પેઇનકિલર લીધા વગર તમે રસોડાની આ વસ્તુઓથી અસહ્ય પીડા આપતો કમરનો દુઃખાવો જડમૂળ માંથી દુર કરી શકો છો, જાણો વિગતવાર
જો તમને પણ અસહ્ય પીડા આપતો કમરનો દુઃખાવો થતો હોય તો પેઇનકિલર લેવાની જરૂર નથી, બસ રસોડામાં જઈને ફક્ત કરો આ કામ. આજે તમને જણાવીશું કમર એટલે કે કેડનો દુઃખાવો દૂર કરવા માટેના અસરદાર ઘરેલુ ઉપચાર વિષે.
કમરનો દુઃખાવો દૂર કરવા માટેનો એક ઉપાય ખજૂર છે. તમે માત્ર 5 નંગ ખજૂર લો અને તેના ઠળિયા કાઢી નાખો. પછી એક વાસણમાં 1 કપ જેટલું પાણી લઈને તેમાં ઠળિયા વગરના ખજૂર નાખો અને તેને ઉકાળી લો. બરાબર ઉકળી જાય પછી તેને ગેસ પરથી નીચે ઉતારી લો અને ખજૂરને પાણીમાં મસળી લો. અને પીવાય એવું પ્રવાહી તૈયાર કરો.

આ પ્રવાહી બનાવવા માટે તમારે પાણી ખજૂરના પ્રમાણના હિસાબે જ લેવાનું છે. પછી એક ચમચી મેથી લઈને ફાકી જવી અને તેની ઉપર તમે ખજૂરનું પાણી તૈયાર કર્યું છે તે હુંફાળું હુંફાળું પી જવાનું છે. આ ઉપચારથી કમરના દુઃખાવામાં સારો એવો ફાયદો થશે અથવા મટી પણ જાય છે. ચાલો તમને હવે કમરના દુઃખાવા માટેના બીજા ઉપચાર જણાવીએ.
સૌથી પહેલા 50 ગ્રામ અજમો લો અને તેને સારી રીતે સાફ કરી દો. પછી તેને ખાંડણીમાં નાખો. ત્યારબાદ 50 ગ્રામ જૂનો ગોળ લેવાનો છે. વધારે જૂનો નહિ મળે તો જેટલો શક્ય હોય એટલો જૂનો લેવો. પણ તમને ભાવે એવો. તમારે 50 ગ્રામ અજમો અને 50 ગ્રામ જૂનો ગોળ લઈને તેને બરાબર ખાંડીને તેનું મિશ્રણ તૈયાર કરી લેવાનું છે. આ મિશ્રણને તમે એક કાચની બોટલમાં ભરી દો.

આ મિશ્રણમાંથી તમારે દરરોજ સવાર અને સાંજ 5-5 ગ્રામ મિશ્રણ ખાવાનું છે. આ મિશ્રણ જ્યાં સુધી તમને રાહત આપે નહીં ત્યાં સુધી લેવાનું છે. જરૂર પડે તો બીજું બનાવી લેવાનું. આનાથી ઘણો ફાયદો થશે.
હવે કેડના દુઃખાવાનો ત્રીજો ઉપચાર જાણીએ. તેના માટે એક સોપારી લઈને તેનો પાવડર બનાવી લો. પછી સરસવનું તેલ અથવા તલનું તેલ 25 ગ્રામ લેવાનું છે. તે 25 ગ્રામ તેલમાં સોપારીનો પાવડર નાખીને તેને ગરમ કરો. તેને ખુબ ધીમા તાપે ગરમ કરવાનું છે અને તેમાં 1-2 ઉભરો આવવા દેવાનો છે.
આ રીતે આનો ઉકાળો તૈયાર કરવાનો છે અને તેલ ઠંડું થઈ જાય એટલે તેને ગાળી લેવાનું છે. આ તેલ તમને જે ભાગ સાંધા પર દુઃખાવો થતો હોય ત્યાં લગાવવાનું છે. આ તેલ લગાવવાથી તમને ફાયદો થશે. તમને જ્યાં દુઃખાવો થતો હોય ત્યાં આ તેલથી સારી રીતે માલીશ કરવાની છે. તેલ અંદર ઉતરે એ રીતે માલીશ કરો.
હવે ચોથો ઉપાય છે ગોખરુનો. ગોખરુ તમને દેશી દવા વાળાને ત્યાં મળી જશે. તમે 15 ગ્રામ ગોખરુ અને 15 ગ્રામ સૂંઠ લો. આ બંનેનો નહિ જેવો ભૂકો કરવાનો છે. આને ઉકાળવાનું છે એટલે વધારે ભૂકો નથી કરવાનો, અધકચરા રહે એ રીતે તેને ખાંડી લો. પછી તેમાં 150 ગ્રામ પાણી ઉમેરો. તેને ધીમા તાપે ઉકળવા દો અને 100 ગ્રામ જેટલું પાણી વધે એટલે ગેસ બંધ કરી દો.
તમારે સવારે નયણાં કોઠે આ પાણી પીવાનું છે. તમારે આ ઉકાળો સવારે જ બનાવવાનો છે અને આને જમવા પહેલા લેવાનું છે. આ પીધા પછી અડધા કલાક સુધી બીજી કોઈ વસ્તુ ખાવાની નહીં. ઘણા દિવસ સુધી આ પ્રયોગ કરવાથી કમરનો દુઃખાવો મટી જશે.