એક સમયે રસ્તાઓ પર રાતો વિતાવી ચૂકી છે કંગના રનૌત, આજે તે છે આટલા કરોડોની સંપત્તિની માલકિન

તેના સ્પષ્ટવક્તા નિવેદનો માટે જાણીતી, કંગના રનૌત આજે બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક છે. કંગના એક એવી અભિનેત્રી છે જે દરેક મુદ્દા પર ખુલીને વાત કરવાનું પસંદ કરે છે. તે ઘણી વખત પોતાના નિવેદનોને કારણે વિવાદોમાં પણ ઘેરાયેલી રહી છે, જોકે કંગના રનૌત ખુલ્લેઆમ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે છે. આ સ્ટાઇલના કારણે કંગનાને બોલિવૂડની પંગા ક્વીનનું ટેગ પણ મળ્યું હતું.
તમને જણાવી દઈએ કે, જ્યારે કંગનાએ એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો ત્યારે તેને બોલિવૂડ સાથે કોઈ લેવાદેવા નહોતી. આમ છતાં આજે તે બોલિવૂડ પર રાજ કરી રહી છે. તેમણે પોતાની મહેનત અને સમર્પણથી લાખો લોકોના દિલમાં સ્થાન બનાવ્યું અને હિન્દી સિનેમાને ઘણી સુપરહિટ ફિલ્મો પણ આપી.
તમને જણાવી દઈએ કે, કંગનાએ માત્ર 15 વર્ષની કારકિર્દીમાં નેશનલ એવોર્ડ સહિત અનેક એવોર્ડ જીત્યા છે. આ સાથે તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, કંગના રનૌત પાસે લગભગ 97 કરોડની સંપત્તિ છે. એટલું જ નહીં પરંતુ તે એક ફિલ્મ માટે લગભગ 10 થી 11 કરોડ રૂપિયા લે છે.
બીજી તરફ કંગનાની વાર્ષિક કમાણીની વાત કરીએ તો તે દર વર્ષે 7 થી 8 કરોડ કમાય છે. કંગના ફિલ્મો પણ પ્રોડ્યુસ કરે છે. આ સિવાય કંગના પાસે કમાણીનાં માધ્યમ તરીકે જાહેરાત પણ છે. તે બ્રાન્ડ પ્રમોશન માટે લગભગ 1.5 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. કંગના રનૌતે રિયલ એસ્ટેટમાં પણ ઘણું રોકાણ કર્યું છે. સાથે જ તેની પાસે મુંબઈમાં એક આલીશાન પ્રોડક્શન હાઉસ અને આલીશાન બંગલો પણ છે.
હિમાચલના મનાલીમાં કંગના રનૌતનું પણ આલિશાન ઘર છે. તેની સાથે તેની પાસે ઘણા લક્ઝરી વાહનો પણ છે જેમાં BMW 7 સિરીઝ અને મર્સિડીઝ બેન્ઝ GLE SUVનો સમાવેશ થાય છે. કંગના રનૌતની સૌથી ખાસ વાત એ છે કે તે ન માત્ર કરોડો રૂપિયા કમાય છે પરંતુ તેની કમાણીનો એક ભાગ ચેરિટી અને સામાજિક કાર્યોમાં પણ ખર્ચે છે અને કંગનાની આ સ્ટાઇલ તેને બોલિવૂડની અન્ય અભિનેત્રીઓથી અલગ બનાવે છે.
જો કંગના રનૌતના બાળપણની વાત કરીએ તો તેનો જન્મ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના નાના શહેર સૂરજપુરમાં થયો હતો. કંગનાના પિતા અમરદીપ રનૌત એક બિઝનેસમેન છે પરંતુ તેની માતા આશા રનૌત ટીચર છે. કંગનાને બાળપણથી જ અભિનયનો ખૂબ શોખ હતો અને તેણે બાળપણમાં જ વિચાર્યું હતું કે તે અભિનેત્રી બનશે.
એટલું જ નહીં, કંગના રનૌત 17 વર્ષની ઉંમરે એક્ટિંગ માટે પોતાનું ઘર છોડીને મુંબઈ આવી ગઈ હતી. પરંતુ જ્યારે કંગના મુંબઈ આવી ત્યારે તેને ખબર પડી કે અભિનેત્રી બનવું ઘણું મુશ્કેલ કામ છે. જો કે, તે પછી પણ કંગનાએ હાર ન માની અને તેણે કામ શોધવાનું ચાલુ રાખ્યું. આ દરમિયાન કંગનાને પણ ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈમાં તેની પાસે ઘર પણ નહોતું તેથી તેણે ઘણી રાતો રસ્તાઓ પર વિતાવવી પડી હતી. આ પછી તેને ફિલ્મ ‘ગેંગસ્ટર’માં કામ કરવાની તક મળી અને આ ફિલ્મથી તેનું નસીબ રાતોરાત બદલાઈ ગયું.
View this post on Instagram
કંગના રનૌતને પ્રથમ ફિલ્મ દ્વારા શ્રેષ્ઠ મહિલા ડેબ્યૂ માટે ફિલ્મફેર એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ પછી તેણે બોલિવૂડની ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. કંગનાએ તેની કારકિર્દીમાં અત્યાર સુધીમાં ત્રણ નેશનલ ફિલ્મ એવોર્ડ્સ, 4 ફિલ્મફેર એવોર્ડ તેમજ બેસ્ટ એક્ટ્રેસ, IIFA, સ્ટારડસ્ટ, ફિલ્મફેર, નેશનલ ફિલ્મ એવોર્ડ જીત્યા છે. આ સાથે તેણે ફોર્બ્સ ઈન્ડિયાની ટોપ 100 સેલિબ્રિટીઝની યાદીમાં એક-બે વાર નહીં પરંતુ 6 વખત પોતાનું નામ પણ જમા કરાવ્યું છે.