આવી આલીશાન જિંદગી જીવે છે ગુજરાતી કલાકાર કિર્તીદાન ગઢવી, જુઓ તસવીરો

આપણા ગુજરાત રાજ્યમાં ડાયરાનું ખુબ જ મહત્વ છે. ગમે તે પ્રસંગ હોય પહેલી પસંદ ડાયરાની કરવામાં આવે છે. ગુજરાતમાં ડાયરાના વિવિધ કલાકારો છે, પણ ડાયરાનું નામ આવે એટલે પહેલા આપણને એક જ ચેહરો યાદ આવે છે એ છે કિર્તીદાન ગઢવી. સમગ્ર વિશ્વમાં જ્યાં પણ ગુજરાતીઓ નિવાસ કરે છે. ત્યાં મોટાભાગે જ કોઈ એવી જગ્યા હશે જ્યાં કીર્તિદાનનો ડાયરોનો પ્રોગ્રામ ન થયો હોય. કીર્તિદાન ગઢવીનો જન્મ તેમના મોસાળ સુરેન્દ્રનગરમાં થયો હતો. ચરોતરના વાલવોડ જોડે સામાન્ય પરિવારમાં જન્મ પામેલ કીર્તિદાને લાઈફમાં ખૂબ જ મહેનત કરી હતી. તો આપણે જાણીએ કીર્તિદાનની જીવન ની સફર પર..
ગુજરાત રાજ્યના આણંદ જિલ્લાના નાનકડા વાલવોડ ગામે ગઢવી ફેમિલીમાં કીર્તિદાન ગઢવીનો જન્મ થયો હતો. ચારણ-ગઢવી ફેમિલીમાં સંગીત લોહીમાં હોય છે, એમ કીર્તિદાનને પણ નાનપણથી જ ગીતો અને ડાયરાનો ઘણો બધો શોખ હતો.
કીર્તિદાન ગઢવી વાલવોડ ગામની જ પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. પછી તેઓ ઉચ્ચ શિક્ષણ માટે વલ્લભવિદ્યાનગરમાં બે વર્ષ સુધી બી.કોમનું શિક્ષણ કર્યું હતું. જોકે, મન સંગીતમાં જોડાયેલું હોવાથી તેમને શિક્ષણમાં વધારે રસ નહોતો.
પછી તેમણે વડોદરા યુનિવર્સિટીમાંથી સંગીતનું શિક્ષણ મેળવ્યું અને ત્યારબાદ તેમને માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી. તેના પછી કીર્તિદાન ગઢવીની સંગીત જગતની અવિતરત યાત્રા પ્રારંભ થઈ. સંગીતની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી તેમને સંગીત શિક્ષક તરીકે બે વર્ષ નોકરી પણ કરી હતી.
પોતાના શોખને લીધે શાળ તથા કોઈ હરીફાઈમાં જ્યાં પણ તક મળે ત્યાં કીર્તિદાન ગઢવી ગાવા અથવા ડાયરો કરવા જતા હતા. કીર્તિદાનના પિતા પણ આ ક્ષેત્રમાં હતા. કીર્તિદાન ગઢવીના મોટાભાઈ જગદીશભાઈને તેમની પર વિશ્વાસ હતો કે તેઓ લાઈફમાં કંઈક કરશે. તેના ઘરના લોકોનો વિરોધ હોવા છતાં તેમના મોટા ભાઈ કીર્તિદાનને મ્યૂઝિકમાં એડીમીશન લેવા દીધું હતું.
સ્ટેજ પર કીર્તિદાનને ગાવાનો પ્રથમ અવસર પેટલાદ જોડેના રામોદડી ગામે નવચંડી યજ્ઞમાં પ્રાપ્ત થયો હતો. અહીં તેમણે ડોલરભાઈ ગઢવી જોડે ‘શ્યામ પીયા મોરે રંગ દે..’ ગીત સુંદર સ્વર સાથે ગાયું હતું.
આજે આશરે ડાયરાના સામાન્ય એક પોગ્રામ માટે કીર્તિદાનને લાખો રૂપિયા પ્રાપ્ત થાય છે, પણ કીર્તિદાનને એક ડાયરા કરવા માટે 400 રૂપિયા મળ્યા હતા. સ્વ. જયદેવ ગઢવીએ કીર્તિદાનને નાના કેરળામાં એક ડાયરામાં કલાકાર તરીકે ગાવાનો મોકો આપ્યો હતો.
કીર્તિદાને જીવનના ખૂબ પરિશ્રમ અને તનતોડ મહેનત કરી છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે આ વિષય પર વાત કરતા કહ્યું હતું કે સુખમાં બાળક ભલે મોડું મોટું થાય છે પણ દુઃખની પરિસ્તિતમાં વધુ મોટુ થઈ જાય છે. મેં એટલી મહેનત કરી છે કે મારી બદલે કોઈ બીજો સિંગર હોત તો આ પદને છોડીને ક્યારનો જતો રહ્યો હોત.
કીર્તિદાને જણાવ્યું હતું કે મહેનત અને પરિશ્રમના દિવસોમાં આ ફિલ્ડમાં નામ પ્રાપ્ત કરવું ખૂબ અઘરું હતું. કેટલાક પોગ્રામમાં ચાર-પાંચ વાગ્યે ગાવાનો વારો આવતો તો કેટલીક જગ્યાએ તક પણ મળતી નહીં. કેટલાક કલાકારો તો મોંઢા બગાડીને કહેતા કે આને કોને અહીં બોલાવ્યો છે.
આ સિવાય ડાયરામાં માણસોને મનોરંજન કરાવનાર માયાભાઈ આહિર તથા કીર્તિદાન ગઢવી વચ્ચે ખૂબ સારી દોસ્તી છે. બંને વચ્ચે મામા-ભાણા જેવો રિલેશન છે. આ બંનેની જોડી ઘણી લોક પ્રિય થઈ છે.
મધ્યગુજરાતમાં જન્મ લઈને કીર્તિદાનની ‘કીર્તિ’ બાદમાં સૌરષ્ટ્ર-કચ્છમાં વિસ્તારમાં ફેલાઈ હતી. કીર્તિદાનના સૂરનો એવો તો જાદુ બધી જ બાજુ જોવા મળ્યો કે સૌરષ્ટ્ર-કચ્છ કીર્તિદાનના ડાયરામાં લોકોની ભીડ એકઠી થવા લાગી.
આજે કીર્તિદાન ગઢવી ડાયરાના કિંગ તરીકે ફેમસ થયા છે. કેટલાક ગીત કેટલાક કલાકારો માટે બનાવવામાં આવ્યા હોય છે એ જ રીતે ‘મોગલ છેડતાં કાળો નાગ’ એ કીર્તિદાન ગઢવીની બ્રાન્ડ સોંગ તરીકે ફેમસ છે.
બોલિવૂડ મ્યુઝિક ડિરેક્ટર સચીન-જીગરના ‘લાડલી’ ગીતમાં કીર્તિદાનના અવાજને ખૂબ ચાહના મળી હતી.
કીર્તિદાનને ફેમિલીમાં એક પત્ની સોનલ, તથા બે પુત્રો ક્રિષ્ના અને રાગ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ડાયરાના વધારે પોગ્રામના લીધે કીર્તિદાન ગઢવી હાલમાં રાજકોટ શિફ્ટ થયા હતા.
કીર્તિદાન ગુજરાતી લોકસાહિત્યને આગળ લઈ જવા માગે છે. તેમણે આ વિષય પર વાત કરતા જણાવ્યું હતું કે જે રીતે પંજાબી તથા બીજા પ્રાદેશિક લોકસાહિત્યને જગત સાંભળે છે, તેવી જ તેઓ ગુજરાતી ભાષા તથા લોકો સાહિત્યને આગળ લઈ જવા માંગે છે.