મુંબઈની ઝુંપડપટ્ટીમાં રહેતી આ ગુજરાતી દીકરીએ કર્યો એવો કમાલ કે આજે હોલિવૂડ પણ છે તેનું ફેન છે, કહાની જાણીને તમે પણ બોલી પડશો કે નસીબ હોય તો આ દીકરી જેવા

કહેવાય છે જયારે વ્યક્તિ જન્મે છે. ત્યારે તેનું નસીબ સાથે લઈને જ જન્મે છે. આજે અમે તમને ઝુંપડપટ્ટીમાં રહેતી એક એવી દીકરી વિષે જણાવીશું કે જેનું નસીબ જોઈને તમે પણ બોલી પાડશો કે નસીબ હોય તો આ દીકરી જેવું.
આ દીકરીનું નામ મલીશા ખારવા છે. મલીશા પોતાના પિતા સાથે મુંબઈની ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહે છે.મલીશાના પિતા મૂળ ગુજરાતી છે પણ ધંધા રોજગાર માટે મુંબઈમાં સ્થાઈ થયા છે. મલીશા ભલેને ઝુંપડપટ્ટીમાં રહે પણ તેના સપના ખુબજ ઊંચા છે. મલીશાનું સપનું છે કે તે મોટી થઈને એક મોડલ બને. ઝુંપડ પટ્ટીમાં રહેવા છતાં મલીશા કડકડાટ અંગ્રેજી બોલે છે. તે ખુબ જ ગરીબ હોવા છતાં પોતાના આત્મ વિશ્વાસને તેને કયારેય ઓછો થવા દીધો નથી.
જયારે આપણા દેશમાં લોકડાઉન લાગ્યું ત્યારે એક વિદેશી એક્ટર ભારતમાં હતા અને તેમને તે ત્રણ મહીના મુંબઈની ઝુંપડપટ્ટીમાં રહેવાનો અને તેમને જાણવાનો મોકો મળ્યો. એ સમયે તેમની નજર મલીશા પર પડી અને મલીશાના કોન્ફીડન્સે અને તેના ભવિષ્યના મોડલ બનવાના સપનાને તે હોલિવૂડના એક્ટરનું દિલ જીતી લીધું હતું.
તે એક્ટરે તરત જ મલીશાને તેના મ્યૂજિક વિડીયો માટે સાઈન કરી દીધી હતી. આજે તેનાથી મુંબઈના ઝુંપડ પટ્ટીમાં રહેતી મલીશાને હોલિવૂડમાં એક અલગ જ ઓળખ મળી છે.
મલીશા જયારે ૧૮ વર્ષની થશે. ત્યારે તેને મોડલિંગ માટે કામ શોધવું નહિ જવું પડે પણ તેની સામે કામ ચાલીને આવશે. અત્યારથી જ અમેરિકાની મોટી મોટી બ્રાન્ડે મલીશાને ભવિષ્યના પ્રોજેક્ટ માટે શોર્ટ લિસ્ટ કરીને રાખી છે. છે જે તેના જબરજસ્ત નસીબ.