્યાં સુધી ઉકાળી ઠંડુ થયા બાદ થોડું ધાણા-જીરુ અને હળદર તથા જરુર જણાય તો સહેજ સીંધવ નાખી સવારમાં નરણા કોઠે દરરોજ આ ઉકાળો પીવાથી દર મહીને બે કીલો વજન ઘટાડી શકાય છે.

કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેક જેવી બીમારીમાં સરગવાનું નિયમિત સેવન કરવાથી લાભ થાય છે. તેમાં રહેલા વિટામીન સી, બેડ કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે અને સરગવા નું નિયમિત સેવન હાર્ટ એટેક અને હાર્ટ ફેલ જેવી સ્થિતિ ઉત્પન થવા દેતું નથી. સરગવામાં વિટામીન એ, ડી અને કેલ્શિયમ ભરપુર પ્રમાણમાં જોવા મળે છે. કીડનીના રોગીઓને ડાયેટની મર્યાદા હોય છે. તેવામાં તેમણે જરૂરી પોષક તત્વોની જરૂર હોય છે. તેવા દર્દીઓને સરગવાનુ સેવન કરવું જોઈએ.

સરગવાના ચૂર્ણમાં અડધું લીંબુ નીચોવીને તેને પીવાથી મોટાપો પણ ઓછો થઇ શકે છે. તેમાં વિટામીન ભરપુર માત્રામાં હોવાને લીધે તે વધતી જતી ઉંમર ને રોકે છે. તે આંખની રોશની વધારે છે અને રોગ પ્રતિકારક શક્તિને પણ વધારવામાં મદદ કરે છે અને રોગોનો સામનો કરવામાં ખુબ જ અગત્યની કામગીરી નિભાવે શકે છે.

જો કીડની એક વખત કામ કરવાનું બંધ કરી દે તો લોહીમાં ફોસ્ફરસ વધી જાય છે. તેનાથી શરીરનું કેલ્શિયમ ઓછું થઇ જાય છે. જેનાથી હાડકાના ઘણા બધા રોગ થવાની શક્યતા પણ રહે છે. તેવામાં આવા રોગીએ કીડની ની કોઈ તકલીફ હોય તેને સરગવાનુ સેવન કરવું જોઈએ.

સરગવાનું સૂપ બનાવીને પીવાથી શરીરમાં લોહી સાફ થાય છે. સરગવા ના પાંદડા ને પીસી ને તેનો લેપ ચહેરા પર લગાવાથી ખીલ તથા કાળા ડાઘ દૂર થાય છે અને ચહેરા પર ચમક આવે છે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *