શું તમને ખબર છે કે હનુમાનજીની ઊડવાની ઝડપ કેટલી હતી? જાણી લેશો તો તમને હનુમાનજીની શક્તિઓનો ખ્યાલ આવી જશે..

શું તમને ખબર છે કે હનુમાનજીની ઊડવાની ઝડપ કેટલી હતી? જાણી લેશો તો તમને હનુમાનજીની શક્તિઓનો ખ્યાલ આવી જશે..

હનુમાનજી આ કળિયુગમાં સૌથી વધારે જાગ્રત અને સાક્ષાત દેવતા છે. કળયુગમાં હનુમાનજીની ભક્તિથી જ વ્યક્તિ દુઃખને સંકટમાંથી બચવા માટે સક્ષમ છે. હનુમાનજી 4 કારણોથી બધા દેવી-દેવતાઓમાં શ્રેષ્ઠ છે. પહેલા કે તેઓ રીયલ સુપરમેન છે, બીજું કે તેઓ પાવરફુલ હોવા છતાં પણ ઈશ્વર પ્રત્યે સમર્પિત છે, ત્રીજુ કે તેઓ પોતાના ભક્તોની સહાયતા તુરંત કરે છે અને ચોથું કે આજે પણ તેઓ શરીર પૃથ્વી પર સશરીર હાજર છે. આ બ્રહ્માંડમાં ઈશ્વર બાદ જો કોઈ શક્તિ હોય તો તે હનુમાનજી છે. હનુમાનજી વિશે આપણે ઘણી બધી કહાનીઓ સાંભળી છે.

એક સમયે જ્યારે મેઘનાથના તીરથી લક્ષ્મણજી બેભાન થઈ ગયા હતા. ત્યારે સુષેણ વૈધના કહેવાથી હનુમાનજી હિમાલય પર તેમના માટે જડીબુટ્ટીઓ લેવા માટે ગયા હતા. પરંતુ ખુબ જ ઓછા લોકોને ખબર હશે કે લંકાથી હિમાલયનું અંતર કેટલું છે અને કેટલા સમયની અંદર હનુમાનજી જડીબુટ્ટી લઈને પરત આવી ગયા હતા. તેના પરથી હનુમાનજીની ઉડવાની ગતિને પણ જાણી શકાય છે.

હનુમાનજીની ઉડવાની ગતિ કેટલી હતી?

આજે અમે તમને જણાવીએ કે હનુમાનજીના ઉડવાની ગતિ કેટલી હશે. તેનો અંદાજ જો તમે એ વાત પરથી લગાવી શકો છો કે 9:00 થી લઈને 12:00 વાગ્યા સુધી લક્ષ્મણજી તથા મેઘનાથનુ યુદ્ધ થયું હતું. મેઘના દ્વારા ચલાવવામાં આવેલા તીરથી લક્ષ્મણજીને ઘવાયા હતા અને અંદાજે 12:00 વાગ્યાની આસપાસ તેઓ બેભાન થઈ ગયા હતા.

જ્યારે રામજીને લક્ષ્મણજીના બેભાન થવાની જાણકારી પ્રાપ્ત થઈ તો તેઓ દુઃખી થયા અને બાદમાં થયેલી ચર્ચા પરથી વિભીષણના કહેવાથી હનુમાનજી સુષેણ વૈદ્યને લંકાથી લઈને આવ્યા, જેમાં 1 કલાકનો સમય પસાર થયો એટલે કે અંદાજે 1:00 વાગ્યાનો સમય થયો હશે.

સુષેણ વૈદ્ય એ લક્ષ્મણજીની તપાસ કરી અને કહેવામાં આવ્યું કે હિમાલયની પાસે દ્રોણાગિરિ પર્વત પર આ 4 ઔષધિઓ મળશે, જેને સૂર્યોદય પહેલા એટલે કે 5:00 વાગ્યા પહેલા લઈને આવવાનું રહેશે. તેના માટે રાત્રે હનુમાનજી 1:30 વાગ્યે હિમાલય તરફ રવાના થયા હશે.

હનુમાનજીને 2,500 કિલોમીટર દુર હિમાલયનાં દ્રોણાગિરિ પર્વત પરથી તે ઔષધિ લઈને આવવાનું હતું. તેના માટે તેમને સાડા ત્રણ કલાકનો સમય મળ્યો હતો. તેમાંથી પણ અડધો કલાકનો સમય ઔષધી શોધવામાં લાગ્યો હશે. અડધો કલાકનો સમય કાલનેમિ નામના રાક્ષસ કે જેણે તેમને પ્રભાવિત કર્યા હતા, તેમાં પસાર થયો હશે અને અડધો કલાકનો સમય ભારતીજી દ્વારા તેમને નીચે પાડવામાં અને પરત મોકલવામાં થયો હશે.

મતલબ કે આવવા-જવા માટે તેમની પાસે માત્ર 2 કલાકનો સમય બચ્યો હશે. માત્ર 2 કલાકમાં હનુમાનજી દ્રોણાગિરિ પર્વત હિમાલય પર જઈને ભરત 5,000 કિલોમીટરની યાત્રા કરીને આવ્યા હતા. એટલે કે તેમની ઉડવાની ઝડપ 2,500 કિલોમીટર પ્રતિ કલાક રહી હશે.

આજના આધુનિક વિમાનની ગતિ 2,400 કિલોમીટર પ્રતિ કલાકની છે, તો હનુમાનજી મહારાજ તેનાથી પણ તીવ્ર ઝડપથી જઈને માર્ગની અંદર 3-3 અવરોધોને દુર કરીને પરત સુર્યોદય પહેલા આવી ગયા હતા. આ બધું તેમની વિલક્ષણ શક્તિઓને કારણે શક્ય થયું હતું. આ ઘટના પરથી તમે હનુમાનજીની શક્તિઓનો અંદાજ લગાવી શકો છો.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *