કરિશ્મા કપૂર એક સમયે ઘાટા આઈબ્રો-કર્લી વાળમાં આવી દેખાતી હતી, 30 વર્ષમાં તેના લુક સાથે લાઈફમાં આવ્યા છે ઘણા બદલાવ

કરિશ્મા કપૂર એક સમયે ઘાટા આઈબ્રો-કર્લી વાળમાં આવી દેખાતી હતી, 30 વર્ષમાં તેના લુક સાથે લાઈફમાં આવ્યા છે ઘણા બદલાવ

46 વર્ષીય કરિશ્મા કપૂરે ફિલ્મ ઉદ્યોગમાં 30 વર્ષ પૂર્ણ કર્યા છે. કરિશ્માએ 1991 માં આવેલી ફિલ્મ ‘પ્રેમ કૈદી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેમનો શરૂઆતનો સમય બહુ સારો નહોતો પરંતુ બાદમાં તેણે એક કરતા વધારે બ્લોકબસ્ટર ફિલ્મમાં કામ કર્યું છે.

કરિશ્માએ ફિલ્મ પ્રેમ કદીનો પોતાની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તસવીર એકદમ અસ્પષ્ટ છે અને બાદમાં તેણે તેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પરથી હટાવ્યો હતો. તમને જણાવી દઇએ કે જ્યારે કરિશ્મા ઇન્ડસ્ટ્રીમાં આવી હતી ત્યારે તેનો લુક એકદમ અલગ હતો. તેના ઘાટા આઈબ્રો અને વાંકડિયા વાળમાં તેને ઓળખવું પણ મુશ્કેલ હતું.

કરિશ્મા માત્ર 17 વર્ષની હતી. જયારે 1991 માં ડાયરેક્ટર કે મુરલીમોહન રાવ ની ફિલ્મ ‘પ્રેમ કૈદ’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મ હિટ થઈ નહતી. ફિલ્મમાં કરિશ્માના અભિનેતા હરીશ કુમાર હતા. આ સિવાય દિલીપ તાહિલ, શફી ઇનામદાર, ભારત ભૂષણ, અસરાની અને પરેશ રાવલ પણ આ ફિલ્મમાં હતાં.

જોકે 1992 ની ફિલ્મ ‘જીગર’ થી તેને ઓળખ મળી. આ ફિલ્મમાં અજય દેવગન પણ તેમની સાથે હતા. ત્યારબાદ તેણે અનાડી માં કામ કર્યું, જે સુપરહિટ થઈ હતી.

90 ના દાયકામાં કરિશ્મા કપૂરે ‘રાજા બાબુ’, ‘કુલી નંબર 1’, ‘ગોપી કિશન’, દુલારા, ‘સુહાગ’, ‘સાજણ ચલે સસુરલ’ અને ‘જીત’ જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.

1996 ની સુપરહિટ ફિલ્મ ‘રાજા હિન્દુસ્તાની’ માટે તેને પહેલી વખત ફિલ્મફેર શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો હતો. આ ફિલ્મમાં આમિર ખાન સાથે કરિશ્મા કપૂરના કિસિંગ સીનની ખૂબ ચર્ચા કરવામાં આવી હતી.

કરિશ્માએ 2003 માં બિઝનેસમેન સંજય કપૂર સાથે લગ્ન કર્યા હતા. તેમને બે સંતાનો દીકરી સમૈરા અને દીકરો કિઆન રાજ છે. જોકે બાદમાં તેણી સંજય કપૂરથી છૂટાછેડા લઈ ગઈ હતી અને હવે તે એકલા બાળકોનો ઉછેર કરી રહી છે.

છૂટાછેડા લીધા બાદ બાળકોના નામે 10 કરોડ રૂપિયાનું ટ્રસ્ટ કરવામાં આવ્યું છે. હાલમાં કરિશ્મા જે ડુપ્લેક્સમાં રહે છે તે તેના નામે છે. આ સિવાય સંજય કપૂર બાળકોના શિક્ષણ અને અન્ય ખર્ચની સંભાળ રાખે છે. જો કે સંજય પાસે તેને મળવાનો અધિકાર સુરક્ષિત છે.

લાંબા સમયથી અભિનયની દુનિયાથી દૂર રહેલી કરિશ્માએ વર્ષ 2012 માં ‘ડેન્જરસ ઇશ્ક’ ફિલ્મથી કમબેક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. હાલમાં, તે વિવિધ મોડેલિંગ પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે.

કરિશ્મા કપૂર છેલ્લે 2018 ની ફિલ્મ ઝીરોમાં જોવા મળી હતી. જો કે, તે ફક્ત તેના ગેસ્ટ અપિયરેંસ હતો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *