કરીના કપૂર ખાન નો પુત્ર જેહની તસ્વીર થઇ વાયરલ, દેખાય છે તૈમૂર કરતા પણ ‘ક્યૂટ’

બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી કરીના કપૂર ખાન આ વર્ષે ફેબ્રુઆરીમાં માતા બની હતી અને તેણે બીજા પુત્રને જન્મ આપ્યો હતો.હાલમાં આ કપલે પુત્રનું નામ જાહેર કર્યું હતું અને નાના નવાબનું નામ જેહ રાખવામાં આવ્યું છે. ચાહકો બાળકનું નામ જાણીને ખૂબ જ ખુશ છે અને હાલમાં કરીના અને જેહની એક સુંદર તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને ચાહકો તેના પર પ્રેમ વહાવી રહ્યા છે. આ તસ્વીરમાં કરીના કપૂર ખાનના ફેનપેજ પરથી શેર કરવામાં આવ્યો છે. તસ્વીરમાં કરીના જેહના કપાળ પર કિસ કરતી જોવા મળી રહી છે.
આ તસવીર જોઇને ચાહકો તૈમૂર જેવા જેહને ક્યૂટ અને મોહક ગણાવી રહ્યા છે. તો કેટલાક ચાહકો કરીનાના પુત્રના નામનો અર્થ પૂછે છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા પણ કરીના કપૂરે પુત્ર જેહની ઘણી તસવીરો શેર કરી છે અને ચાહકોએ તેમના પર ખૂબ પ્રેમ વહાવી દીધો હતો.
હાલમાં કરીના તેની પ્રેગ્નેન્સી બાઇબલને લઈને ચર્ચામાં છે. કરીનાએ એક પુસ્તક લખ્યું છે, જેનું નામ ‘પ્રેગ્નન્સી બાઇબલ’ છે. ઈસાઈ સમૂહ દ્વારા આ નામનો વાંધો ઉઠાવવામાં આવ્યો છે. અને તેઓ કહે છે કે તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહી છે.
તાજેતરમાં આલ્ફા ઓમેગા ક્રિશ્ચિયન ફેડરેશનના પ્રમુખ આશિષ શિંદેએ શિવાજી નગર પોલીસ સ્ટેશનમાં આ પુસ્તક અંગે ફરિયાદ નોંધાવી છે, જેમાં અન્ય લેખકનું નામ પણ છે. શિંદેએ પોતાની ફરિયાદમાં કરીના કપૂર અને અદિતિ શાહ ભીમજાની દ્વારા લખાયેલા અને જુગર્નાટ બુકસ દ્વારા પ્રકાશિત પુસ્તકના ‘પ્રેગ્નન્સી બાઇબલ’ શીર્ષકનો ઉલ્લેખ કર્યો છે. તેમણે કહ્યું છે કે પુસ્તકના શીર્ષકમાં પવિત્ર શબ્દ ‘બાઇબલ’ નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેનાથી ઈસાઈઓની ધાર્મિક લાગણી દુભાય છે.
શિંદે એ અભિનેત્રી અને અન્ય બે સામે ભારતીય દંડ સંહિતા ની કલમ 295-એ હેઠળ કેસ નોંધવાની માંગ કરી હતી. એક પોલીસ અધિકારીએ ફરિયાદ મળવાની પુષ્ટિ કરી, પરંતુ કહ્યું કે કોઈ પ્રાથમિકી દર્જ નથી કરવામાં આવી. શિવાજી નગર થાના પ્રભારી નિરીક્ષક સાઈનાથ થોમ્બરેએ જણાવ્યું હતું કે, ‘અમને ફરિયાદ મળી છે, પરંતુ અહીં કોઈ મામલો દર્જ નહિ કરવામાં આવી શકે કેમ કે ઘટના અહીં નથી થઇ. મેં તેમને મુંબઈ માં ફરિયાર નોંધવાની સલાહ આપી છે.’
અહેવાલો અનુસાર, કરિના કપૂરે 9 જુલાઈએ પોતાનું પુસ્તક લોન્ચ કર્યું હતું અને તેને પોતાનું ત્રીજું બાળક ગણાવ્યું હતું. તેમણે પુસ્તકના પ્રમોશન માટે સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ પણ શેર કરી હતી. કરીના કપૂરના જણાવ્યા અનુસાર, પુસ્તકમાં તેમના અંગત જીવનનો ઉલ્લેખ છે અને તેણીએ કેવી રીતે સગર્ભાવસ્થાના બંને સમયમાં શારીરિક અને ભાવનાત્મક રીતે વસ્તુઓનો અનુભવ કર્યો હતો.
કરીના કપૂર અને સૈફ અલી ખાનના લગ્ન વર્ષ 2016 માં થયા હતા. લગ્નના ચાર વર્ષ પછી કરીનાએ તૈમૂરને જન્મ આપ્યો હતો. આ પછી, હવે દંપતીના ઘરે બીજો પુત્ર જેહનો જન્મ થયો. અભિનેત્રી પણ પુત્રના જન્મ પછી કામ પર પરત ફરી છે. કરીના કપૂરની આગામી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ માં જોવા મળશે.