આ પ્રખ્યાત હસ્તીઓ એ કપિલ શર્માના શો પર આવવાનો કર્યો ઇન્કાર, જુઓ કોણ કોણ છે આ યાદીમાં..

જો આપણે કોમેડી રિયાલિટી શો વિશે વાત કરીએ તો ‘કપિલ શર્મા શો’ એ ટીવીનો સૌથી લોકપ્રિય શો છે. આ શો ને કરોડો લોકો જોવે છે. ફક્ત ભારતના જ નહીં પરંતુ દુનિયાભરના લોકો કપિલ શર્મા અને તેના શોના ખૂબ જ ચાહક રહ્યા છે. ખૂબ જ જલ્દી આ શો ફરીથી શરૂ થવા જઇ રહ્યો છે. દેશની તમામ પ્રખ્યાત હસ્તીઓ તેમની ફિલ્મ, પુસ્તક અથવા ગીતના પ્રમોશન માટે દર અઠવાડિયે ઘણી વાર શોમાં આવે છે. પરંતુ ઘણી સેલિબ્રિટીઝ એવી પણ છે, જેમણે તેના શોમાં ભાગ લેવાની ના પાડી દીધી છે.
મુકેશ ખન્ના
હાલમાં જ ‘શક્તિમાન’ ફેમ એક્ટર મુકેશ ખન્નાએ કપિલના શો વિશે ઘણાં નિવેદનો આપ્યાં હતાં, જેના કારણે તે હેડલાઇન્સમાં રહ્યો હતો. કપિલે થોડા મહિના પહેલા પોતાના શોમાં ‘મહાભારત’ના તમામ કલાકારોને ફરી રીયુનિયન માટે બોલાવ્યા હતા. જે પછી ‘મહાભારત’ ના બધા પાત્રો આવ્યા પણ ‘ભીષ્મપિતામહ’નું પાત્ર ભજવનાર અભિનેતા મુકેશ ખન્નાએ આ શોમાં જવાની ના પાડી હતી. મુકેશનું માનવું છે કે કપિલનો શો કુહુડતા અને બેહુદગીથી ભરેલો છે. જ્યાં પુરુષો મહિલાઓના કપડા પહેરીને ખરાબ કાર્યો કરવા માટે બનાવવામાં આવે છે.
આમિર ખાન
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાન પણ ક્યારેય કપિલના શોમાં જોવા મળ્યા નથી. આનું કારણ એ છે કે આમિર ખાન ને પોતાની કોઈ પણ ફિલ્મના પ્રમોશન માટે ટીવી કે રિયાલિટી શોમાં જવાનું પસંદ નથી. તેમનું માનવું છે કે જો ફિલ્મ સારી હશે તો દર્શકો નિશ્ચિતરૂપે જોશે, પ્રમોશનથી કંઈ થતું નથી. આ જ કારણ છે કે કપિલના અનેક વખત ફોન આવ્યા પછી પણ આમિરે તેના શોમાં જવાની ના પાડી દીધી હતી.
રજનીકાંત
સાઉથના સુપરસ્ટાર રજનીકાંત તેની શૈલી અને અભિનય માટે દુનિયાભરમાં ખુબ જ પ્રખ્યાત છે. આખો દેશ પણ તેમને થલાઇવના નામથી જાણે છે. રજનીકાંતની લોકપ્રિયતાને કારણે કપિલે તેને તેના શોમાં આવવા માટે ઘણી વાર આમંત્રણ મોકલ્યું હતું, પરંતુ થલાઇવાએ ના પાડી. ખરેખર, થલાઇવાની ફિલ્મો તેના નામે બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ જાય છે. આવી સ્થિતિમાં તેમને કોઈ પણ પ્રમોશનની જરૂર નથી.
લતા મંગેશકર
સૂરોની મલ્લિકા લતા મંગેશકર તેની ગાયકીના કારણે આખી દુનિયામાં ખુબ જ પ્રખ્યાત છે. તેમના દ્વારા ગાયેલા ગીતો લોકોના દિલને સ્પર્શે છે. તેની લોકપ્રિયતા જોઈ કપિલે તેને ઘણી વાર તેના શોમાં આવવાનું કહ્યું હતું, પરંતુ લતા જી પણ ક્યારેય કપિલના શોમાં આવ્યા નથી.
નાના પાટેકર
આ યાદીમાં નાના પાટેકર પણ છે. જ્યારે ફિલ્મ વેલકમ બેક રિલીઝ થઈ હતી, ત્યારે જ્હોન અબ્રાહમ અને અનિલ કપૂર કપિલના શોમાં આ ફિલ્મના પ્રમોશન માટે હાજર આવ્યા હતા. જ્યારે નાના પાટેકર પણ આ ફિલ્મનો એક ભાગ હતા પરંતુ તેમણે આ શો પર જવાની ના પાડી હતી.
મહેન્દ્રસિંહ ધોની
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની લોકપ્રિયતા પણ કોઈથી ઓછી નથી. વર્ષ 2011 માં ભારતે વર્લ્ડ કપ જીત્યા પછી તે દરેકના પ્રિય બન્યા હતા. કપિલ શર્મા પણ ધોનીના જબરા ફેન છે. જ્યારે ધોનીની બાયોપિક એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરીનું પ્રમોશન ચાલી રહ્યું હતું, ત્યારે કપિલે તેમને તેના શોમાં આવવા આમંત્રણ આપ્યું હતું. પરંતુ ધોનીએ કપિલ શર્માના શોમાં આવવાનો ઇનકાર કર્યો હતો. એવું કહેવામાં આવે છે કે ધોની વ્યસ્ત શેડ્યૂલને કારણે કપિલ શર્માના શોમાં ભાગ લીધો ન હતો.
સચિન તેંડુલકર
ભારતમાં ક્રિકેટના ભગવાન ગણાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની બાયોપિક ફિલ્મ ‘સચિન: એ બિલિયન ડ્રીમ્સ’ રિલીઝ કરવામાં આવી હતી, ત્યારે કપિલ દ્વારા સચિન તેંડુલકરને તેના શોમાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ સચિને શોમાં જવાની ના પાડી દીધી હતું.