ગુજરાતી ફિલ્મોની આન બાન શાન કહેવાતી રોમા માણેક આજે જીવે છે કઈક આવું જીવન, જુઓ તસવીરો

ગુજરાતી ફિલ્મોની આન બાન શાન કહેવાતી રોમા માણેક આજે જીવે છે કઈક આવું જીવન, જુઓ તસવીરો

રોમા માણેક નામ ભાગ્યજ કોઈને યાદી નહીં હોય તે ગુજરાતી ફિલ્મોની જાણીતી અભિનેત્રી છે. તેઓ દેશ રે જોયા દાદા પરદેશ ફિલ્મ થી પ્રસિદ્ધિ મેળવી હતી. ગુજરાતી ફિલ્મો ઉપરાંત તેમણે જાણીતી ટેલિવિઝન ધારાવાહિક મહાભારત માં પાંડુ રાજાની પત્નિ માદ્રીની ભૂમિકા ભજવી હતી.મિત્રો આપણે આજે રોમા માણેક ના જીવન વિશેની સમગ્ર વાત કરીશુ.

એક જમાના માં તેઓ ગામડાંના કલચર પર આધારિત ફિલ્મોમાં પોતાનો ડંકો વગાડતા હતા. પહેલાં ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયા અને સ્નેહલતાની ફિલ્મો જોવા માટે પડાપડી થતી હતી. ત્યાર બાદ હિતેન કુમાર અને રોમા માણેકની જોડીએ ગુજરાતી ફિલ્મોને ગજવ્યું હતું. જોકે હાલ આ બધા અભિનેતાઓ જોવા મળતાં નથી પરંતુ આમાં તેઓ એ ખુબજ સારો અભિનય કરીને લોકોના દિલમાં એક સ્થાન મેળવ્યું હતું.

ગુજરાતી હીરોઇનની વાત આવે એટલે મનમાં ઘણી બધી અભિનેત્રીઓના ચિત્ર નજર સામે આવી જાય. તેમાની એક છે રોમા માણેક, આજે તેમની ઉંમર લગભગ ૫૧ વર્ષની છે, તેમ છતાં પણ રોમા માણેક આજે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે.ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં નવા નવા સ્ટાર્સ પોતાનું નસીબ અજમાવવા આવી રહ્યા છે.

જોકે વિતેલા જમાનાના ઘણા એવા સ્ટાર્સ છે. જેઓ એક સમયે ખુબ જ પ્રખ્યાત હતા. અમુક સ્ટાર્સે આ દુનિયાને અલવિદા કહી છે.તો ઘણા સ્ટાર્સ એકલવાયું જીવન જીવી રહ્યા છે. જયારે ગણ્યાંગાઠ્યાં કલાકારો હિન્દી ફિલ્મોમાં કામ કરી રહ્યા છે.

હાલના સમયમાં રોમા માણેક મુંબઈમાં વસવાટ કરે છે અને આજે પણ ઢોલિવૂડ એટલે કે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સક્રિય છે.પરંતુ પેહલાં જેટલી નહીં. તેમાં પણ ‘દેશ રે જોયા પરદેશ જોયા’ જેવી સુપર-ડુપર હિટ ફિલ્મમાં ‘રાધડી’ના રોલથી રાતોરાત ફેમસ થઈ ગયેલી રોમા માણેકે લાખો લોકોના દીલ પર સ્થાન મેળવ્યું હતું.

દેશ રે જોયા પરદેશ જોયા’ બાદ ઉપરાઉપરી હિટ ફિલ્મો આપી રોમા માણેક છવાઈ ગઈ હતી. ઘણા લોકોને ખબર નહીં હોય કે રોમા માણેક મૂળ ગુજરાત નહીં પણ હિમાચલપ્રદેશના રહેવાશી હતી.

આ અભિનેત્રી નો શ્રુંગાર અને સૌદર્ય જે પહેલા હતુ તે હાલ પણ જળવાઈ રહેલુ છે. તેમા કોઈપણ જાત નુ પરિવર્તન નથી. હાલ ઘણા અભિનેતા તથા અભિનેત્રીઓ પોતાની જાત ને શ્રેષ્ઠ દેખાડવા માટે અનેક મેડિસીનો લે છે તથા ઓપરેશનો કરાવે છે. ત્યારે રોમા માણેકે હાલ પણ પોતાનુ કુદરતી સૌંદર્ય જાળવી રાખ્યુ છે.છેલ્લાં કેટલાય સમયથી રોમા માણેક રૂપેરી પડદાથી દૂર છે.

હાલ રોમા માણેક પરિવાર સાથે મુંબઈમાં રહે છે. 90ના દાયકાની શરૂઆતમાં તેણે અનેક હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. જેમાં 1987માં આવેલી ફિલ્મ ‘સાત સાલ બાદ’, 1991માં ‘દીલ હૈ કી માનતા નહીં’, ‘પીછા કરો’, ‘હમ કુરબાન’, ‘જમાને સે ક્યા ડરના’ સામેલ છે.રોમા માણેક જ્યા જ્યાં ગઈ ત્યાં ત્યાં તેઓએ પોતાની અલગ છાપ છોડી છે.

રોમા માણેકે અલગ અલગ ક્ષેત્રમાં કામ કર્યું છે.ઘણા ઓછા લોકોને ખબર હશે કે 90ના દશકામાં મહાભારત સિરીયલમાં પાંડુ રાજાની બીજી પત્ની માદરીનું પાત્ર ગુજરાતી અભિનેત્રી રોમા માણેકે ભજવ્યું હતું. મહાભારત સિરીયલમાં માદરીના રોલ માટે ડિરેક્ટરને સુંદર યુવતીની તલાશ હતી.આ માટે ડિરેક્ટરે રોમા માણેક પર પસંદગી ઉતારી હતી.

મહાભારત સીરિયલમાં માદરીના ટૂંકા રોલમાં રોમા માણેકે શાનદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા.રૂપરી પદડે ચમકવા થનગની રહેલી રોમા માણેક માટે આ સીરિયલ ખૂબ મહત્વની સાબિત થઈ હતી.રોમા ખુબજ સુંદર દેખાતી હતી અને હાલમાં પણ તે ખુબજ સુંદર દેખાય છે તેઓનો અભિનય પણ ખુબજ સુંદર હતો.જેના કારણેજ તેઓને આટલી પ્રસિદ્ધિ મળી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *