એક સમયે રવિના ટંડને આ બાળકને સેટ પરથી બહાર કાઢી મુકેલ, આજે તે છે બોલીવુડનો મોટો સુપરસ્ટાર

એક સમયે રવિના ટંડને આ બાળકને સેટ પરથી બહાર કાઢી મુકેલ, આજે તે છે બોલીવુડનો મોટો સુપરસ્ટાર

ફિલ્મ સેટ પર આવી ઘણી ઘટનાઓ બને છે જે ચર્ચાનો વિષય બની જાય છે. ફિલ્મી કલાકારો સાથે જોડાયેલા ઘણા કિસ્સા આજે પણ ખૂબ ચર્ચામાં છે. આવો જ એક કિસ્સો અભિનેત્રી રવિના ટંડન સાથે પણ છે. જેને રવીના ટંડને ફિલ્મનાં સેટ માંથી બહાર કાઢી મુક્યો હતો, પરંતુ આજે તે બોલીવુડનો સુપરસ્ટાર બની ગયેલ છે.

નારાજ થઈને સેટ માંથી બહાર કાઢી મુકેલ

90 ના દશકની ગ્લેમરસ અને સુંદર અભિનેત્રીઓમાં સામેલ રવીના ટંડન તે સમયની સફળ અભિનેત્રી રહેલ છે. પડદા પર જ્યારે રવીના ટંડન ડાન્સ કરી હતી હતી તો લોકો પાગલ બની જતા હતા. એક વખત કોઈ ફિલ્મના શુટિંગ દરમિયાન રવીના ટંડને એક 12 વર્ષનાં બાળકની હરકતોથી નારાજ થઈને તેને સેટ માંથી બહાર કાઢી મુક્યો હતો.

તે બાળક અજીબો-ગરીબ હરકત કરી રહ્યો હતો

હકીકતમાં રવીના ટંડન પોતાની કોઇ ફિલ્મનું શુટિંગ કરી રહી હતી અને તેની પાસે ઉભેલ 12 વર્ષનો બાળક તેને જોઈ રહ્યો હતો. રવીનાને જોઈને તે બાળક પણ અજીબો-ગરીબ મોઢા બનાવી રહ્યો હતો, જેનાથી રવિનાનું ધ્યાન શોટમાં લાગી રહ્યું ન હતું. બાળક એવી હરકતો કરી રહ્યો હતો કે રવિનાથી સહન થયું નહિ અને તેણે સ્પોટ બોયને કહીને તે બાળકને શુટિંગની જગ્યાથી બહાર કઢાવ્યો હતો.

તે બાળક અન્ય કોઈ નહીં પરંતુ

તમને જણાવી દઈએ કે તે મજાક કરનાર ૧૨ વર્ષનો બાળક બીજું કોઈ નહીં, પરંતુ બોલિવુડમાં ઘણી હિટ ફિલ્મ આપનાર એક્ટર રણવીર સિંહ છે. ભલે આજે રણવીર સિંહ ફિલ્મો દ્વારા લોકોના દિલમાં જગ્યા બનાવી ચુક્યા છે, પરંતુ તેણે બાળપણમાં ખુબ જ મસ્તી મજાક પણ કરેલ છે અને તેનું સૌથી મોટું ઉદાહરણ આવાત છે કે તેમની હરકતોથી કંટાળીને રવીના ટંડન અને તેના સેટ માંથી બહાર કાઢી મુક્યો હતો.

ઓછા સમયમાં ક્રાઉડ પુલર અભિનેતા સાબિત થયા

એક સમય એવો હતો જ્યારે રવીના ટંડન અને તેને શુટિંગ જોવા દીધેલ નહિ અને સેટમાંથી બહાર કરી દીધેલ. પરંતુ આજના સમયમાં રણવીર સિંહ પોતે એક મોટા સુપરસ્ટાર બની ચુકેલ છે. રણવીર આજે યુવાનોની વચ્ચે ખુબ જ ચર્ચિત છે. બોલીવુડમાં 2010 માં ‘બેન્ડ બાજા બારાત’ થી પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત કરનાર રણવીર સિંહે પાછલા 11 વર્ષથી હિન્દી સિનેમામાં સારું એવું કામ કરી રહ્યો છે.

રણવીર સિંહ ચોકલેટ બોય વાળા રોલ પણ નિભાવેલ છે, તો વળી બાજીરાવ અને અલાઉદ્દીન ખીલજી જેવા રોલ પડદા પર નિભાવીને તે સ્પષ્ટ કરી દીધું હતું કે તેમનામાં એક્ટિંગ સ્કીલ રહેલી છે. એ જ કારણ છે કે રણવીર ઓછા સમયમાં બોક્સ ઓફિસ ઉપર પણ ક્રાઉડ પુલર અભિનેતા સાબિત થયેલ છે.

રણવીર સિંહ અને સોનમ કપુર કઝિન ભાઇ-બહેન છે

તમને જણાવી દઈએ કે રણવીર સિંહ અનિલ કપુરના સંબંધી છે અને સોનમ કપુરના કઝિન બ્રધર છે. તેઓ પોતાના અંકલ અનિલ કપુરની સાથે આવ્યા હતા, જ્યારે આ વાત રવીનાને જાણ થઈ તો તે ખુબ જ હસવા લાગી હતી. વળી રણવીર સિંહનાં વર્કફ્રંટ ની વાત કરવામાં આવે તો એક્ટર રોકી અને રાની કી પ્રેમ કહાની નું શુટિંગ કરી રહ્યા છે, જેમાં આલિયા ભટ્ટ, ધર્મેન્દ્ર, શબાના આઝમી અને જયા બચ્ચન પણ છે. તે સિવાય તેમને સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ ’83’ આ વર્ષે ક્રિસમસની આસપાસ રિલીઝ થશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ નજર આવશે.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *