20 વર્ષની કુંવારી છોકરીએ આપ્યો માસુમ બાળકને જન્મ, માતા એ બાળકના પિતા નું નામ પૂંછતા મળ્યો એવો જવાબ કે પગ નીચેથી જમીન સરકી ગઈ..
આપણા દેશભરમાં રેપ અને યૌન શોષણના કેસ બંધ થવાનું નામા જ નથી લઈ રહ્યા. કેટલાક લોકો એટલી હદ સુધી ઉતરી જાય છે કે પોતાના સગા સંબંધીઓને પણ નથી છોડતા. મોટા ભાગના પુરુષો મહિલાઓને ખરાબ નજરથી જોતા હોય છે. જેમાથી અમુક પુરુષો હદ પાર કરી ગંદુ કામ પણ કરી બેસે છે. હદ તો ત્યારે પાર થઇ જાય જ્યારે આરોપી શખ્સ પોતાના જ પરિવારનો કોઇ નીકળે.
આવી જ એક ઘટના ગુજરાતના ભાવનગર જિલ્લાના શિહોર કસબાથી સામે આવી છે. 20 વર્ષની એક કુંવારી છોકરી ભાવનગર જિલ્લાના શિહોરમાં રહે છે. એક દિવસ તેની તબિયત અચાનક ખરાબ થઇ હતી. એવામાં તેને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. અહીં ડોક્ટરોએ ચેકઅપ કર્યું તો જાણવા મળ્યું કે તે ગર્ભવતી છે.

પછી થોડા મહિના બાદ છોકરીએ નાના બાળકને જન્મ આપ્યો. એક કુંવારી છોકરી દ્વારા બાળકને જન્મ આપવાની વાત સાંભળી બધા હેરાન રહી ગયા. ખાસ કરીને છોકરીની માતા તો ચોંકી ગઇ. માતાને વિશ્વાસ ન થયો કે તેની પુત્રી કરી લગ્ન વગર પ્રેગ્નેટ થઇ શકે છે. માસુમ બાળકને જન્મ આપ્યા પછી માતાએ હોસ્પિટલ માં પુત્રીને બાળકના પિતાનું નામ પુછ્યું.

આ પ્રશ્ન સાંભળતા જ પુત્રી ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. તેની આંખમાંથી આંસુ બંધ થવાનું નામ જ લેતા ન હતા. પછી તેણીએ હિમ્મત કરી અને બાળકના પિતાનું નામ જણાવ્યું. છોકરીએ જે નામ જણાવ્યું તે જાણીને તેની માતાને પગ નીચેથી જમીન ખસી ગઇ. તેને વિશ્વાસ ન હતો કે તેની પીઠ પાછળ આ બધુ કામ ચાલી રહ્યું હતું.

છોકરીની માતાએ જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી તેનો સગો બાપ જ તેની સાથે આવું કામ કરી રહ્યો હતો. પુત્રીએ જણાવ્યું કે મમ્મી જ્યારે તમે ઘરે ન હોય ત્યારે પપ્પા મારી સાથે ગંદુ કામ કરતાં હતા. તેઓ આ હેવાનીયત છેલ્લા એક વર્ષથી કરી રહ્યાં હતા. દીકરીની દુખભરી દાસ્તાન જાણી માતાનું કાળજું કંપી ઉઠ્યું. પોતાના પતિ વિરુદ્ધ નજીકના પોલીસ ફરિયાદ દાખલ કરી દીધી.

આ કેસને પોલીસે પણ ગંભીરતાથી લીધો અને જલ્દી જ આરોપી પિતાની ધરપકડ કરી લીધી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે પીડિતાના પિતા એક રોજમદાર મજૂર છે. તે શિહોર શહેરની એક નાની ઝોપડપટ્ટીમાં પોતાની પત્ની અને સૌથી નાની પુત્રી સાથે રહે છે. તેના બે પુત્ર અને એક મોટી પુત્રી પણ છે. આ બધાના લગ્ન થઇ ચૂક્યા છે. આથી તેઓ અલગ અલગ રહેતા હતા.
માતા જ્યારે ઘરમાં રહેતી નહીં ત્યારે પિતા આ વાતનો ફાયદો ઉઠાવી આ કામ કરતા હતા. પોલીસે પણ પોતાની તપાસમાં જાણ્યું કે પિતાની આ ગંદી કરતૂતથી તેની માતા અજાણ હતી. લગભગ તેને આ વાતની જાણ જ ન હતી.

ઉલ્લેખનીય છે કે આ પહેલા ઉત્તર પ્રદેશના કન્નૌજ જિલ્લાના ગુરસહાયગંજમાં પણ એક કુંવારી પુત્રી પ્રેગ્નેન્ટ થવાનો કિસ્સો બન્યો હતો. આ કેસમાં પડોસીએ જ 8 વર્ષની દીકરીનું અપહરણ કરી તેની સાથે આવું કામ કર્યું હતું. તેણે નાબાલીક છોકરીએ પૈસા અને ચોકલેટ આપવાની લાલચ આપી ખેતરમાં લઇ જઇ તેની સાથે રેપ કર્યો હતો.