9 વર્ષની દીકરીને પિતાએ 55 વર્ષના પુરુષને વેચી દીધી, કહ્યું- હવે આ તારી દુલ્હન છે, તેને મારશો નહીં..

અફઘાનિસ્તાન પર તાલિબાનોએ કબજો જમાવ્યો ત્યારથી અત્યાર સુધી ઘણી હ્રદયસ્પર્શી ઘટનાઓ સામે આવી રહી છે. હવે આ હૃદયદ્રાવક ઘટનાને જ લઈ લો. અહીં એક અફઘાન પિતાએ પોતાની 9 વર્ષની દીકરીની 55 વર્ષના વ્યક્તિ સાથે ડીલ કરી હતી. તેણે તેના પરિવારને ખવડાવવા અને જીવિત રાખવા માટે આ કરવું પડ્યું.
પૈસાની અછતને કારણે કર્યો દીકરીનો સોદો
સીએનએનના એક અહેવાલ મુજબ, 9 વર્ષની દીકરીને વેચનાર વ્યક્તિનું નામ અબ્દુલ મલિક છે. તેણે તેની બીજી પુત્રી પરવાના મલિકને 55 વર્ષના એક વ્યક્તિને વેચી દીધી છે. જ્યારે તેને આનું કારણ પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે તેના પરિવાર પાસે તેની આગળની આજીવિકા માટે પૂરતા પૈસા બચ્યા નથી. આવી સ્થિતિમાં તેણે મજબૂરીમાં પોતાની દીકરીનો સોદો કર્યો. અબ્દુલ મલિકના પરિવારમાં કુલ આઠ લોકો છે. બધા રાહત શિબિરોમાં પોતાનું જીવન જીવી રહ્યા છે.
પહેલા 12 વર્ષની બાળકીને પણ વેચી હતી
9 વર્ષની પરવાના મલિક ઉપરાંત પરિવારે બીજી 12 વર્ષની બાળકીને પણ આ જ રીતે વેચી દીધી છે. ત્યારે પણ બાળક વેચવા પાછળનું કારણ પરિવારની પોષણક્ષમતા હતી. જ્યારે તેને ફરીથી આ જ સમસ્યાનો સામનો કરવો પડ્યો ત્યારે તેણે તેની બીજી પુત્રી માટે પણ સોદો કર્યો.
પુત્રીને વેચ્યા બાદ પિતા ખૂબ રડ્યા
અહેવાલો અનુસાર, અફઘાન પિતાને તેની 9 વર્ષની પુત્રીનો હાથ 55 વર્ષના એક વ્યક્તિના હાથમાં આપવા માટે મજબૂર કરવામાં આવ્યો હતો. તેના બદલામાં તેના પરિવારને ખાવાનું ખરીદવા માટે પૈસા આપવામાં આવ્યા હતા. જ્યારે પિતાએ પોતાની પુત્રીને 55 વર્ષના વૃદ્ધને સોંપી ત્યારે તે રડી પડ્યો હતો. તેણે તે માણસને કહ્યું કે ‘હવે આ તારી (કોરબાન) દુલ્હન છે, કૃપા કરીને તેની સંભાળ રાખો, હવે આ તારી જવાબદારી છે, તેને મારશો નહીં.’
દીકરીને વેચવા મજબૂર છે અફઘાન લોકો
અબ્દુલ મલિકે જણાવ્યું કે તેમના પરિવાર પાસે દીકરીને વેચવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. પરિવારના અન્ય સભ્યો બચી શકે તે માટે દીકરીને વેચવી પડી. અફઘાનિસ્તાનમાં બીજા ઘણા પરિવારો છે જેમને તેમની દીકરીઓ વેચવા માટે મજબૂર કરવામાં આવે છે.
રાત્રે સરખી રીતે સૂઈ નથી શકતા પિતા
અબ્દુલ મલિક કહે છે, ‘મારી દીકરીને વેચ્યા પછી હું મારી જાતને ગુનેગાર માનીને ભાંગી પડ્યો છું. હવે મને રાત્રે સારી ઊંઘ પણ નથી આવતી.’ તે જ સમયે, 9 વર્ષની પુત્રી પરવાનાએ સીએનએનને કહ્યું, ‘મારા પિતાએ મને વેચી દીધી કારણ કે અમારી પાસે રોટલી, ચોખા કે લોટ નથી. તેઓએ મને એક વૃદ્ધ માણસને વેચી દીઘી છે.’