ઘરે જ બનાવો ગરમા ગરમ જલેબી, ખાનારાઓ ખાતા જ રહી જશે

ગરમા ગરમ જલેબી મોટા ભાગના લોકો ને પસંદ હોઈ છે. મેંદા, ખમીર અને ખાંડ થી કોઈ પણ જલેબી બનાવી શકે છે. જો તેમે શીખવા માંગો છો. તો આ રહી તમારી જલેબી બનાવવાની સરળ રીત
સામગ્રી
- 2 કપ નો મેંદો લોટ
- 1/2 મોટો ચમચો ઈસ્ટ
- 2 કપ પાણી
- તળવા માટે ઘી
- ખાંડની ચાસણી
- 4 કપ ખાંડ
- 1 મોટો ચમચો દૂધ
- 8-10 કેસર ના તાંતણા
બનાવવાની રીત
- સૌથી પહેલા યીસ્ટમાં અડધો કપ નવશેકુ પાણી નાંખી ફુલાવવા માટે છોડી દો.
- ત્યાર પછી મોટા વાસણ માં મેંદાનો લોટ લો.
- યીસ્ટ ને સરખી રીતે પાણીમાં ભેળવી દો.
- મેંદામાં યીસ્ટનું પાણી નાંખી અને તેમાં થોડું થોડું પાણી નાખી ઘોળ તૈયાર કરો.
- આ ઘોળ એવું તૈયાર કરો કે વધારે પાતળું કે વધારે જાડું ન હોય.
- આ ઘોળને 5-6 કલાક ઢાંકીને એક બાજુ મૂકી દો.
- એટલી વારમાં તમારું જલેબી બનાવવા માટેનું ખીરૂ તૈયાર છે.
- જલેબી તળો એ પહેલાં ચાસણી બનાવી ને તૈયાર કરો.
- એક પેનમાં પાણી અને ખાંડ નાખીને ધીમી આંચ પર ઉકાળો.
- તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો અને જ્યારે તેમાં ઉભરો આવે ત્યારે તેમાં દૂધ નાંખી દો.
- દૂધ નાંખવાથી ચાસણીની ગંદગી ઉપર તરવા લાગશે તેને ચમચી વડે બહાર કાઢી લો.
- જલેબી માટે એક તારની ચાસણીની જરૂર હોય છે.
- ચાસણીમાં ઉભરો આવે તો એક ચમચીથી જોઈ લો. જો તેમાં પાતળા તાર દેખાય તો સમજી લેવું કે ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં કેસર નાંખી ધીમી આંચ પર ઉકાળો.
- ગેસની બીજી બાજુ એક પેનમાં ઘી નાંખી ધીમા તાપ પર ગરમ કરવાં મુકો. જ્યાં સુધી ઘી ગરમ થાય મેંદાની પેસ્ટને સારી રીતે ફીણી લો.
- આ પેસ્ટને સોસની બોટલથી કે દૂધની થેલીને કાપીને જલેબી બનાવી સરખી રીતે તળી લો. જ્યારે ઘી માં જલેબી તળો ત્યારે બંને બાજુ ગોલ્ડન કલર ની થાય ત્યાં સુધી તળી લો.
- ત્યાર પછી, આ જલેબી ને ચાસણીમાં ડૂબાડી દો. આ જ રીતે બધી જલેબીને તળી લો.
- તમારી જલેબી તૈયાર છે.