લીલી કોથમીર અને લસણની ચટણી બનાવાની સરળ રીત

લીલી કોથમીર અને લસણની ચટણી ખાવામાં ખૂબ જ મજા આવે છે. તમે તેને સમોસા, મથરી, નમકપરે, પુરી, પકોડા, પરાઠા સાથે ખાઈ શકો છો. આ ચટણી દરેકના સ્વાદમાં ખુબ જ વધારો કરે છે. અને બનાવી પણ ખુબ જ સરળ છે.
સામગ્રી
- 1 કપ માં કોથમીર ના પાંદડા
- 2 લીલા મરચા
- 7-8 લસણની કળી
- 1 ઇંચનો આદુનો ટુકડો
- 1/2 ટીસ્પૂન લીંબુનો રસ
- સ્વાદ માટે મીઠું
લીલી કોથમીર અને લસણની ચટણી બનાવવાની રીત
- સૌથી પહેલા કોથમીર ના પાન સાફ કરો અને તેને સારી રીતે ધોઈ લો.
- ત્યાર બાદ લીલા મરચાં, આદુ અને લસણના ટુકડા કરી લો.
- હવે ચારેય વસ્તુને બ્લેન્ડરમાં થોડું પાણી વડે પીસી લો.
- હવે તેને બાઉલમાં કાઢી લો અને તેમાં મીઠું અને લીંબુનો રસ મિક્સ કરો.
- લીલી કોથમીર અને લસણની ચટણી તૈયાર છે.