જયા કિશોરી લગ્ન કરીને બાળક મેળવવા માંગે છે, જુઓ બાળપણમાં કેટલી સુંદર હતી સાધ્વી

આજકાલ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક વક્તા જયા કિશોરી એક મોટું નામ બની ગયું છે. માત્ર 23 વર્ષની ઉંમરે તેણે પોતાની એક અલગ ઓળખ બનાવી દીધી છે અને દેશભરમાં ઘણું નામ અને આદર મેળવ્યો છે. જયા કિશોરી ખાસ કરીને યુવાનોમાં ખૂબ પ્રખ્યાત અને લોકપ્રિય છે. જયા કિશોરી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે .તેમના દ્વારા આપવામાં આવેલા ઉપદેશો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે.
તેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઇરલ થાય છે તમે જયા કિશોરી ના ઘણા ફોટાઓ જોયા હશે. પરંતુ, પરંતુ આજે અમે તમને તેના બાળપણના કેટલાક પસંદ કરેલા અને ન જોયા હોય તેવા ચિત્રો બતાવવા જઈ રહ્યા છીએ.
આ તસવીર જયા કિશોરીના બાળપણની છે. જેમાં તે તેના પિતાના ખોળામાં બેઠેલી જોવા મળે છે.
જયા કિશોરી સાત વર્ષની હતી ત્યારથી તેને ભજનો-કીર્તનો ગાવાનું શરૂ કર્યું હતું. આ તે દિવસોની એક તસવીર છે.
આ તસવીરમાં તમે જોઈ શકો છો કે જયા કિશોરી તેની દાદીની ખોળામાં હસતી જોવા મળે છે.
આ તસવીરમાં જયા કિશોરી માત્ર 9 વર્ષની છે. આટલી નાની ઉંમરે તેમને શિવ તાંડવ સ્ટ્રોટમ, રામાષ્ટકમ, લિંગષ્ટકમ જેવા સ્ત્રોત યાદ હતા.
જયા કિશોરી નારાયણ સેવા સંસ્થાના બાળકો સાથે ઘણી વખત સમય વિતાવે છે. એટલું જ નહીં, તેણે પોતાની કમાણીનો મોટો ભાગ આશ્રમમાં દાન પણ આપ્યું છે.
તેનો જન્મ રાજસ્થાનના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના કુટુંબ અને ઘરમાં તેમને શરૂઆતથી જ પૂજા પાઠ અને આધ્યાત્મિક વાતાવરણ મળ્યું હતું. આ જ કારણના લીધે જયા કિશોરીજી નાનપણથી જ કૃષ્ણ ભક્તિમાં લીન થયા છે.
જયા કિશોરી તેમના પરિવારને ખૂબ જ ચાહે છે. તેણે એક સામાન્ય છોકરીની જેમ લગ્ન કરીને માતા બનવાનું પણ નક્કી કર્યું છે. સામાન્ય રીતે આધ્યાત્મિક પ્રવક્તા આવી વસ્તુઓથી દૂર રહેતા હોય છે, પરંતુ જયા કિશોરી બધાથી અલગ છે.
જયા કિશોરી ઇન્સ્ટાગ્રામ પર ખુબ એકટીવ રહે છે. અહીં તેને એક કરોડ ચાલીસ લાખથી વધુ લોકો અનુસરે છે. યુવા જનરેશન તેમના દ્વારા આપવામાં આવેલી સલાહ અને ઉપદેશોનું ખૂબ ધ્યાનથી સાંભળે છે. તેમાં કોઈ શંકા નથી કે તેની સોશ્યલ મીડિયાની હાજરી ખૂબ પ્રબળ છે. કદાચ આ જ કારણ છે કે તે ઝડપથી યુવાનો સાથે જોડાવા માટે સક્ષમ છે.