બેંગલુરુમાં 3 વર્ષના બાળકને અચાનક ગળામાં દુ:ખવા લાગ્યું, ડોક્ટરો પણ એક્સ-રે માં જોઈને ચોકી ગયા..
કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં એક ત્રણ વર્ષનો બાળક નાની ગણેશ મૂર્તિ ગળી ગયો. મૂર્તિ ગળી ગયા બાદ બાળકની તબિયત અચાનક બગડવા લાગી. અહેવાલ અનુસાર, બાળકે લગભગ 5 સેમી લાંબી ગણેશની મૂર્તિ ગળી લીધી હતી.
બાદમાં જ્યારે સ્થિતિ બગડી ત્યારે 3 વર્ષના બાળકને કર્ણાટકના બેંગલુરુની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ચમત્કારિક રીતે બાળકનો બચાવ થયો હતો. બેંગલુરુના ઓલ્ડ એરપોર્ટ રોડ પર મણિપાલ હોસ્પિટલમાં બાળકની સારવાર કરવામાં આવી હતી.

રમતી વખતે બાળક ગણેશ મૂર્તિ ગળી ગયો
શુક્રવારે બાળક એક રમતમાં ભગવાન ગણેશની નાની મૂર્તિ ગળી ગયો. બાદમાં બાળકને ઉપરની છાતીમાં દુખાવો થવા લાગ્યો અને લાળ ગળવામાં તકલીફ થવા લાગી. જ્યારે ડોકટરોએ છાતી અને ગળાના એક્સ-રે કરવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે બાળકના શરીરમાં ગણેશની મૂર્તિ દેખાય છે, ત્યારે ડોક્ટરોએ એન્ડોસ્કોપિક પદ્ધતિનો ઉપયોગ કરીને મૂર્તિને દૂર કરવાની યોજના બનાવી

બાળકને એનેસ્થેસિયા આપ્યા બાદ તરત જ 1 કલાકમાં એન્ડોસ્કોપી ટેકનિકથી ઓપરેશન કર્યા બાદ ભગવાન ગણેશની મૂર્તિ બહાર કાવામાં આવી. ઓપરેશનના ત્રણ કલાક બાદ બાળકને ખોરાક આપવાનું શરૂ થયું અને સાંજ સુધીમાં તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
ખોરાકની પાઇપના ઉપરના ભાગમાં અટવાયેલી
બાળરોગ ચિકિત્સક ડોક્ટર શ્રીકાંતે જણાવ્યું કે મૂર્તિને કારણે બાળકના ખોરાક ખાવામાં મુશ્કેલી થઈ રહી હતી અને છાતીમાં દુખાવાને કારણે બાળકને ગળી જવામાં તકલીફ પડી રહી હતી. હોસ્પિટલના ડિરેક્ટર ડોક્ટર મનિષ રાયે જણાવ્યું કે જ્યારે તેઓ બાળકને હોસ્પિટલમાં લાવ્યા ત્યારે તેની હાલત ખૂબ ખરાબ હતી, તાત્કાલિક સારવારને કારણે બાળકની તબિયતમાં ઝડપથી સુધારો થયો અને તે બચી ગયો.

છોકરાને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો અને ચાર કલાક પછી તેને દૂધ આપવામાં આવ્યું. ડોક્ટરોએ કહ્યું કે જો છોકરાને તાત્કાલિક તબીબી મદદ ન મળી હોત, તો તે અન્નનળીને નુકસાન પહોંચાડત. આનાથી છાતીમાં ચેપ અને ફૂડ પાઇપમાં છિદ્ર પણ થઈ શકે. તેમણે કહ્યું કે નાના બાળકોના માતા પિતાએ ખૂબ કાળજી રાખવી જોઈએ અને નાની વસ્તુઓ બાળકોથી દૂર રાખવી જોઈએ, ખાસ કરીને આવી વસ્તુઓ જેને ગળી જવાનું જોખમ હોય.